પ્રેમી બનવા પર 57 લાખ રૂપિયા આપનારી કરોડપતિ સુંદરીને મળી ગયો તેનો બોયફ્રેન્ડ, તસવીરો જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો

ફક્ત 17 વર્ષની ઉંમરમાં કરોડપતિ બનનારી યુવતીએ બોયફ્રેન્ડ બનવા પર 57 લાખ આપવાની કરી હતી ઓફર, હવે તેને મળી ગયો બોયફ્રેન્ડ, જુઓ તસવીરો અને વીડિયો

દુનિયાભરમાં ઘણા બધા લોકોની પ્રેમ કહાનીઓ ઇન્ટરનેટ પર વાયરલ થતી હોય છે, ઘણી લવ સ્ટોરીઓ એવી પણ હોય છે જેને જાણીને ઘણા લોકો હેરાન પણ રહી જતા હોય છે. ત્યારે હાલ એવી જ એક કરોડપતિ યુવતીની કહાની ખુબ જ વાયરલ થઇ રહી છે. દરેક વ્યક્તિ પોતાના ગમતા પાત્રને મેળવવા માટે તમામ પ્રયત્નો કરતા હોય છે, એવી જ એક કરોડપતિ યુવતીને પણ તેનું ગમતું પાત્ર શોધવામાં ખુબ જ મહેનત કરવી પડી.

 

View this post on Instagram

 

A post shared by Jane Park (@janeparkx)

ખાસ વાત તો એ છે કે આ યુવતી ફક્ત 17 વર્ષની ઉંમરમાં જ કરોડપતિ બની ગઈ હતી. આ યુવતીનું નામ છે જેન પાર્ક અને હવે તેની ઉંમર 26 વર્ષની થઇ ગઈ છે. વર્ષ 2013માં તેને 17 વર્ષની ઉંમરમાં જ 9 કરોડ 45 લાખ રૂપિયાની લોટરી જીતી હતી અને તે આટલી નાની ઉંમરમાં લોટરી જીતનારી સૌથી યુવાન છોકરી બની ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Jane Park (@janeparkx)

જેના બાદ તે એમ કહીને પણ ચર્ચામાં આવી હતી કે જે પણ તેનો બોયફ્રેન્ડ બનશે તેને તે વાર્ષિક 57 લાખ રૂપિયા પગાર આપશે. જેના માટે તેને એક કાયદેસર વેબસાઈટ પણ લોન્ચ કરી હતી જેના પર હજારો છોકરાઓએ અરજી પણ કરી હતી, પરંતુ હવે જેનને તેનો બોયફ્રેન્ડ મળી ગયો છે અને તેની સાથે તે ટિક્ટોક વીડિયો પણ શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Jane Park (@janeparkx)

ટિક્ટોક પર વીડિયો શેર કરીને તેણે પોતાના બોયફ્રેન્ડ વિશેનો ખુલાસો પણ કર્યો છે. તેણે વીડિયોમાં એમ પણ જણાવ્યું છે કે તેને પોતાનો પ્રેમ મળી ગયો છે અને એક વીડિયોના કેપશનમાં તેને “છોકરાને જન્મ દિવસની શુભકામનાઓ” એમ પણ લખ્યું છે. તેની તસવીરો અને વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jane Park (@janeparkx)

તમને જાણવી દઈએ કે જેન પાર્કનું તેના પહેલા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું છે. જેન એક મોડલ હોવાની સાથે સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 2 લાખ કરતા પણ વધારે લોકો ફોલો કરે છે. જેમાં તે પોતાની ગ્લેમર તસવીરો અને વીડિયોને શેર કરતી રહે છે.

Niraj Patel