ખબર

તો શું સરકાર મજૂરો પાસેથી રેલેવેનું ભાડું લેશે? આખરે ખુલ્યું રાઝ, સરકારે કરવો પડ્યો લૂલો બચાવ

હાલ દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશમાં કોરોના કેસને કારણે દેશમાં ત્રીજી વાર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં ત્રીજી વાર લોકડાઉન થતા મજૂરો તેના વતન જવા રવાના થયા છે. દેશમાં ચાલી રહેલી મહામારીમાં ઘણા મજૂરો લાંબા સમય સુધી ફસાયેલા હતા. હવે તેમને એક મહિના પછી ઘરે જવા મળી રહ્યું છે.

કોરોના વાયરસના કારણે આચાનક લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે ઘણા મજૂરો દેશભરમાં ઠેર ઠેર ફસાઈ ગયા છે, અને હવે આ રોજ બરોજનુ કમાઈને જીવન જીવતા મજૂરોની હાલત કફોળી બની છે.

આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે એલાન કર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી તમામ જરૂરિયાતવાળા મજૂરોની રેલવે ટિકિટનો ખર્ચ ઉપાડશે. સોનિયા ગાંધીએ આ અંગે ટ્વીટ કર્યું હતું.

સોનિયા ગાંધીએ કહ્યું છે કે, ‘કામદાર અને કામદારો દેશની કરોડરજ્જુ છે. તેમની મહેનત અને બલિદાન એ રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. માત્ર ચાર કલાકની નોટિસ પર લોકડાઉન થવાને કારણે લાખો મજૂરો અને મજૂરો ઘરે પાછા ફરવા વંચિત રહ્યા હતા. 1947 ના ભાગલા બાદ દેશમાં પહેલીવાર આ આઘાતજનક દ્રશ્ય જોયું કે હજારો મજૂરો અને કામદારોને સેંકડો કિલોમીટર ચાલીને ઘરે પરત ફરવાની ફરજ પડી હતી. રેશન નહીં, પૈસા નહીં, દવાઓ નહીં, સાધન નહીં, પણ ફક્ત ગામમાં પાછા ફરવાની પ્રતિબદ્ધતા.

વધુમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને આપણી ફરજ માનીએ છીએ અને ગુજરાતના એક જ કાર્યક્રમમાં સરકારી તિજોરીમાંથી 100 કરોડ મેળવીએ ત્યારે વિમાનો દ્વારા મફતમાં પાછા લાવી શકીએ છીએ. જ્યારે રેલ્વે મંત્રાલય વડા પ્રધાનના કોરોના ફંડમાં 151 કરોડનું રોકાણ કરે છે ત્યારે પરિવહન અને ખાદ્ય વગેરેમાં ખર્ચ કરી શકે છે. તેમને આપી શકે છે, તો આ વિનાશની ઘડીમાં મફત રેલ મુસાફરીની સુવિધા કેમ આપી શકતા નથી?

ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મજૂરોના ભાડા રેલવે પાસે વસૂલવા ઉપર સવાલો ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને કહ્યું છે કે રેલવે મંત્રાયલ પીએમ એકેયર્સ ફંડમાં કરોડોનું દાન કરી રહી છે અને મજૂરો પાસે ભાડા વસૂલી રહી છે.

આ બાબતે સોમવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં રાજનીતિ જગતમાં અને મીડિયા જગતમાં હોવબળો મચી ગયો હતો, રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકાર ઉપર નિશાન સાધતા સ્પષ્ટ લખ્યું હતું કે: “એક તરફ રેલવે બીજા રાજ્યોમાં ફસાયેલા મજૂરો પાસે ટિકિટનું ભાડું વસૂલી રહી છે તો બીજી તરફ રેલ મંત્રાલય પીએમ કેયર ફંડમાં 151 કરોડ રૂપિયાનું દાન આપી રહી છે. આ ગૂંચવણ ઉકેલો”

કોવીડ ૧૯ વાયરસનાં સંક્રમણને ફેલાતુ રોકવા માટે જાહેર લોકડાઉનમાં ફસાયેલા લોકોને ઘરે પહોંચાડાવા માટે રેલવે તરફથી ભાડું બાબતે રાજનીતિ તેજ બની છે. આજે સવારથી પરપ્રાંતિય મજૂરોને પોતાના વતન પરત મોકલવા માટે આવેલી સ્પેશિયલ ટ્રેનો માટે મજૂરો પાસેથી ટિકિટનું ભાડું લેવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, આખરે અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી જ દીધું. સરકારે કહ્યું છે કે મજૂરો પાસે ટિકિટના રૂપિયા લેવાના નથી અને તેનો 85 ટકા ખર્ચ રેલવે અને 15 ટકા ખર્ચ સ્ટેટ ગવર્મેન્ટ આપશે. નોંધનીય છે કે લોકડાઉનના કારણે ફસાઈ ગયેલા પરપ્રાંતિય મજૂરો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

સેન્ટ્રલ ગવર્મેન્ટ વધુમાં કહ્યું છે કે એક કે બે રાજ્યો સિવાય મજૂરોને પોતાના વતન પહોંચાડવાની પ્રક્રિયા રાજ્યો સાથે મળીને કરી રહ્યા છે. શું પરપ્રાંતિય મજૂરોને ટિકિટના રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું છે તે અંગે પૂછતા સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ અગ્રવાલે કહ્યું હતું કે જ્યાં સુધી પરપ્રાંતિય મજૂરોનો સવાલ છે તો ગાઈડલાઈન્સમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે લોકડાઉનના કારણે લોકો જ્યાં છે ત્યાં જ રહે.

દેશની આજની કોરોના અપડેટ
દેશમાં કોવીડ ૧૯ વાયરસની સ્થિતિ અંગે માહિતી આપતા લવ અગ્રવાલે કહ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 1074 લોકો સાજા થયા છે. એક દિવસમાં સાજા થયેલા સૌથી વધુ દર્દીઓ છે. પ્રેઝન્ટ રિકવરીનો દર 27.52 % છે. છેલ્લા 24 કલાકમાં 2,553 કોરોનાના નવા કેસ આવ્યા છે જેના કારણે કુલ કેસની સંખ્યા 42,533 પર પહોંચી ગયો છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 29,453 છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.