શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે સાડીમાં તસવીર શેર કરી લૂટી મહેફિલ
બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ભલે ફિલ્મોથી દૂર છે પરંતુ તે હંમેશા લાઇમલાઇટમાં રહે છે. તે તેની તસવીરોને કારણે અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે.
View this post on Instagram
મીરા તેની સ્ટાઇલ અને તેના ગ્લેમરસ લુકને લઇને ઘણા બોલિવુડ અભિનેત્રીઓને માત આપે છે. મીરા અનેકવાર તેના સ્ટાઇલ અને ખૂબસુરતીને કારણે ચર્ચાનો વિષય બની રહે છે.
View this post on Instagram
મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર-નવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
મીરાએ હાલમાં જ યલો કલરની સાડીમાં ફોટોશૂટ કરાવ્યુ છે. જેની તસવીરો તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મીરાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
મીરાનો આ તસવીરમાં લુક ખૂબ જ ગ્લેમરસ લાગી રહ્યો છે. આ તસવીરોમાં તે ડીપ નેક બ્લાઉઝ પહેરેલી જોવા મળી રહી છે. મીરા તેની પીઠ પરના ટેટૂને પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
View this post on Instagram
મીરાની આ તસવીરોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાહકો આ તસવીરો જોઇને તેની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે. મીરાએ ગોલ્ડન ચેન પહેરી છે અને તેનો આ લુક જોઇને ચાહકો દીવાના બની ગયા છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર મીરાની ફેન ફોલોઇંગ ખૂબ જ સારી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2.4 મિલિયન ફોલોઅર્સ છે.
તમને જણાવી દઇએ કે, બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. મીરા રાજપૂત દિલ્હીની રહેવાસી છે. મીરા અને શાહિદને બે બાળકો છે. તેમની એક દીકરી મીશા અને એક દીકરો જૈન છે. મીરા અને શાહિદની ઉંમર વચ્ચે 13 વર્ષનું અંતર છે.