પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. આ દુનિયામાં જો કઈ નિશ્ચિત છે તો એ છે પરિવર્તન, પરિવર્તનને ક્યારેય ટાળી નથી શકાતું. જો કે આ પરિવર્તન તમારા માટે સારું છે કે ખરાબ એ તો સમય જ બતાવે છે. આપણું ઘર, જીવનશૈલી અને બીજી ઘણી વસ્તુઓ આપણે આજ સુધીમાં બદલાતી જોઈ છે. સમય સાથે ઘણું બધું બદલાઈ જાય છે. ઉંમરની સાથે આદતો બદલાઈ જાય છે. એમ જ ઘરની નાની-નાની વસ્તુઓ પણ બદલાઈ જાય છે.

1. એ સમયે મિત્રો સાથે બેસીને PUBG નહિ, કેરમ રમતા. એમાં પણ દરેકના ઘરે કેરમ ન હતી, એટલા જેના ઘરે કેરમ હોય એ મિત્રના ઘરે બધા જ ભેગા થતા અને આખી રમત દરમ્યાન કોણ રાણી લઇ જશે એ વિશે ચર્ચાઓ થતી રહેતી.

2. એ સમયે બધા પાસે કોઈ પણ મ્યુઝિક એપ્લિકેશન ન હતી, ઓડિયો કેસેટ હતી. આ ઓડિયો કેસેટમાં રિપીટ મોડ પર એક જ ગીત સાંભળવા માટે એને પેન કે પેન્સિલની મદદથી રિવર્સ કરવી પડતી હતી. એ તો એને જ યાદ હશે જેને આવું કર્યું હશે.

3. કિ-બોર્ડવાળી વિડીયોગેમ આપણું પહેલું સ્માર્ટ ગેજેટ હતું. એ વખતે પ્લે સ્ટેશન તો હતા તો ખરા પણ એટલા મોંઘા હતા કે બધા જ આને ખરીદી શકતા ન હતા. વિડીયોગેમ પણ મોંઘી પડતી હતી તો પ્લેસ્ટેશન તો બહુ દૂરની વાત છે અને એ પણ પપ્પા પાસેથી જીદ કરીને લેવડાવતાં હતા.

4. એ વખતે ફેસબૂક ન હતું. કારણ કે એ વખતે ફેસ-ટુ-ફેસ મળતું હતું. સોશિયલ મીડિયાના બદલે કોમિક બૂક્સ હતી, જેની આપણે કરવા માટે મળવામાં આવતું હતું.

5. ઇન્કપેન બધાને જ યાદ હશે પણ હવે ઇન્ક પેનથી હાથ ગંદા કરવા કોઈને ગમતા નથી. અને એ વખતે તો એવું કહેવાતું કે સારા કર્શ્યુ રાઇટિંગમાં લખવું હોય તો ઇન્ક પેન જ વાપરવી જોઈએ. ઇન્કપેનથી લખાતી વખતે હાથ ખૂબ જ ગંદા થતા.

6. આજની D2Hવાળી જનરેશને તો ક્યારેય એન્ટેના જોયા જ નથી. એ વખતે તો ટીવી પણ બધાના ઘરે ન હતું. આખો સોસાયટીમાં ગણતરીના ઘરોમાં જ ટીવી હોતું અને કોઈ ખાસ શો કે મેચ હોય ત્યારે બધા ભેગા મળીને ટીવી જોતા અને જો વાતાવરણ ખરાબ હોય કે એન્ટેના હલી જાય તો તો ટીવી પર કશું જ જોઈ ન શકાતું.

7. આજે સ્માર્ટફોન સાથે આપણે એક જ દિવસમાં હજારો તસવીરો કે સેલ્ફી લઈએ છીએ પરંતુ એ સમયે આવું ન થતું. 32 તસવીરો લઇ શકાય એવો રોલ આવતો, જેને કેમેરામાં નાખવામાં આવતો અને તસવીરો ક્લિક કરવામાં આવતી. આ તસવીરો પણ એ જ દિવસે જોઈ શકતી કે જે દિવસે લીધી હોય. એના માટે તો રોલ ધોવડાવવો પડતો અને પછી ક્યાંક જઈને તસવીરો જોવા મળતી.

