11 વર્ષની આ છોકરીએ ગેમમાં નહિ પરંતુ બિઝનેસમાં બનાવ્યું કેરિયર, આજે છે કરોડોની માલકીન, 15 વર્ષની ઉંમરમાં તો નિવૃત્ત થવા માંગે છે, જાણો કોણ છે તે ?

11 વર્ષની આ છોકરી છે કરોડોની માલકીન, પ્રાઇવેટ જેટમાં જાય છે વેકેશન મનાવવા, લાઈફ સ્ટાઇલ જાણીને તો આંખો ચાર થઇ જશે.. જુઓ

11 year old millionaire girl : આજે નાની ઉંમરના બાળકો પણ મોબાઇલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે, તેમાં પણ આજના સમયમાં તો બાળકોમાં વિડીયો ગેમનું વળગણ ખુબ જ જોવા મળી રહ્યું છે, જેના કારણે તે ભણવામાં પણ ધ્યાન નથી આપતા. પરંતુ શું તમે વિચાર્યું છે કે 11 વર્ષની ઉંમરની કોઈ છોકરી કરોડપતિ હોય  ? અને એ પણ 15 વર્ષની ઉંમરમાં તો નિવૃત્ત થવા માંગતી હોય. (તમામ તસવીરો: ઇન્સ્ટાગ્રામ)

આ 11 વર્ષની છોકરીનું નામ છે પિક્સી કર્ટિસ,  જે આ ઉંમરમાં રજાઓ મનાવવા માટે વિદેશ જાય છે અને ખુબ જ લક્ઝુરિયસ જીવન જીવે છે. આ છોકરી કરોડોની માલિક છે. તેનો બિઝનેસ સારો ચાલે છે.  તેની કંપની, Pixie Fidgets, બાળકોના રમકડાં, કપડાં અને એસેસરીઝ વેચે છે. તે ચાઈલ્ડ ઈનફ્લુએન્સર પણ છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તેની માતા રોક્સી દ્વારા હેન્ડલ કરવામાં આવે છે.

ધ સનના અહેવાલ મુજબ, પિક્સી 72 કરોડથી વધુની સંપત્તિના માલિક છે. એવું કહેવાય છે કે તે 15 વર્ષની ઉંમરે નોકરીમાંથી નિવૃત્તિ લેશે. તે યુરોપમાં પ્રાઈવેટ જેટ લઈને વેકેશન પર જાય છે. વડીલોની જેમ ત્વચાને સુધારે તેવી સારવાર લે છે. તેની પાસે લક્ઝરી કાર છે. ઇન્સ્ટાગ્રામ પર પિક્સીના 136,000 થી વધુ ફોલોઅર્સ છે. જોકે ઘણા લોકો તેની જીવનશૈલીની ટીકા પણ કરે છે.

પિક્સીની માતા પણ આવી જ લાઈફ સ્ટાઇલ જીવે છે. તે તેની દીકરી માટે કાર પાછળ £193,000 (આશરે રૂ. 2 કરોડ) ખર્ચી ચૂકી છે, જેમાં £43,000 (આશરે રૂ. 44 લાખ)ની મર્સિડીઝ બેન્ઝનો સમાવેશ થાય છે. રોક્સી કહે છે, ‘દેખીતી રીતે તે આ વાહનો ચલાવતી નથી. તેના ભાઈની જેમ, તે તેનો ઉપયોગ માત્ર શાળાએ જવા અને અન્ય કોઈ કામ માટે કરે છે. “સડકો પર મૃત્યુની સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી જો તેનો અર્થ એ છે કે વધારાની સલામતી સુવિધાઓ ધરાવતી કાર ખરીદવી, તો હું તે કરીશ,”

Niraj Patel
Exit mobile version