ખબર ખેલ જગત જીવનશૈલી દિલધડક સ્ટોરી

નીતા અંબાણી અને મુંબઈ ઈંડિયન્સની ટીમે NGOના બાળકો સાથે દીવાલ પેઈન્ટ કરી, જુવો તસવીરો

ગુરુવારના રોજ જુદા-જુદા NGOના 40 જેટલા બાળકોને મુંબઈ ઈંડિયન્સની ટિમ અને નીતા અંબાણી- ઈશા અંબાણી સાથે દીવાલ પર પેઇન્ટ કરવાની તક મળી. આ બાળકોને શ્રીમતી અંબાણી અને મુંબઈ ઈંડિયન્સની ટીમ સાથે વાતચીત કરવાની તક મળી, અને સાથે જ તેમને એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ESA)ની દીવાલ પેઈન્ટ કરવાની તક મળી, જે શનિવારે મુંબઈ ઈંડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી મેચ દરમ્યાન વાનખેડે સ્ટેડિયમમાં ડિસ્પ્લેમાં મુકવામાં આવશે.

Image Source

આ સિવાય પણ આ બાળકો માટે બીજી ઘણી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી જ એક પ્રવૃત્તિ દરમ્યાન બાળકોને મુંબઈ ઈંડિયન્સ ટિમ સોન્ગ પર ડાન્સ પરફોર્મ કરવાનો ચાન્સ પણ મળ્યો. આ ઇવેન્ટમાં નીતા અંબાણી અને તેમના દીકરી ઈશા અંબાણી હાજર રહયા હતા.

Image Source

નીતા અંબાણીની સાથે જ મુંબઈ ઈંડિયન્સનો આખો સ્ક્વોડ પણ હાજર રહ્યો હતો. બધાએ રિલાયન્સ ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ દ્વારા આયોજિત સ્પેશિયલ પેઇન્ટિંગ ઇવેન્ટમા એનજીઓના બાળકો સાથે ભાગ લીધો હતો.

Image Source

આ ઇવેન્ટ માટે નીતા અંબાણી અને ઈશા અંબાણી બંને મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં જોવા મળ્યા હતા. મા-દીકરી બંને એકદમ સાદા લૂક જોવા મળ્યા હતા.

Image Source

મુંબઈ ઇન્ડિયન્સ અને નીતા અંબાણીએ વર્ષ 2010માં સુવિધાઓથી વંચિત બાળકો માટે એજ્યુકેશન ફોર ઓલ (EFA) નામની પહેલ શરુ કરી હતી. જે વર્ષ 2018માં ESA બની ગઈ. આ અભિયાનનો હેતુ બાળકોના વિકાસ માટે સંપૂર્ણ અભિગમ પૂરો પાડવા શિક્ષણ અને રમતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

Image Source

આ અગાઉ પણ મુંબઈ ઇન્ડિયન્સે આવા કેટલાય સુવિધાઓથી વંચિત રહી ગયેલા બાળકોને વાનખેડેમાં તેમના ફેવરેટ સ્ટાર્સને લાઈવ નિહાળવાની તક આપી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks