મીકા સિંહને અબજોના એન્ટીલિયામાં માત્ર 10 મિનિટ પરફોર્મન્સના અધધધ કરોડ મળ્યા, હચમચી ઉઠશો જાણશો તો

10 મિનિટ માટે મીકાએ લીધા અધધધધધધધ કરોડ : ફી સાંભળીને કાન ફફડી જશે

બિલેનિયર મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની 29 ડિસેમ્બરના રોજ રાધિકા મર્ચેંટ સાથે સગાઇ થઇ હતી. અનંત અને રાધિકાની રોકા સેરેમની રાજસ્થાન સ્થિત શ્રીનાથજી મંદિરમાં સગાઈ થઇ હતી. જે બાદ તેઓ મુંબઇ પરત ફર્યા અને અંબાણી હાઉસ એન્ટીલિયા ખાતે અનંત અને રાધિકા માટે ગ્રેન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. સિંગર મીકા સિંહે આ સાંજને પોતાના ગીતોથી મંત્રમુગ્ધ કરી દીધી હતી.

મિકા સિંહે આ પાર્ટીમાં પોતાનું જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. જ્યારે આ માટે તેણે જે ફી ચાર્જ કરી હતી તે સાંભળી ચોક્કસપણે તમે ચોંકી જશો. મીડિયા અહેવાલો અનુસાર, મીકા સિંહે અનંત અંબાણીની સગાઈ સેરેમનીમાં દસ મિનિટના પરફોર્મન્સ માટે 1.5 કરોડ રૂપિયા લીધા હતા. જો કે, આટલી તગડી ફી અંબાણી પરિવારના કોઇ ફંક્શન કે પાર્ટીમાં આવશ્યક છે. સાથે જ બોલિવૂડના ટોચના કલાકારોને પણ આ પાર્ટી માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.

મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણીના લગ્ન વખતે પણ મિકાએ પોતાના પરફોર્મન્સથી ચાર ચાંદ લગાવી દીધા હતા. જણાવી દઇએ કે, મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઇ એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થઇ છે. રાધિકાના બિઝનેસમેન પિતા વિરેન મર્ચન્ટ મુખ્યત્વે ગુજરાતના કચ્છના છે.

તેઓ ADF ફૂડ્સ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેમજ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના CEO અને વાઇસ ચેરમેન છે. વીરેન મર્ચેંટને બે દીકરીઓ રાધિકા અને અંજલિ છે. જ્યારે, વિરેન મર્ચન્ટની પત્ની શૈલા પણ એક બિઝનેસવુમન છે અને તે એન્કોર પ્રાઈવેટ લિમિટેડમાં ડિરેક્ટર છે. રાધિકા પણ આ જ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે. અંબાણી અને મર્ચેંટ પરિવારો એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina