અજબગજબ

દુનિયાના એવા દેશ જ્યાં મિલેટ્રીમાં જોડાવવું ફરજીયાત છે, કારણો જાણીને તમે પણ ચોંકી ઉઠશો

આપણા દેશમાં ભારતીય સેના માટે સૌના દિલમાં માન છે, અને ઘણા યુવાનો ભારતીય સેનામાં જોડાવવા પણ માંગે છે, પરંતુ સ્પર્ધત્મક અને શારીરિક કસોટીમાં તે પાસ ના થવાના કારણે તેમનું સપનું અધૂરું પણ રહી જાય છે. ભારતીય સેનાએ દ્વારા જ સામાન્ય માણસો પણ આર્મીમાં જોડાઈ શકે તે હેતુ માટે આર્મી એપ્રેન્ટીસની સુવિધા શરૂ કરવાનું વિચાર કર્યો છે, જે અંતર્ગત સામાન્ય લોકો પણ આર્મીની તાલીમ લઇ શકે છે.

Image Source

પરંતુ દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં સેનામાં જોડાવવું અનિવાર્ય જ છે. આજે અમે તમને એવા કેટલાક દેશ વિષે જણાવીશું જ્યાં આર્મીમાં ફરિજયાત જોડાવવું પડે છે.

Image Source

ઈઝરાઈલ:
છે જ્યાં માત્ર પુરુષો જ નહિ મહિલાઓને પણ આર્મીની તાલીમમાં જોડાવવું અનિવાર્ય છે. પુરુષો  ઇઝરાયેલી રક્ષાબળમાં 3 વર્ષ અને મહિલાઓ બે વર્ષ સુધી સેવા આપે છે. આ  નિયમ ઈઝરાઈલના બધા જ નાગરિકો માટે લાગુ પડે છે. કેટલાક નવા પ્રવાસીઓ અને કેટલાક ધાર્મિક સમુહોને મેડિકલ આધારે છૂટ આપવામાં આવે છે.

Image Source

બ્રાઝીલ:
બ્રાઝિલમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે મિલેટ્રીમાં જોડાવવું અનિવાર્ય છે. અને આ 10-12 મહિના માટે હોય છે. તેમાંથી લોકો માત્ર સ્વાસ્થ્યના કારણોને લઈને રજા મેળવી શકે છે. જો તમે કોઈ યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહ્યા છો તો તમે પછીથી આર્મીમાં જોડાઈ શકો છો. ઘણીવાર વધારે પડતા 18થી વધુના ઉંમરના લોકો જોડાવવાના કારણે ભરતીને રોકવામાં પણ આવે છે. બ્રાઝિલમાં પણ મિલેટ્રીમાં જોડાતા પહેલા શારીરિક ટેસ્ટ આપવો ફરજીયાત છે.

Image Source

દક્ષિણ કોરિયા:
દક્ષિણ કોરિયામાં મિલેટ્રીમાં જોડાવવા માટે ખુબ જ સખત નિયમો છે. દરેક સાક્સઝ્મ પુરુષોને સેનામાં 21 મહિના, નૌસેનામાં 23 મહિના અને વાયુસેનામાં 24 મહિના સુધી સર્વિસ કરવી પડે છે.ઘણા લોકોને તેમાંથી છૂટછાટ પણ આપવામાં આવે છે જેમાં એશિયન ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવનાર, પોલીસ ફોર્સ જોઈન કરનાર, કોસ્ટ ગાર્ડ, ફાયર સર્વિસ સહીત કેટલીક સરકારી સેવામં જવા માટે પણ તેમની પાસે વિકલ્પ રહે છે.  સૈન્યમાં સેવા કરવી પડે છે જેમાં પુરુષોએ 11 લગભગ વર્ષ અને મહિલાઓ માટે 7 વર્ષ.

Image Source

તુર્કી:
તુર્કીમાં પણ 20 વર્ષથી વધુના યુવકો માટે મિલેટ્રી સર્વિસ અનિવાર્ય છે. કેટલાક અપવાદોમાં જો તમે ભણી રહ્યા છો તો પછીથી પણ સર્વિસ કરી શકો છો. તુર્કીના જે લોકો ત્રણ વર્ષથી વિદેશમાં વસવાટ કરી રહ્યા છે તે લોકો એક નિશ્ચિત ફીસ આપીને સૌય સેવામાંથી છૂટ મેળવી શકે છે. મહિલાઓ માટે સેનામાં જોડાવવું અનિવાર્ય નથી, પરંતુ તે મિલેટ્રી ઓફિસર બની શકે છે.

Image Source

રુસ:
રૂસમાં 18થી 27 વર્ષના ઉંમરના લોકો માટે 12 વર્ષ સુધી સેનામાં જોડાવવું અનિવાર્ય છે. કેટલાક કિસ્સાઓમાં છૂટ પણ આપવામાં આવે છે અને ઘણા લોકો બચવાના બહાના પણ શોધતા હોય છે. ઘણા લોકો જાણી જોઈને આગળ અભ્યાસ કરતા રહે છે જેના કારણે તેમને સેનામાં ના જોડાવવું પડે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.