મનોરંજન

ગોવામાં વેકેશેન માણી રહેલી શાહિદ કપૂરની પત્નીએ શેર કરી એવી તસવીર કે એક ઝટકે ઇન્ટરનેટ ઉપર થઇ ગઈ વાયરલ

ઓહોહો પણ…શું અવતાર છે ગોવામાં મીરા રાજપૂતનો…જુઓ તસવીરો

બોલીવુડના ઘણા કલાકારો લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ વેકેશેન માણવા માટે દેશમાં અને વિદેશમાં પહોંચી ગયા હતા, ત્યારે બોલીવુડના ખ્યાતનામ અભિનેતા શાહિદ કપૂર પણ પોતાની પત્ની મીરાં રાજપૂત સાથે ગોવામાં રજાઓ માણવા માટે પહોંચી ગયો છે. (Photo Credit MIra rajput kapoor Instagram)

આ દરમિયાન શાહિદની પત્ની મીરાં સોશિયલ મીડિયા ઉપર ઘણી જ તસવીરો શેર કરી રહી છે, જે જોત જોતામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

રવિવારના રોજ શાહિદ અને મીરાં ગોવા જવા માટે રવાના થયા હતા, બંનેને મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ પણ કરવામાં આવ્યા હતા. હાલમાં બંને ગોવા પહોંચી ગયા છે અને ત્યાં તે બંને ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી રહ્યા છે.

મીરાંએ હાલમાં જ ઇન્સ્ટા ઉપર નાઈટ આઉટ પાર્ટી દરમિયાનની કેટલીક તસવીરો શેર કરી છે. જેની અંદર મીરાંનો શાનદાર લુક જોવા મળી રહ્યો છે.

જો મીરાના આ લુકની વાત કરવામાં આવે તો મીરા બ્રાલેટમાં નજર આવી રહી છે જે તેના સ્ટાઈલમાં અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક છે. મીરાંએ ફેશન લેબલ Summer Somewhereની ડિઝાઇન કરેલી બ્લેક બ્રાલેટ પહેરી છે. જેને તેને સાટન ફેબ્રિક વાળા પિન્ક ફ્લેયર્ડ પેન્ટ સાથે ટીમઅપ કર્યું છે.

મીરાંના બ્રાલેટની અંદર આગળની તરફ નોટ પેટર્ન બનેલું હતું, જે તેને ટાઈ-ફ્રન્ટ ટોપ પ્લીટેડ લુક આપવાનું કામ કરી રહ્યું છે.

જો મીરાંએ પહેરેલા આ સાઈડ સ્લિમ પ્લીટેડ ટોપની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 4,790 રૂપિયા છે અને જયારે ફ્લેયર્ડ પેન્ટની કિંમત 4,490 રૂપિયા છે.

મીરાંએ પોતાના લુકને મિનિમલ મેકઅપ, લિપ્સ અને ખુલ્લા વાળ સાથે કમ્પ્લીટ કર્યો છે. આ દરમિયાન મીરાંએ ગોલ્ડા હેન્ડલવાળું બકેટ બેગ કેરી કર્યું હતું. જેની કિંમત 22,400 રૂપિયા છે. મીરાંનો આ અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. તેની આ તસવીરો પણ ઇન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઇ રહી છે.