જ્યોતિષ શાસ્ત્રમાં દૂધનું ખુબ મહત્વ જણાવામાં આવ્યું છે.રાહુને પણ નિયંત્રણમાં રાખવા માટેનું સૌથી સારું સાધન દૂધને ગણવામાં આવ્યું છે.જ્યોતિષસાસ્ત્રના આધારે જો તમારી સાથે વારંવાર દુર્ઘટનાઓ થઇ રહી છે તો અહીં જણાવેલા ઉપાયો તમારા માટે મદદરૂપ થઇ શકે છે.એવામાં જ્યોતિષશાસ્ત્રના આધારે આજે અમે તમને દુધના એવા જ અમુક ઉપાયો જણાવીશું જે તમારા ભાગ્યને પણ બદલાવી શકે છે.

1.જો જીવનમાં કંઈપણ યોગ્ય રીતે ચાલી રહ્યું ન હોય અને કરવામાં આવેલા પ્રયત્નો કે કાર્યોનું ઇચ્છિત ફળ નથી મળી રહ્યું તો ઘર કે પછી કોઈ જળ સ્ત્રોતની પાસે કાચું દૂધ મુકો. આ ઉપાય તમારા જીવનની સમસ્યાઓનું સમાધાન લાવી દેશે.

2.જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમારી સાથે કે પછી પરિવારના કોઈ અન્ય સદસ્યની સાથે લગાતાર અકસ્માત થઇ રહ્યા છે તો દરેક મંગળવારે 400 ગ્રામ જેટલા દૂધમાં ખાંડ અને ચોખા ભેળવીને નદીમાં પધરાવી દો, આ સમસ્યાના સમાધાન માટે દૂધનો આ ઉપાય એકદમ કારગર સાબિત થાશે.

3. જો આર્થિક સમસ્યાથી ચિંતિત થઇ રહ્યા છો તો રોજ રાતે એક ગ્લાસ દૂધને માથાની બાજુમાં રાખીને સૂવું જોઈએ અને સવારે તેને બબૂલના ઝાડ પર પધરાવી દો.જ્યોતિષશસાસ્ત્ર અનુસાર આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે.

4.હિન્દૂ ધર્મમાં પણ એ જણાવામાં આવ્યું છે કે પીપળાના ઝાડ પર પિતૃઓ અને દરેક દેવતાઓનો વાસ હોય છે માટે દૂધમાં ઘી અને ખાંડ મિક્સ કરીને પીપળાના મૂળમાં પધરાવી દો.આવું કરવાથી પિતૃઓની સાથે સાથે દરેક દેવતાઓ અને લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન-વૈભવમાં વધારો થાય છે.

5. જો તમારી કુંડળીમાં કોઈપણ પ્રકારનો દોષ છે તો લગાતાર સાત સોમવાર સુધી શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર કાચું દૂધ ચઢાવો જેનાથી ગ્રહની દિશા બદલાઈ જાય છે અને દોષથી મુક્તિ મળે છે.

6. જો તમારી કુંડળીનો સ્વામી અશુભ છે તો દૂધ માં ખાંડ,કેસર કે હળદર મિક્સ કરો અને ૐ નમઃ શિવાયનું ઉચ્ચારણ કરતા તેને સાંજના સમયે ભગવાનને અર્પણ કરો જેનાથી સ્વામીની નકારાત્મક્તા દૂર થઇ જાશે અને સકારાત્મક્તાનું વહન થાશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks