ઢોલીવુડ મનોરંજન

ખાટા-મીઠા સંબંધોની વાત લઈને આવતી ફિલ્મ “ગોળકેરી”નું પ્રથમ ગીત થયું રિલીઝ, પહેલા ગીતથી જ મચવા લાગી છે ધૂમ, ક્લિક કરી અને વાંચો ફિલ્મ વિશે, અને નિહાળો તમને પણ ઝૂમવી દે એવું ગીત..

હાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ યંગ જનરેશનને પસંદ આવે એ પ્રકારની ગુજરાતી ફિલ્મો બનાવી રહી છે. થોડા સમય પહેલા રિલીઝ થયેલી “લવની ભવાઈ” હોય કે “ચાલ જીવી લઈએ” હોય કે પછી “મોન્ટુની બિટ્ટુ” જ કેમ ના હોય. આ ફિલ્મમાં કંઈક નવી જ સ્ટોરી હોય છે જે જુવાન હૈયાઓના હૃદયને સ્પર્શી જાય છે. હાલમાં જ રીલીઝ થયેલી “લવની લવ સ્ટોરીસ” ફિલ્મ પણ કંઈક આવી છે. પરંતુ 28 ફેબ્રુઆરીએ એક એવી ફિલ્મ આવી રહી છે જેની ગુજરાતીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

આ ગુજરાતી ફિલ્મનું નામ છે ‘ગોળકેરી.’ આ ફિલ્મમાં ગુજરાતીઓનો લાડલો મલ્હાર ઠાકર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ પ્રેમસંબંધ પર આધારિત છે. પરંતુ જિંદગીમાં એક નાજુક વળાંક આવવાને કારણે પ્રેમસંબંધ તૂટી જાય છે. આ સંબંધ તૂટી જવાને કારણે માતાપિતાનો તેની અતરંગ જિંદગીમાં પ્રવેશ થાય છે.ફિલ્મનું ગીત હજુ રિલીઝ થયાને 24 કલાક પણ પુરા નથી થયા ત્યાં આ ગીતને લાખો લોકો દ્વારા જોવામાં પણ આવી ગયું અને આ ગીત લોકોને એટલી હદ સુધી પસંદ આવવા લાગ્યું છે કે પોતાના સ્ટેટ્સ અને સ્ટોરીમાં પણ ઘણાં જ લોકોએ મૂકી પણ દીધું છે.

જો “ગોળકેરી” ફિલ્મની વાત કરવામાં આવે તો તે આજના સમયને અનુરૂપ જ બનાવામાં આવી છે. આજની યંગ જનરેશનની ફેશન સ્ટાઇલ, તેના વિચારો, તેની મુશ્કેલીઓ અને તેના વલણને ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તો બીજી તરફ ફિલ્મના ગીતની વાત કરવામાં આવે તો તે પણ આજના જમાના અને યંગ જનરેશનને અનુરુપ જ બનાવવામાં આવ્યા છે.

આ ફિલ્મમાં સાહિલની ભૂમિકા મલ્હાર ઠાકર અને હર્ષિતા તરીકે માનસી પારેખ કે જેઓએ બોલીવુડમાં અને ઘણી હિન્દી ધારાવાહિકમાં કામ કર્યું છે એ અભિનેત્રી માનસી પારેખ મુખ્ય ભૂમિકામાં છે. જયારે સાહિલના માતા-પિતા તરીકે વંદના પાઠક અને સચિન ખેડેકર જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Manasi Parekh (@manasi_parekh) on

‘ગોળકેરી’ ફિલ્મમાં બૉલીવુડમાં પોતના જાજરમાન અવાજ અને કર્ણપ્રિય ગીતથી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર પ્રખ્યાત ગાયક મિકા સિંગે તેના સૂર પાથર્યા છે. મિકા સિંગે પહેલીવાર આ ફિલ્મમાં ગુજરાતી ગીત ગાઈને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કર્યો છે. બોલીવુડમાં જેને પોતાના ગીતોથી લોકોને મન મુકીને ઝુમાવ્યા છે, માત્ર બૉલીવુડ જ નહીં, પરંતુ ઘણી બધી ભાષાઓમાં એક આગવો અવાજ અને મનમોહક રીતે ગાઈને જેને કરોડો લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી એવા મિકા સિંગ માટે ગુજરાતી ગીત ગાવું એ ઘણું જ મહત્વનું હતું. મિકા સિંગ ઘણા સમયથી કોઈ એવું ગીત શોધી રહ્યા હતા જે ગાવાથી તેમના અવાજ ઉપર ગુજરાતીઓ પણ ઝૂમી ઉઠી અને આ તક તેમને ફિલ્મ “ગોળકેરી”માં મળી.

આ બાબતે મિકા સિંગે ઉત્સાહભેર જણાવ્યું હતું કે, “હું છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ભાષામાં ગીત ગાવાની તક શોધતો હતો. મેં અત્યાર સુધીમાં ઘણી ભાષામાં ગીત ગાયા છે પરંતુ મને હંમેશા એક વાત ખટકતી રહેતી હતી કે, મારે મારા ગુજરાતી ચાહકો માટે પણ એક ગીત ગાવું જોઈએ. હું જયારે પણ વિદેશમાં પ્રવાસ પર જાઉં છું ત્યારે હું મારા ટ્રેક્સ ગાવ છું. હવે આ ટ્રેક્સમાં એક ધમાકેદાર ગુજરાતી ગીતનો ઉમેરો થશે તેનો મને અતિશય આનંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Golkeri (@golkeri.film) on

