મહાન ‘ખજૂરભાઈ’ની ભાવિ પત્ની મીનાક્ષીએ કહ્યું – “નીતિન જાનીને સ્ત્રીનો મેક-અપ…..” વાંચો આગળ
આખા ગુજરાતમાં પોતાનું આગવું નામ બનાવી ચૂકેલા ખજુરભાઈનો આજે ખુબ જ વિશાળ ચાહકવર્ગ છે. લોકસેવા કરીને તેમને પોતાનું નામ ઠેર ઠેર ગુંજતું કરી દીધું છે. તેમના ચાહકો તેમના જીવન પર સતત નજર રાખતો રહે છે. ખજુરભાઈ તરીકે જાણીતા એવા નીતિન જાનીએ ગયા માહિને જ સગાઈ કરી છે અને તેમની થનારી પત્નીનું નામ મીનાક્ષી દવે છે. નીતિનભાઈ વિશે તો લોકો ઘણું બધું જાણે પણ છે પરંતુ મીનાક્ષીથી હજુ લોકો અજાણ છે.
ત્યારે આજે અમે તમને મીનાક્ષાઈ દવેની કેટલીક ખાસ વાતો જણાવીશું. મીનાક્ષી દવે મૂળ સાવરકુંડલા તાલુકાના દોલતી ગામની વતની છે અને તેના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં ફરજ બજાવે છે. મીનાક્ષી દવે તેની ત્રણ બહેનોમાં સૌથી નાની છે જયારે તેનો એક ભાઈ પણ છે. મીનાક્ષીની બંને બહેનોના લગ્ન પણ થઇ ચુક્યા છે. તો તેનો ભાઈ હજુ અભ્યાસ કરે છે.
મીનાક્ષીએ બેચલર ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. મીનાક્ષીએ ચોથા ધોરણથી જ હોસ્ટેલમાં રહીને જ અભ્યાસ કર્યો હતો. મીનાક્ષી દવે નીતિન જાનીને તેમના વીડિયોના માધ્યમથી જ ઓળખતા હતા. નીતિન જાનીએ જયારે પોતાના સેવાકીય કામોનો યજ્ઞ શરૂ કર્યો ત્યારે મીનાક્ષીના દોલતી ગામમાં અંધ એવા રાજીમાનું ઘર બનાવવા આવ્યા હતા ત્યારે જ પહેલીવાર રૂબરૂમાં જોયા.
મીનાક્ષી એ સમયે અમદાવાદમાં નોકરી કરતી હતી પરંતુ કેટલાક કામસર ગામડે આવી હતી. ત્યારે તેને પણ સેલેબ્રીટીને મળ્યા હોય તેમ ખજુરભાઈ સાથે તસવીરો ક્લિક કરાવી હતી. નીતિન ભાઈએ પણ આ મુલાકાત વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેમને એ સમયે મીનાક્ષીને જોઈને પહેલી નજરના પ્રેમ જેવું કઈ થયું નહોતું. તે અંધ રાજીમા વિશે જ વિચારતા હતા, અને આખા ગામ સાથે સામાન્ય માણસની જેમ મીનાક્ષીએ પણ તસવીરો ક્લિક કરાવી હતી.
પોતાની પહેલી રૂબરૂ મુલાકત વિશે વાત કરતા મીનાક્ષીએ જણાવ્યું હતું કે થોડા સમય બાદ ખાંભા નજીક આવેલા હનુમનગઢમાં હનુમાનજીના મંદિર નીતિન જાની અને તેમનો પરિવાર દર્શન માટે આવ્યો હતો, ત્યારે હું પણ મારા પરિવાર સાથે મંદિરમાંદર્શન કરવા ગઈ, ત્યાં જ અમારા બંનેના પરિવારની પહેલી મુલાકાત થઇ. નીતિન જાનીની માતાને પણ ત્યાં પહેલીવાર મળી અને તેમને મારો સ્વભાવ ખુબ જ ગમ્યો, જેના બાદ બંનેના પરિવારજનોએ ફોન નંબરની આપ લે કરી.
આ મુલાકાત બાદ પણ મીનાક્ષીને સપનામાં પણ ખ્યાલ નહોતો કે તે ભવિષ્યમાં નીતિન જાનીની અર્ધાંગિની બનવાની છે. તે પણ સામાન્ય લોકોની જેમ જ નીતિનભાઈના વીડિયોને જોતી અને કોમેન્ટ કરતી હતી. પરંતુ નીતિન ભાઈના ઘરમાં મીનાક્ષી પસંદ આવી ગઈ હતી અને નીતિન જાનીના મમ્મીએ તેમને લગ્ન માટે પૂછ્યું, સાથે જ છોકરી સારી હોવાનું પણ કહ્યું.
નીતિન જાનીના મમ્મીએ મીનાક્ષીના ઘરે લગ્નનું માંગુ નાખ્યું અને મીનાક્ષીના પરિવારમાં પણ ખુશીઓ છવાઈ ગઈ. મીનાક્ષીએ પણ માંગુ આવતા ક્ષણવારનો પણ વિચાર ના કર્યો અને લગ્ન માટે હામી ભરી દીધી હતી. નીતિન જાની ગુજરાતનું ગૌરવ હતા. એટલે તેમની સાથે લગ્ન કરવા એ મીનાક્ષી પણ પોતાનું સૌભાગ્ય માન્યું. આ રીતે બંને પરિવારો એક થયા અને ધામધૂમથી બંનેની સગાઈ પણ થઇ ગઈ.