ખબર

વલસાડમાં 16 વર્ષની સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપીને બળજબરીથી આચર્યું દુષ્કર્મ, ફોટો વીડિયો બનાવીને કરી બ્લેમેઇલ અને પછી….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ ઉપરાંત સગીરાઓ સાથે દુષ્કર્મ થવાની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર કેટલાક યુવકો દ્વારા સગીરાને લગ્નની કે બીજી કોઈ લાલચ આપીને પોતાની પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે અને પછી તેમને તરછોડી પણ દેવામાં આવતી હોય છે, ત્યારે ઘણીવાર આવા મામલામાં તેમના ફોટો વીડિયો બનવીને તેમને બ્લેકમેઇલ પણ કરવામાં આવે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ત્યારે હાલ એવી જ એક ઘટના વલસાડમાંથી સામે આવી છે, જ્યાં એક યુવકે 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અને તિથલ લઇ ગયો, જ્યાં હોટલની અંદર સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી અને તેના ફોટો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી અને પછી વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ આ બાબતની જાણ તેની માતાને કરતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર સગીરા સાથે તેના જ ગામમાં રહેતા એક યુવકે મિત્રતા કેળવી હતી. થોડા જ સમયમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને યુવકે સગીરાને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી. જેના બાદ સગીરાનો વિશ્વાસ કેળવીને તે તિથલ બીચ પર આવેલી એક હોટલમાં લઇ ગયો, જ્યાં સગીરા સાથે તેને 22 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી તેની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

આ દરમિયાન યુવકે સગીરા સાથે આવું દુષ્કૃત્ય કરતા દરમિયાન અંગત તસવીરો અને વીડિયો પણ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. સગીરાએ આ તસવીરો અને વીડિયો ડીલીટ કરવાનું જણાવતા યુવક દ્વારા ડીલિટ કરી દીધા હોવાનું પણ જણાવ્યું, પરંતુ થોડા દિવસ બાદ યુવકે સગીરાને પોતાના તાબે થવાનું જણાવતા સગીરાએ ના પાડી તો તેણે આ તસવીરો અને વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી.

એટલું જ નહિ સગીરા જયારે સ્કૂલે કે ટ્યુશન જવા માટે નીકળતી ત્યારે પણ યુવક તેનો પીછો કરતો અને ખોટી રીતે હેરાનગતિ પણ કરતો હતો. જેનાથી કંટાળીને સગીરાએ હિંમત દાખવી પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી દીધી હતી. જેને લઈને સગીરાની માતાએ સીટી પોલીસમાં યુવક વિરુદ્ધ તેમની દીકરીને હેરાન કરવાની અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે યુવક વિરુદ્ધ FIR નોંધીને તપાસ હાથ ધરી છે.