રણબીર કપૂરની અભિનેત્રી સમુદ્ર કિનારે થઇ રોમેન્ટિક, બોયફ્રેન્ડના બર્થ ડે પર કરી દીધી કિસ

રણબીર કપૂરની હિરોઈને બોયફ્રેન્ડને બર્થ ડે પર કરી ગજબની કિસ, PHOTOS જોતા જ પાણી પાણી થઇ જશો

બોલિવુડ અભિનેત્રી મિનિષા લાંબાએ રણબીર કપૂર સ્ટારર “બચના એ હસીનો”થી લોકપ્રિયતા હાંસિલ કરી હતી. પરંતુ તે બોલિવુડમાં તેનો સિક્કો જમાની શકી નહિ. પરંતુ તે હવે ફિલ્મોને કારણે નહિ પણ તેની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે.

તે અવાર નવાર તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અભિનેત્રી તલાક બાદ આકાશ મલિકને ડેટ કરી રહી છે. મિનિષા સોશિયલ મીડિયા પર ઘણીવાર તેની અને તેના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરતી રહે છે, જેને કારણે તે ચર્ચામાં રહેતી હોય છે.

મિનિષાએ હવે તેના બોયફ્રેન્ડ આકાશ મલિકના બર્થ ડે પર એક તસવીર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. તસવીરમાં તે બોયફ્રેન્ડના જન્મદિવસને ખૂબ એન્જોય કરી રહી હોય તેમ લાગી રહ્યુ છે.

મિનિષાએ જે તસવીરો શેર કરી છે, તેને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે. બંને ખૂબસુરત નઝારા વચ્ચે સાથે એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. મિનિષા આ દરમિયાન આકાશને કિસ કરતી પણ જોવા મળી રહી છે.

સમુદ્ર કિનારે કપલની આ રોમેન્ટિક તસવીર જોઇ ચાહકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. મિનિષાએ તસવીર સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, હેપ્પી હેપ્પી એક્કી માલ… હું તને બહુ બધો પ્રેમ અને ખુશીઓની શુભકામના આપુ છુ.

મિનિષાએ પોસ્ટમાં આગળ લખ્યુ છે કે, જેટલા લોકોને હું જાણુ છુ તેમાંનો તુ સૌથી ફની છે. તુ મારો બેસ્ટ જૈકૂજી પાર્ટનર છે. કોઇ સફર પર સૌથી વધારે મજાક કરનાર સાથી, ડિનર આઉટિંગ માટે મારી બેસ્ટ ડેટ. મારી કોઇ પણ પાર્ટીને જીવંત કરનાાર તમે જ છો.

સૌથી ચિલ્ડ પર્સનલ છો તમે, સાથે જ તમે સૌથી સમ્માનિત કોડનેમ્સ પ્લેયર પણ છો. મિનિષા લાંબાએ જૂનમાં તેના રિલેશનશિપ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યુ હતુ કે, તે એક પ્રેમાળ વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છે.

જો કે, મિનિષાએ તે સમયે આકાશના નામનો ખુલાસો કર્યો ન હતો. તમને જણાવી દઇએ કે, મિનિષાએ રયાન સાથે લગ્ન કર્યા હતા. તેઓ વર્ષ 2013મા મળ્યા હતા અન લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા. મિનિષાએ વર્ષ 2018માં છૂટાછેડા લીધા હતા.

અભિનેત્રીને હવે નવો પાાર્ટનર મળી ગયો છે અને અભિનેત્રી તેની સાથે ઘણી ખુશ પણ જોવા મળી રહી છે. તે સતત તેના બોયફ્રેન્ડ સાથે આઉટિંગ સાથેની તસવીરો શેર કરતી રહે છે. પ્રોફેશનલ કરિયરની વાત કરીએ તો, મિનિષાએ જિમિ શેરગીલ સાથે “યહાં”થી કરિયરની શરૂઆત કરી હતી. તે વર્ષ 2014માં બિગબોસ-8નો ભાગ રહી હતી.

Shah Jina