આ સાથે જ મિકા સિંગે જણાવ્યું હતું કે, “મને આ ગીત ગાવાની સાથે ગીત કમ્પોઝ કરવાની પણ તક મળી છે. ‘ગોળકેરી’ ફિલ્મનું ગીત “સોણી ગુજરાતની”માં મારી સાથે પાર્થિવ ગોહિલ પણ જોડાયા છે. મને આશા છે કે, મારુ અને પાર્થિવ ગોહિલનું આ ગીત દર્શકોને પસંદ આવશે.
‘સોણી ગુજરાતની’ ગીત બાબતે પાર્થિવ ગોહિલે જણાવ્યું હતું કે, “મિકા સિંગ સુપર સ્ટાર તો છે સાથે જ મારા પ્રિય મિત્ર પણ છે. અમે છેલ્લા ઘણા સમયથી ગુજરાતીમાં કોઈ ગીત બનાવવાનો વિચાર કરી રહ્યા હતા પરંતુ કોઈને કોઈ કારણોસર ગુજરાતી ગીત બનાવી શક્યા નહોતા. પરંતુ જયારે ‘ગોળકેરી’ ફિલ્મ આકાર લઇ રહી હતી ત્યારે અમે આ તક ઝડપી લીધી હતી. મેં અને મિકા સિંગ ‘સોણી ગુજરાતની’ ગીત ગાવાનું બીડું ઝડપી લીધું હતું. આ ગીતમાં ફેન્સને મીકાના આગવા અંદાજનો, સ્વરાંકનનો અને ગાયકીનો ત્રિવેણી સંગમ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Parthiv Gohil (@parthivgohil9) on

‘સોણી ગુજરાતની’ આ ગીત યુ ટ્યુબ પર રિલીઝ થઇ ગયું છે. ગુજરાતીઓ હવે આતુરતાથી ફિલ્મ “ગોળકેરી”ની રાહ જોવા લાગ્યા છે ત્યારે આ ફિલ્મ રિલીઝ થવાની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. “ગોળકેરી” 28 ફેબ્રુઆરીએ રિલીઝ થશે, સાથે ફિલ્મનું ટ્રેલર પણ 7 ફેબ્રુઆરીએ આવી રહ્યું છે ત્યારે આ ફિલ્મને લઈને ઘણાં જ લોકો ઉત્સાહિત જોવા મળે છે.’ગોળ કેરી’ ફિલ્મ આગામી 28 ફેબ્રુઆરીથી સિનેમા ઘરમાં ધૂમ મચાવશે.

મલ્હારના ચાહકો માટે આ ગીતમાં મલ્હારને પહેલીવાર એક નવા અંદાઝમાં જોવો એ પણ એક લાહવો છે. ગીતના તાલે ઝૂમતા મલ્હારને આ ગીતમાં જોઈને તમે એના ફરી એકવાર દિવાના ચોક્કસ થઈ જશો.ફિલ્મમાં ગુજરાતના સુપરસ્ટાર મલ્હાર ઠાકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે તેમજ બોલીવુડમાં અને ઘણી હિન્દી ધારાવાહિકમાં જેને કામ કર્યું છે એ અભિનેત્રી માનસી પારેખ પણ મુખ્ય ભૂમિકામાં છે. “ગોળકેરી” ફિલ્મમાં માતા-પિતાની ભૂમિકા તરીકે હિન્દી ફિલ્મ જગત અને મરાઠી નાટકોમાં જેની આજેપણ બોલબાલા છે એવા પ્રકાશ ખેડકર પણ આ ફિલ્મમાં જોવા મળવાના છે તેમની સાથે વંદના પાઠક પણ પોતાના અભિનયનો જાદુ પાથરશે.
આ ફિલ્મ આજના યુવાન હૈયાઓના દિલમાં ઉઠતા પ્રેમ અને પછી તૂટતા સંબંધોની વાત લઈને આવે છે. એક માતા-પિતા તરીકે પોતાના સંતોનોના બ્રેકઅપમાં કેવી રીતે સાચવી જાણવા તેની સુંદર વાત આ ફિલ્મમાં રજૂ કરવામાં આવશે.

આ ફિલ્મને સોલ સૂત્રના નિર્દેશન હેઠળ બનાવવામાં આવી છે. વિરલ શાહના સફળ દિગ્દર્શનમાં આ ફિલ્મેં આકાર લીધો છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, માનસી પારેખ, સચિન ખેડેકર અને વંદના પાઠક જેવા ખ્યાતનામ કલાકારોનો અભિનય જોવા મળશે. આ ફિલ્મ અમાત્ય ગોરડિયા-વિરલ શાહ દ્વારા લખવામાં આવી છે.

28મી ફેબ્રુઆરીએ ખાટા મીઠા સંબંધોની વાત લઈને આવતી ફિલ્મ “ગોળકેરી”ની હવે કાગડોળે રાહ જોવાય છે.
આ ફિલ્મમાં કિરૂણ પરિહાર લિખિત ગીત “સોણી ગુજરાતની”નું મ્યુઝિક કમ્પોઝ મિકા સીંગ અને પાર્થિવ ગોહિલે કર્યું છે. તો ફિલ્મનું બીજું ગીત સ્નેહા દેસાઈ લિખિત ‘અમસ્તું અમસ્તુ’ ગીતનું મ્યુઝિક કમ્પોઝ ઋષિકેશ, સૌરભ અને જસરાજે કર્યું છે.

મિત્રો આ ફિલ્મ તમે કોની સાથે જોવા માંગો છો તે અચૂક કમેન્ટમાં જણાવો.
‘ગોળ કેરી’ ફિલ્મ વિષે તમામ અપડેટ્સ માટે GujjuRocks વાંચતા રહો….

ફેસબુક ઉપર અમુક કલાકોમાં જ આ ગીતને લાખો લોકો એ જોયું અને દર્શકોને ખુબ જ પસંદ આવ્યું..
‘સોણી ગુજરાતની’ ગીતને સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.