ચાલતી એમ્બ્યુલન્સમાં સગીરા સાથે દુષ્કર્મ…દીદી અને જીજાજી પણ વારદાતમાં સામેલ- પૂરી રાત બંધક બનાવી રાખી

મધ્યપ્રદેશના મઉગંજ જિલ્લામાં ચાલતી એમ્બ્યુલન્સમાં 16 વર્ષની બાળકી પર કથિત રીતે દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હતુ, આ મામલે બેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપતાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલે જણાવ્યું હતું કે, યુવતી તેની બહેન અને જીજાજી સાથે એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહી હતી.

File Pic

એમ્બ્યુલન્સમાં આ ત્રણ સિવાય એક ડ્રાઈવર અને તેનો સાથી હતો. સગીર તેની બહેન અને જીજાજી સાથે એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહી હતી અને ડ્રાઈવર તેમને ઓળખતો હતો. રસ્તામાં યુવતીની બહેન અને જીજાજી પાણી લેવાના બહાને કારમાંથી નીચે ઉતર્યા અને આ દરમિયાન ડ્રાઇવરે એમ્બ્યુલન્સ ઝડપથી ચલાવી. આરોપ છે કે સુંસન ગામમાં ચાલતી એમ્બ્યુલન્સમાં ડ્રાઈવરના હેલ્પર રાજેશ કેવટે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ. યુવતીની બહેન અને તેના જીજાજી પર આ ગુનામાં મદદ કરવાનો આરોપ છે.

File Pic

આખી રાત સગીરાને બંધક બનાવીને બીજા દિવસે સવારે બંનેએ તેને રસ્તા પર ફેંકી દીધી. આઈપીએસ અધિકારીના જણાવ્યા મુજબ, ઘરે પહોંચ્યા પછી પીડિતાએ તેની માતાને તેની આપવીતી જણાવી. અધિકારીએ જણાવ્યું કે પીડિતાની બહેન અને જીજાજીને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. તમામ આરોપીઓ સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Shah Jina