મનોરંજન

જયારે સોનુ સુદ ફસાઈ ગયો બાળકીની ફરમાઈશમાં, જુઓ મજેદાર વિડીયો

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ આ દિવસોમાં પોતાના કામથી લોકોના દિલો પર રાજ કરી રહ્યો છે. સોનુ મુંબઇમાં ફસાયેલા જુદા જુદા રાજ્યોના પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે સતત મદદ કરી રહ્યો છે.

Image Source

આ સાથે જ સોનુ સુદ સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ છે. સોનુ લોકોના પ્રશ્નોના સતત જવાબ આપી રહ્યો છે. તાજેતરમાં, એક યુઝર્સ એક નાની છોકરીનો વિડિઓ શેર કર્યો છે, જેમાં તે એક સવાલ પૂછે છે. સોનુએ હવે આ ક્યૂટ બાળકીના સવાલનો જવાબ આપ્યો છે.

યુઝર્સે ટ્વિટર પર એક વિડિઓ પોસ્ટ કરી છે, જેમાં તે સોનુ સૂદને બાળકની માંગ પૂર્ણ કરવા માટે કહી રહ્યો છે. આ વીડિયોમાં નાનકડી બાળકી કહી રહી છે કે, ‘સાંભળ્યું છે કે તમે બધાને ઘરે મોકલી રહ્યા છો? પપ્પા પૂછે છે કે તમે મમ્મીને નાનીના ઘરે મોકલી શકો છો? કૃપા કરી મને કહો. જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે, , “હવે તે ખૂબ જ પડકારજનક છે .. હું મારો શ્રેષ્ઠ પ્રયત્ન આપવાનો પ્રયત્ન કરીશ.”

આ પહેલા પણ સોનુ સૂદે ચાહકોના ઘણા રમૂજી સવાલોના જવાબ આપ્યા છે. એક યુઝરે ટ્વિટર પર લખ્યું, ‘શું સોનુ સૂદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પછીનો રજનીકાંત છે.’ આ અંગે સોનુ સૂદે કહ્યું, ‘હું હંમેશાં સામાન્ય માણસ બનવા માંગું છું. આ અભિનેતાના જવાબથી દરેકનું દિલ જીતી ગયું. તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થયું હતું.

પહેલા પણ તેના ટ્વીટર પર એક મેસેજ જોવા મળ્યો હતો જેમાં એક માતાએ સોનુ સુદનો આભાર વ્યક્ત કર્યો હતો. જેના જણાવ્યું હતું કેમ આજે તમારા કારણે જ અમો દીકરી મારી નજરની સામે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.