ખબર

લીંબડીમાં શિક્ષક નૂરમહંમદ 13 વર્ષની છોકરીને ભગાડી ગયો અને આચર્યું દુષ્કર્મ, કોર્ટે ફટકારી ખતરનાક સજા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે સાથે કિશોરીઓ પર પણ દુષ્કર્મ થવાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. જેમાં ઘણા લોકો સગીરાને પોતાની જાળમાં ફસાવી તેમની સાથે દુષ્કર્મ આચરતા હોય છે, ત્યારે હાલ એવા જ એક મામલામાં કોર્ટે આરોપીને સખત સજા ફટકારી છે. જેને 13 વર્ષ અને 4 મહિનાની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબડીના મસ્જિદમાં ઉર્દુ શીખવતો રાણપુરાનો નૂરમહંમદ એક 13 વર્ષ અને 4 મહિનાની બાળકીને ફોસલાવી મુંબઈ ભગાડી ગયો હતો. જ્યાં તેણે નાલાસોપારા વિસ્તારની અંદર મકાન રાખ્યું હતું અને આ મકાનમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ મામલે સગીરાના પરિવારજનોએ લીંબડી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

ત્યારે આ મામલો લીંબડી કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં મદદનીશ સરકારી વકીલ કિરણ શાહે દલીલ કરી હતી કે આરોપી પોતે 26 વર્ષનો છે અને તેની સામે ભોગ બનનાર સગીરા બાળકી છે. તે તેના ઘરે જઈને તેને ધાર્મિક શિક્ષણ આપતો હતો. વકીલ દ્વારા આ કેસમાં આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

તો બીજી તરફ આરોપીના વકીલે પણ દલીલ કરતા જણાવ્યું હતું કે તે લાંબા સમયથી જેલમાં છે અને તેની આર્થિક સ્થિતિ પણ સારી નથી. આ ઉપરાંત તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ નથી, જેના કારણે તેના ઉપર રહેમ રાખીને સજા ઓછી કરવા પણ અપીલ કરી હતી. ત્યારે આ મામલે કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી નુરમહંમદને આજીવન કેદની સજા અને ભોગ બનનારને 50 હજાર ચૂકવવાનો આદેશ આપ્યો છે.