સગા બાપે દીકરી સાથે ના કરવાનું ગંદુ કામ કર્યું, દીકરાએ સાંભળ્યું તો શરમના માર્યા કરી લીધો આપઘાત, જાણો સમગ્ર મામલો

મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ કરવાના કિસ્સાઓ સતત સોશિયલ મીડિયા અને સમાચારમાં ચર્ચાતા રહે છે. હાલ ઘણી બહેન દીકરીઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. તેના ઘણા કિસ્સાઓ પણ સામે આવે છે ત્યારે હાલ એવા જ એક કિસ્સામાં એક બાપે દીકરી સાથે દુષ્કર્મ આચર્યું અને શરમના માર્યા દીકરાએ પણ આપઘાત કરી લીધો.

આ ઘટના બની છે રાજસ્થાનના જાલૌરમાં. જ્યાં એક ઓડિયોએ ઉહાપો મચાવી દીધો છે. આ મામલો સાંચોરનો છે. ઓંડીયોની અંદર એક 14 વર્ષની બાળકી કથિત રીતે પોતાના પિતાની કાળી કરતૂતો વિશે પોતાની ફોઈને જણાવી રહી છે. તેને જણાવ્યું કે કોઈ કામના બહાને તેના પિતા તેને ગાડીમાં ક્યાંય લઈને જતા હતા અને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

ઓડિયો સામે આવ્યા બાદ બાળકીના ભાઈએ ગત શનિવારના રોજ નહેરમાં કૂદી અને આપઘાત કરી લીધો હતો. બાળકીના પિતા પણ ફરાર થઇ ગયા છે. શનિવારના રોજ 32 મિનિટનો ઓડિયો કલીપ વાયરલ થયા બાદ પોલીસ પણ આ મામલાની તપાસ કરી રહી છે. બાળકીનું નિવેદન પણ દાખલ કરી લેવામાં આવ્યું છે.

(પ્રતીકાત્મક તસવીર)

મીડિયા રિપોર્ટ અનુસાર કથિત ઓડિયો ક્લિપની અંદર છોકરી તેની ફોઈને કહી રહી છે કે એક વાર તેના પિતા તેને મોબાઈલ ખરીદવાના બહાને તેમની કારમાં લઇ ગયા અને તેની સાથે દુષ્કર્મ કર્યું. વાત ચિતમાં એ સ્પષ્ટ નહોતું થઇ શક્યું કે આ ઘટના ક્યારે બની હતી, તે એ પણ કહેતા સંભળાઈ રહી હતી કે તે દિવસે તેની માતાએ તેના ભાઈને પણ સાથે લઇ જવાનું કહ્યું હતું પરંતુ પિતાએ ના પાડી દીધી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

છોકરી કહેતી સંભળાઈ રહી છે કે તેના પિતા સુવાના સમયે પણ તેના પલંગ પાસે આવીને તેની સાથે ગંદી હરકતો કરતા હતા. બાળકીનો દાવો છે કે તેના પિતાએ ના તો તેને ઘરની બહાર એકલા જવા દીધી, અને ના પરિવારમાં કોઈની સાથે વાત કરવા દેવામાં આવતી હતી. કથિત ઓડિયો ક્લિપમાં એમ પણ જણાવે છે કે તેની માતા પણ તેને લડી હતી. જયારે તેને તેના પિતાના વ્યવહારનો વિરોધ કર્યો.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસ જ્યારે ઓડિયો કલીપની તપાસ કરવા માટે છોકરીના ઘરે પહોંચી તો ખબર પડી કે છોકરીના ભાઈએ આપઘાત કરી લીધો છે. જેના કારણે તે છોકરીનું નિવેદન ના લઇ શક્યા પરંતુ એક બે દિવસ બાદ છોકરીનું નિવેદન લેવામાં આવ્યું. છોકરીના નિવેદન ઉપર તેના પિતા ઉપર મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે.

Niraj Patel