8. લેન્ડલાઈન ફોન તો આજકાલની જનરેશને જોયો જ નથી. જયારે લેન્ડલાઈન ફોન હતા ત્યારે તેમાં પ્રેન્ક બેસ્ટ થતો. કારણ કે તેમાં કોઈ પણ પ્રકારના કોલર આઈડી આવતા ન હતા કે તમને ખબરન પડતી કે કોલ ક્યાંથી આવ્યો છે. એટલે લોકોને બ્લેન્ક કોલ કરીને પરેશાન કરવામાં પણ મજા આવતી.

9. એ સમયે જયારે શાળાનું વેકેશન ખુલવાનું હોય એના આગલા દિવસે જ આપણને યાદ આવતું કે નોટબૂક્સને કવર ચઢાવવાના છે. જો કવર ચઢાવ્યા વિનાની નોટબુક્સ લઈને જઈએ તો સ્કૂલમાં ટીચર પાસેથી પહેલા જ દિવસે પનિશમેન્ટ પણ મળી જતી.

10. એ સમયે પીઝા-બર્ગર તો માત્ર ટીવીમાં ખાતા જ જોયા હતા. એ સમયે આમ અત્યારની જેમ દરેક વિકેન્ડ પર પીઝા કે બર્ગર ખાવા જવાનો પ્લાન ન બનતો. હા, કોઈ મિત્રના ઘરે મેગી ખાવા જરૂર ભેગા થવાતું, પણ પીઝા-બર્ગર તો લક્ઝરી હતું.

11. આ સ્વીચ કોઈને યાદ છે? આમ તો હવે આવી સ્વીચો ઘણી ઓછી જગ્યાઓએ જોવા મળે છે. પણ એ વખતે જુના બાંધકામના ઘરોમાં આવી જ સ્વીચો હતી અને ઘણીવાર આ સ્વીચો કપડાં લટકાવવાના કામમાં પણ આપણે ઉપયોગમાં લઇ લેતા અને પછી એના માટે મમ્મી ખિજાતી પણ ખરી.

12. એક હતું લેટર બોક્સ… એ વખતે ફોન પર લોન્ગ ડિસ્ટન્સ કોલ ઘણા મોંઘા પડતા એટલે આપણે પત્રવ્યવહાર વધુ કરતા. આપણે વેકેશનમાં નાનીના ઘરે જવાના હોઈએ એ પહેલા તેમણે પત્ર લખીને જાણ કરતા કે અમે આવીએ છીએ. અને આ પત્ર આપણે આ લેટર બોક્સમાં પોસ્ટ કરી આવતા, અને સામે છેડેથી નાનીના જવાબની રાહ પણ જોતા.

13. કબાટ અને તિજોરીના દરવાજા પર સ્ટીકર લગાવવાની પણ એક અનોખી મજા હતી. આવું કરીને આપણે એ બોરિંગ તિજોરી કે લાકડાના કબાટને પણ વધુ ઇન્ટરેસ્ટિંગ અને કલરફુલ બનાવી દેતા હતા. અને એના લીધે આપનો રૂમ પણ વધુ સારો દેખાતો.

14. એ સમયે મોટા ભાગના ઘરની બહાર WEL COME લખેલું પગ-લુછણીયું રહેતું, જેનો અર્થ હંમેશા એવો જ થતો કે આ ઘરમાં ગમે તે સમયે આવો, તમારું ખુશી-ખુશી સ્વાગત થશે. જે કદાચ હવેના ઘરોમાં નથી રહ્યું. તેની જગ્યા ફેન્સી ડોર-મેટે લઇ લીધી છે અને પહેલા જેવી હૂંફ પણ હવે લોકોના ઘરોમાં કે દિલોમાં નથી રહી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App