નીરવ પટેલ લેખકની કલમે

લોકડાઉનમાં તો છૂટ મળી ગઈ, વેપાર ધંધા પણ શરૂ થઇ ગયા, પરંતુ શું આર્થિક પરિસ્થિતિ પહેલા જેવી રહી છે ખરી?

કોરોના વાયરસના પ્રવેશ સાથે ઘણું બધું બદલાઈ ગયું, સામાન્ય જીવન વ્યવસ્થાથી લઈને આરોગ્ય સુધી બધું જ હવે જડમૂળથી બદલાવવા લાગ્યું છે, હવે તો બહાર નીકળતા પણ માસ્ક અને સૅનેટાઇઝર સાથે રાખવું પડે છે. પરંતુ આ બધામાં જો સૌથી વધુ કોઈ વસ્તુની અસર થઇ હોય તો તે છે, આર્થિક મહામારીની. આજે મોટાભાગના લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે આપણે કોરોના વાયરસને તો પહોંચી વળીશું, પરંતુ આર્થિક પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળાશે??

Image Source

ઘણા લોકોની કોરોના વાયરસના કારણે નોકરી છૂટી ગઈ છે, ઘણા લોકોના રોજગાર ધંધા બંધ થઇ ગયા, અને જેના શરૂ થયા છે એમને પણ હવે પહેલાની જેમ આવક નથી રહી, અરે ઘણા તો એવા પણ જેમને તો દુકાનના ભાડાની પણ પૂરતી રકમ નથી મળી રહી, આવા સમયમાં આ લોકોના માથે મોટી આફત આવીને ઉભી થઇ ગઈ છે.

Image Source

તો આ મુસીબતને પહોંચીવળાવા શું કરવું દરેકના મનમાં પ્રશ્ન છે. ખાસ કરીને મધ્યમવર્ગના લોકો જેમના માથે બેન્ક લોનના હપ્તા ચઢી ગયા છે, બેંક તરફથી તેમને અવાર નવાર ફોન આવ્યા કરે છે, અને મજબૂરીમાં એ વ્યક્તિને પોતાનો ફોન પણ બંધ રાખવો પડી રહ્યો છે.

Image Source

આ મુસીબતમાંથી કોણ ઉગારશે? ના આ સમસ્યા સરકારને દેખાઈ રહી છે, ના બીજા કોઈને, આ બધી જ સમસ્યાઓનો સામનો પોતાની જાતે જ કરવાનો છે, અને ઘણા લોકો આ જ સમસ્યાના કારણે ડિપ્રેશનમાં આવીને પોતાનું જીવન ટૂંકાવી પણ રહ્યા છે. અને ઘણા લોકો હજુ પણ આ ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હશે.

Image Source

આ સમયમાં એક પરિવાર અને પોતાની વ્યક્તિ સિવાય એકબીજાની મદદ કોઈ કરી શકે એમ નથી. મારુ માનવું છે કે સરકાર દ્વારા પણ આ બાબતે કોઈ યોગ્ય પગલાં લેવા જોઈએ, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડના પેકેજની પણ જાહેરાત કરી, પરંતુ આ પેકેજ પણ ક્યાં અને કેવી રીતે વહેંચાય છે તે પણ કોઈને નથી ખબર.

Image Source

આ મુશ્કેલીનો અંત ક્યારે આવશે એ તો કોઈને નથી ખબર, આવતા વર્ષે પણ પરિસ્થિતિ બદલાશે કે નહિ તેની પણ આપણને ખબર નથી. જે વેપાર-ધંધા બંધ થયા છે.  તે પહેલાની જેમ ધમધમતા થવામાં પણ હજુ ઘણો સમય લાગી જશે તેમ છે. દૂર દૂર સુધી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી.

Image Source

તમને પણ જો કોઈ રસ્તો દેખાતો હોય કે આ બાબતે કોઈ સલાહ સૂચન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો !!!

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.