ઈશા અંબાણીના લગ્નમાં મીરા રાજપૂતના લુકે બધાનું દિલ જીતી લીધું હતું. મીરાએ જે ચણિયાચોળી પહેર્યા હતા તેની કિંમત એટલી છે આપણે આ ખરીદવા લેવી પડે લોન
વાત જયારે અંબાણી પરિવારની આવે છે ત્યારે નોર્મલની ઉમ્મીદ જ કરવામાં નથી આવતી. આ ઝલક અંબાણી પરિવારના બાળકોના લગ્નમાં જોવા મળે છે. એંટલીયામાં થયેલા ઈશા અંબાણીના લગ્નમાં દુનિયાભરમાંથી લોકો આવ્યા હતા. તો બીજી તરફ બોલીવુડથી જોડાયેલા લગભગ બધા જ લોકો આવ્યા હતા. આ પૈકી એક શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત પણ હાજર રહ્યા હતા.

આ કપલે તે દિવસે બહુ જ ખુબસુરત લાગી રહ્યું હતું. મીરા રાજપૂતનો લુક એવો હતો જે એલિંગટ સાથે ઇઝી ટુ ફોલો પણ હતું. આ સ્ટારની પત્નીએ જે ચણિયાચોલી પહેર્યા હતા તે વિષે વિચારવું પણ તમારી માટે ભારે પડી શકે છે.

ઈશા અંબાણીના લગ્નમાં બૉલીવુડ સ્ટાર્સએ દેશથી લઈને વિદેશના જાણીતા ડિઝાઈનરના આઉટફીટ કેરી કર્યા હતા. આ એક એવો મોકો હતો જેના પર દુનિયાભરના મીડિયાની નજર હતી. આ ખાસ દિવસે મીરા રાજપૂતે ભારતની જાણીતી ડિઝાઇનર અનિતા ડોંગરેનો ડિઝાઇન કરેલા ચણિયાચોલી પહેર્યા હતા. નુસરત કલેક્શનના આ વાઈન રેડ કલરના ચણિયાચોળી વેલ્વેટ સિલ્ક ફેબ્રિકથી તૈયાર કરવામાં આવ્યો હતો.

મીરા રાજપૂત ચણિયાચોલી પર પરંપરાગત ભરતકામ કરવામાં આવ્યું હતું. અનિતા ડોંગરેનીએ ગોટા પટ્ટી અને મોતિથી વર્ક કર્યું હતું. બ્લાઉઝની જગ્યાએ ટૂંકી કુર્તી હતી. જેમાં કી-હોલ નેકલાઇન અને થ્રી-ક્વાર્ટર સ્લીવ્સ હતી. સ્કર્ટ કરતા વધારે કુર્તી પર ભરતકામ કરવામાં આવ્યું હતું, જ્યારે દુપટ્ટાના હળવા વજનને ધ્યાનમાં રાખીને રેશમ બ્રોકેડ ફેબ્રિકથી બનાવવામાં આવ્યો હતો.

આ રોયલ વિન્ટર વેડિંગ પરફેક્ટ લુકને મીરા રાજપૂતે ઇયરિંગ સાથે પૂર્ણ કર્યો હતો, જેને તેણે અનિતા ડોંગરે પિંકસિટી કલેક્શનમાંથી પસંદ કર્યો હતો. જેમાં અનકટ ડાયમંડ, નીલમણિ અને મોતી મૂકવામાં આવ્યા હતા. ચણીયા ચોલીની સાથે મિનિયમ જવેલરી મીરાના લુકને પરફેક્ટ બનાવતી હતી. આ વેલ્વેટ સિલ્કના ચણિયાચોલીના કિંમત વિશે વાત કરવામાં આવે તો તેની કિંમત વેબસાઇટ પર રૂ 2, 05,000 બતાવવામાં આવી છે. સામાન્ય માણસને તો આ માટે લોન જ લેવી પડે.