જાપાનમાં ફરવા માટે ગયેલા આ ભારતીય યુવકને ત્યાં મળ્યું ગયું મીની ઇન્ડિયા, છોલે ભટુરે અને ઇન્ડિયન દેશી વાનગીઓનો લીધો ચટાકો… જુઓ વીડિયો

જાપાનમાં આ જગ્યાએ આવેલું છે મીની ભારત.. જ્યાં મળે છે પાણીપુરીમ સમોસાથી લઈને દરેક ભારતીય વાનગીઓ.. જોઈને તમે પણ અભિભૂત થઇ જશો.. વાયરલ થયો વીડિયો

ભારતના લોકોને ફરવાનો ખુબ જ શોખ હોય છે અને એટેલ જ તે દેશમાં જ નહિ વિદેશમાં પણ ફરવા માટે જતા હોય છે. પરંતુ આપણા દેશવાસીઓની એક ખાસિયત બધા જ જાણતા હોઈએ છીએ. જયારે ભારતમાં ફરતા હોય ત્યારે વિદેશી ફૂડ ખાય અને ભારતની બહાર જાય ત્યારે ભારતીય ફૂડ ખાવાનું પસંદ કરતા હોય છે.

વિદેશમાં પણ ઘણા ભારતીયો સ્થાયી થઇ ગયા છે અને ત્યાં તેમને ભારતીય વ્યંજનો સરળતાથી મળી જાય છે. પરંતુ વિદેશમાં ફરવા માટે ગયેલા લોકોને ભારતીય ખાવાનું શોધવામાં થોડી મુશ્કેલીઓ જરૂર આવતી હોય છે. ત્યારે હાલ એક યુટ્યુબર જાપાન ફરવા ગયો અને ત્યાં તેને મીની ઇન્ડિયા પણ શોધી લીધું, જેનો વીડિયો તેને બનાવીને શેર કર્યો છે.

વીડિયોની અંદર આ વ્યક્તિ જણાવી રહ્યો છે કે જાપાનમાં ભારતીય લોકો કેવી રીતે પોતાનું જીવન વિતાવી રહ્યા છે. આ દરમિયાન તે જાપાનમાં મીની ઇન્ડિયા તરીકે જાણીતા નિશીકસાઈમાં જાય છે. જેને જાપાનની ઇન્ડિયન કોલોની કહેવાય છે. નિશીકસાઈ જાપાનની રાજધાની ટોકિયોમાં આવેલું છે. આ યુટ્યબર ત્યાં એક ઘણા ભારતીય વ્યક્તિઓને મળે છે અને તેમની પાસેથી માહિતી પણ મેળવે છે.

આ યુટ્યુબર ત્યાં સ્થિત એક ભારતીય રેસ્ટોરન્ટમાં પણ જાય છે અને ત્યાં મળતી વાનગીઓ પણ બતાવે છે. આ ઉપરાંત તે એક સ્ટોરમાં જાય છે જ્યાં ભારતમાં વેચાતો બધો જ સામાન પણ મળતો હોય છે. જેના બાદ તે એક મીઠાઈની દુકાનમાં જાય છે જેનું નામ ટોકિયો મીઠાઈ છે. આ મીઠાઈની દુકાન જાપાનની પહેલી મીઠાઈની દુકાન હોવાનું પણ કહેવાય છે. જ્યાં ભારતીય ગીતો વાગતા પણ સંભળાય છે.

આ દરમિયાન યુટ્યુબર દુકાનમાં હાજર અને વર્ષોથી જાપાનમાં રહેતા લોકોના અભિપ્રાય પણ મેળવે છે. આ દુકાનમાં જ બેસીને તે છોલે ભટુરે ખાવાનો પણ આનંદ માણી રહ્યો છે. આ ઉપરાંત એ દુકાનમાં પાણીપુરી, દહીં પુરી જેવી વસ્તુઓ મળતી હોવાનું લિસ્ટ પણ તે બનાવે છે. તેના વીડિયોમાં જોઈ શકાય છે કે જાપાનમાં પણ દરેક ભારતીય ખાણીપીણી મળી રહે છે. હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel