મનોરંજન

જાણો કોણ છે મિહિકા બજાજ જે બનવાની છે બાહુબલીના ‘ભલ્લાલ દેવ’ની દુલ્હનિયા, સોનમ કપૂર સાથે છે ખાસ કનેક્શન

બાહુબલીના પ્રભાસની તો ખબર નહીં પરંતુ ભલ્લાલ દેવ એટલે કે, રાણા દગ્ગુબુટીએ તેની દુલ્હનિયા પસંદ કરી લીધી છે. આ વાતનું એલાન તેને સોશિયલ મીડિયા દ્વારા કર્યું હતું. રાણાની આ જાહેરાત બાદ બધા જ લોકો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. બૉલીવુડ અને દક્ષિણ ભારતીય સિનેમાના બધા જ સેલિબ્રિટીઓ રાણાને તેની આ શરૂઆત માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

રાણાએ મિહિકા બજાજ સાથે તેની ઇન્સ્ટાગ્રામ પર એકે તસ્વીર શેર કરી છે. જેમાં બંને હસી રહ્યા છે. રાણાએ આ સાથે જ લખ્યું હતું કે, અને તે હા પાડી દીધી. આ એલાન બાદ સોશિયલ મીડિયામાં શુભેચ્છા પાઠવી રહ્યા છે.

 

View this post on Instagram

 

And she said Yes 🙂 ❤️#MiheekaBajaj

A post shared by Rana Daggubati (@ranadaggubati) on

રાણાને રામ ચરણ, શ્રુતિ હાસન, હંસિકા મોટવાણી, અનિલ કપૂર, કિયારા અડવાણી,તમન્ના ભાટિયા, દુલકર સલમાન, કાજલ અગ્રવાલ, કુર્તી ખરબંદા સહીત તમામ સેલેબ્સે શુભેચ્છા પાઠવી હતી.જણાવી દઈએ કે રાણા દગ્ગુબતીએ તેની લવ લાઇફને ઘણું છુપાવ્યું હતું અને હવે તેણે આ રિલેશનશિપ જાહેર કરી દીધી છે. મિહિકા બજાજ એક ઉદ્યોગસાહસિક છે જે હૈદરાબાદમાં ધંધો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by miheeka (@miheeka) on

મિહિકાની ઇવેન્ટ મેનેજમેન્ટ અને ડેકોર કંપની છે જેનું નામ ડીયુ ડ્રોપ ડિઝાઇન સ્ટુડિયો છે. મિહિકાએ મુંબઇથી ઇન્ટિરિયર ડિઝાઇનમાં ડિપ્લોમા મેળવ્યો છે, જ્યારે લંડનની ચેલ્સિયા યુનિવર્સિટીમાંથી આર્ટ એન્ડ ડિઝાઇનમાં એમ.એ. કર્યું છે. મિહિકા બોલિવૂડમાં સોનમ કપૂરની સારી મિત્ર છે અને તે તેના લગ્નમાં પણ હાજર હતી.

રાણા વિશે વાત કરીએ તો તેણે અભિષેક બચ્ચનની ફિલ્મ દમ મારો દમથી હિન્દી સિનેમામાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં રાણાઅને બિપાશા બાસુ સાથે જોવા મળ્યા હતા. પડદાની બીજી બાજુ પણ ચર્ચામાં હતી. તે પછી તે ડિપાર્ટમેન્ટ, યે જવાની હૈ દીવાની અને બેબીમાં દેખાયો. રાણે બૉલીવુડ કરિયરમાં અસલી પ્રસિદ્ધિ 2015માં આવેલી બાહુબલી- ધ બિગિનિંગથી મળી હતી. જેમાં તેને ભલ્લા દેવનો રોલ નિભાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by miheeka (@miheeka) on

મિહિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે પરંતુ તેના રિલેશનશિપની કોઈ તસ્વીર તેણે રાના સાથે શેર કરી ના હતી. મિહિકા બજાજને હોર્સ રાઇડિંગ પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by miheeka (@miheeka) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.