“મેં કોઈ મોબાઈલ નથી ચોર્યો, મને બહાર કાઢો !” પોતાના જીવનની ભીખ માંગી રહ્યું હતું માસુમ બાળક, છતાં પણ આ ભાઈને દયા ના આવી, જુઓ વીડિયો

આપણા દેશની અંદર કોઈપણ ગુન્હા માટે કાયદો રચવામાં આવ્યો છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે કાયદાને પોતાના  હાથમાં લઇ લેતા હોય છે અને જાતે જ જજ બનીને સજા આપવા જતા હોય છે. તમે પણ ઘણીવાર જોયું હશે કે જાહેર  સ્થળ ઉપર કોઈ ચોર ચોરી કરવા પકડાય ત્યારે તેને માર મારીને ઘણા લોકો હાથ સાફ કરી લેતા હોય છે. પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે છે તેને લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે.

હૃદયને હચમચાવી દેનારો આ મામલો મધ્યપ્રદેશના છતરપુરમાંથી સામે આવ્યો છે. જ્યાં ભરેલા કૂવામાં એક સગીરને યુવકે એક હાથે લટકાવી દીધો હતો. મોબાઈલ ચોરીની શંકાના આધારે તેને આ સજા આપવામાં આવી હતી. બાળક રડતો રહ્યો અને તેને બહાર કાઢવા વિનંતી કરવા લાગ્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ મામલે પોલીસે કેસ નોંધ્યો છે.

ચોરીની આશંકામાં એક સગીર છોકરાને કૂવામાં લટકાવી દેવામાં આવ્યો હતો. નજીકમાં ઉભેલા અન્ય એક છોકરાએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, લવકુશનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અટકોહાન ચોકી હેઠળના એક સગીરને અજિત નામના યુવકે મોબાઈલ ચોરીની આશંકામાં પાણીથી ભરેલા કૂવામાં લટકાવી દીધો હતો. જ્યારે સગીર કુવામાં લટકતો હતો. તે વારંવાર કહી રહ્યો હતો કે તેણે કોઈ મોબાઈલ ચોર્યો નથી.

ઘટના સમયે ત્યાં હાજર અન્ય એક સગીર વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને ત્યારબાદ તેણે પીડિત છોકરાના માતા-પિતાને જાણ કરી. જે બાદ પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી વિરુદ્ધ FIR નોંધાવી. વીડિયો બનાવનાર સગીરનું કહેવું છે કે પોલીસે તેને સ્ટેશન પર બોલાવ્યો અને માર માર્યો. સગીરનો આરોપ છે કે પોલીસ દ્વારા તેની એટલા માટે મારવામાં આવ્યો કારણ કે તેને ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. આ કેસમાં એસપી સચિન શર્માનું કહેવું છે કે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

Niraj Patel