મનોરંજન

કંગના રનૌતના નિવેદનથી નારાજ થયો મિકા સિંહ, કહ્યું કે-તને શરમ આવવી જોઈએ

બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત કોઈને કોઈ મામલે ચર્ચામાં રહે છે. કંગનાએ ટ્વીટ કરીને કિસાન આંદોલનમાં શામેલ થયેલ વૃદ્ધ મહીલોને સીએએસ પ્રોટેસ્ટની બિલકિસબાનો કહ્યું છે. આ ટ્વીટ બાદ મામલો વધી ગયો છે. કંગનાને એક્ટર અને સિંગર દિલજિત દોસાંઝ સાથે બોલાચાલી થઇ ગઈ હતી. હવે જાણીતા સિંગર મિકા સિંહે કંગના રનૌતના નિવેદનને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

મિકા સિંહે તેના ટ્વીટર પર વૃદ્ધ મહિલાની તસ્વીર શેર કરી છે. આ સાથે જ લખ્યું હતું કે, મારા મનમાં કંગના રનૌત માટે ઘણું સમ્માન હતું, તેની ઓફિસમાં તોડફોડમાં મેં સમર્થનકર્યું હતું. મને હવે લાગે છે કે હું ખોટો હતો. કંગના એક મહિલા હોવાને કારણે વૃદ્ધ મહિલાને સમ્માન આપવું જોઈએ. જો તેને સભ્યતા હોય તો માફી માગે. શરમ આવી જોઈએ.

જણાવી દઈએ કે, કંગનાએ ટ્વીટમાં દાવાઓ કર્યો છે કે,જે દાદી કિસાન પ્રદર્શનમાં શામેલ થઇ છે અને બાદમાં કહ્યું હતું કે, 100 રૂપિયા માટે ક્યાંય પણ જઈ શકે છે.  આ અંગે ટ્રોલ થયા બાદ કંગનાએ ટ્વીટ ડિલિટ કરી દીધી હતી.દિલજિત દોસાંઝએ કંગનાને આડે હાથ લીધી હતી. દિલજિતે મહિન્દર કૌર નામની દાદીનો વિડીયો શેર કરીને સત્ય હકીકત જણાવી હતી.

આ બાદ કંગનાએ દિલજિતને કરણનો પાલતુ કૂતરો ગણાવ્યો હતો. આ બાદ કંગનાએ ઘણા આરોપ લગાવ્યા હતા. કંગનાએ દિલજિત પર ચમચાગીરીનો આરોપ લગાવ્યો હતો. આ બાદ એક્ટરે તેના પર પલટવાર કરતા બહેસ વધી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

એક્ટ્રેસે ટ્વિટર પર કેટલીક ટ્વીટ કરીને કહ્યું છે કે, તે ખેડૂતોની સાથે છે અને તે પહેલા પણ ખેડૂતોના શોષણ અને સમસ્યાઓ સામે અવાજ ઉઠાવતી આવી છે.