આધેડના ધામધૂમથી જુવાન જોધ દેખાતી કન્યા સાથે કરાવી દીધા લગ્ન, અને પછી સાંજે થયું એવું કે વાંચીને તમારા પણ હોશ ઉઠી જશે

આ આધેડે મંદિરમાં સુંદર કન્યા સાથે કર્યા લગ્ન, રાત્રે સુહાગરાત માનવા ગયો અને થઇ ગયો મોટો કાંડ- જાણો

પરણવાની ઈચ્છા કોને ના હોય ? પરંતુ ઘણીવાર લગ્નની ઈચ્છા લૂંટનો પણ ભોગ બની જતી હોય છે. ઘણી એવી કન્યાઓ હોય છે જે લગ્નની લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી પણ કરતી હોય છે અને લાખો રૂપિયા હેઠવી અને ભાગી પણ જતી હોય છે. ઘણીવાર લગ્નના નામ ઉપર લોકો સાથે મજાક પણ બનતો જોવા મળે છે.

હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક આધેડના એક જુવાન જોધ દેખાતી કન્યા સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા પરંતુ પછી જે હકીકત સામે આવી તે ખરેખર ચોંકાવનારી હતી, આ બધું કેટલાક યુવકો દ્વારા મજાકમાં કરવામાં આવ્યું હતું, પરંતુ આ ઘટનાની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે.

આ સમગ્ર મામલો આદર્શ ગ્રામ બારેજાનો છે. જ્યાં એક મંદબુદ્ધિ આધેડના લગ્ન બુધવાર 30 જૂનના રોજ બપોરે બેન્ડ પાર્ટીમાં કામ કરવા વાળા કિન્નર સાથે કરાવી દેવામાં આવ્યા. આ લગ્ન ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. માછલી અને ભાતનો  જમણવાર પણ કરવામાં આવ્યો.  પરંતુ લગ્ન પછી કિન્નર ફરાર થઇ ગયો. જેના બાદ આધેડની ખુશી ગમમાં બદલાઈ ગઈ. આ ઘટનાની નિંદા હવે ગામના લોકો કરી રહ્યા છે.

જાણકારી પ્રમાણે બરેજા ગામના એક વ્યક્તિના બંને ભાઈ બનારસમાં રહે છે. આધેડ અહીંયા ગામની અંદર જ રહે છે. ગામના લોકો તેને મંદ બુદ્ધિ જણાવે છે. કેટલાક લોકોનું કહેવું છે કે તે ખુબ જ સીધો સાદો છે. જેના કારણે તેના લગ્ન નહોતા થયા. જણાવવામાં આવી રહ્યું છે કે ધર્મપુરા બ્રહ્મસ્થાનની નજીક ચાર વર્ષથી એક કિન્નર રહે છે.

કેટલાક લોકોએ કિન્નર સાથે લગ્ન કરવા માટે આધેડને રાજી કર્યો.  જેના બાદ ગામ લોકોએ 30 જૂનના રોજ બરેજા હનુમાન મંદિર પરિસરમાં બંનેના ધામધૂમથી લગ્ન કરાવ્યા. આ લગ્ન ઇન્ટરનેટ ઉપર પણ ચર્ચાનો વિષય બન્યા. લગ્ન પછી સાંજે જ કિન્નર ફરાર થઇ ગયો. વરરાજા બનેલા આધેડની ખુશી સાંજે દુઃખમાં બદલાઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે કિન્નરનું ઘર સમસ્તીપુર જિલ્લામાં છે અને જે લગ્ન પછી ગામ ભાગી ગયો છે.

Niraj Patel