મનોરંજન

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત થઇ ફરીથી ગર્ભવતી? વાયરલ તસ્વીરમાં જોવા મળ્યો બેબી બંપ

અનુષ્કા, કરીના કપૂર પછી હજુ એક સેલિબ્રિટી પ્રેગ્નન્ટ? જાણો સમગ્ર મામલો

શાહિદ કપુરની પત્ની મીરા કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામમાં તેની અને તેના પરિવારની તસ્વીર વારંવાર શેર કરતી રહે છે. હાલમાં જ મીરા કપૂરે એક તસ્વીર શેર કરી હતી જેમાં તેનો બેબી બંપ સ્પષ્ટ નજરે આવી રહ્યો છે. આ તસ્વીરને જોઈને કહી શકાય કે, મીરા રાજપૂત ફરી એક વાર ગર્ભવતી થઇ ગઈ છે. પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલા મીરાએ તેનું સત્ય સામે રાખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

મીરા રાજપૂતે જે તસ્વીર શેર કરી છે તેમાં તે સિમ્પલ લાલ અને સફેદ રંગની કુર્તીમાં નજરે આવી રહી છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે, મીરાએ આંખ બંધ રાખી છે. અને કેમેરા તરફ જોઈ રહી છે. આ સાથે જ આ તસ્વીરમાં તેનો બેબી બંપ સ્પષ્ટ રીતે નજરે આવી રહ્યો છે. જેને જોઈને ફેન્સને લાગ્યું કે મીરા ફરીવાર ગર્ભવતી થઇ છે અને તેની તસ્વીર વાયરલ થવા લાગી છે.આ તસ્વીર સાથે મીરાએ જે કેપ્સન આપ્યું છે તે કંઈક બીજું જ કહી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

મીરાએ પોસ્ટમાં લખ્યું હતું કે, ડીલેવરીના એક દિવસ પહેલા. હું સમજી શકું છું કે પેટ વધી રહ્યું છે પરંતુ નાકને શું થયું છે કે તે પણ મોટું થઇ રહ્યું છે ? મીરાની આ તસ્વીર પર ફેન્સ પહેલા થોડા કન્ફ્યુઝ થઇ ગયા હતા પરંતુ કેપ્સન વાંચીને ખબર પડી ગઈ હતી કે, આ જૂનો ફોટો છે. તેની ડિલિવરીના એક દિવસ પહેલાનો. જણાવી દઈએ કે, શાહિદ અને મીરાને 2 બાળકો છે, દીકરી મિશા અને દીકરો જૈન.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.