ખબર

વડાપ્રધાન મોદીની એક અપીલ પછી અમિત શાહે લીધો નિર્ણય, મહત્વની જાહેરાત કરી- જાણો વિગત

ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું અને આ કોરોના મહામારી સામે લડવા માટે આને આર્થિક વ્યવસ્થાને પહોંચી વળવા માટે સૌને આત્મનિર્ભર રહેવા માટે જણાવ્યું હતું. અને આ વાતની અસર આજે જ થતી જોવા મળી, ગુહમંત્રી અમિત શાહે આજે એક બહુ જ મોટી જાહેરાત કરી છે, અમિત શાહે જણાવ્યું છે કે હવે CAPF કેન્ટીનમાં માત્ર સ્વદેશી જ સમાન મળશે.

Image Source

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે: “કાલે પ્રધાનમંત્રી મોદીએ સ્થાનીય ઉત્પાદનો અને ભારતને આત્મનિર્ભર બનવવા માટે અપીલ કરી હતી. આ દિશામાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેયર્સ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે જૂન 2020થી CAPF કેન્ટીનમાં માત્ર સ્વદેશી ઉત્પાદનો જ વેચવામાં આવશે.

ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે લગભગ 10 લાખ સીએપીએફના જવાનોના પરિવાર ના 50 લાખ સભ્યો સ્વદેશ નિર્મિત ઉત્પાદનોનો ઉપયોગ કરશે.

અમિત શાહે કહ્યું હતું કે: “હું  દેશની જનતાને પણ અપીલ કરું છું કે તમે દેશમાં બનેલા ઉત્પાદનોને વધારેમાં વધારે ઉપયોગમાં  લાવો અને બીજા લોકોને પણ તેના માટે પ્રોત્સાહિત કરવા, દરેક ભારતીય જો દેશમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવાનો સંકલ્પ કરશે તો પાંચ વર્ષમાં દેશનું લોકતંત્ર આત્મનિર્ભર બની શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.