આજકાલ વાળ જલ્દી સફેદ થઇ જવા એ એક સામાન્ય વાત બની ગઈ છે. આ સમસ્યા ઓછી ઉંમરમાં થવા લાગે છે. વાળનું જલ્દી સફેદ થઇ જવું જિનેટિક પણ હોઈ શકે છે અને ઘણીવાર વાળનું ધ્યાન ન રાખવા પર પણ વાળ જલ્દી સફેદ થઇ જાય છે. શરીરમાં પોષક તત્વોની ઉણપ અને પ્રદુષણને કારણે પણ વાળ જલ્દી સફેદ થઇ જાય છે. ત્યારે વાળને કાળા કરવા માટે કેમિકલ્સવાળા કલરો કરવાને બદલે કુદરતી ઉપચાર કરવો વધુ સારો રહે છે. આ માટે ઘણા લોકો મહેંદીનો પ્રયોગ કરતા હોય છે. મહેંદી વાળને પ્રાકૃતિક રીતે કલર કરવાનો એક ઉપચાર છે. મહેંદી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે અને સાથે વાળને ચમકદાર બનાવે છે અને કંડીશનિંગ કરે છે. પરંતુ મહેંદી સાથે એક વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવવાથી સફેદ વાળ પણ કાળા થઇ જાય છે. આજે વાત કરીશું એ જ વસ્તુ વિશે જેને ઈન્ડિગો પાવડર કહેવાય છે…
શું છે આ ઈન્ડિગો પાઉડર:

આ એક છોડ હોય છે જેના પાનને સૂકવીને પાઉડર બનાવામાં આવે છે. તે કોઈપણ એવી દુકાન જ્યા આયુર્વેદિક જડી બુટ્ટીઓ મળતી હોય ત્યાં આસાનીથી મળી જાય છે. જો કે આ જોવામાં એકદમ મહેંદી જેવો જ દેખાય છે, પરંતુ આ મહેંદી નથી હોતી. આ પાવડર આપણા વાળ પર એક કુદરતી કલરનું કામ કરે છે અને સાથે જ વાળને લાંબા-ઘાટા અને મજબૂત બનાવે છે. આ સંપૂર્ણપણે કુદરતી છે અને આમાં કેમિકલ્સ બિલકુલ નથી.
આ પેક બનાવવાની પ્રોસેસ:
એક લોખંડની કડાઈ કે અન્ય કોઈ લોખંડનું વાસણ લઇ તેમાં તમારા વાળની લંબાઈના હિસાબે મહેંદી લો. હવે તેમાં એક થી બે ચમચી દહીં નાખો. દહીં ના હોય તો તમે લીંબુ નો રસ પણ નાખી શકો છો. હવે તેમાં ઈન્ડિગો પાઉડર નાખવાનો રહેશે.
જો તમે 50 ગ્રામ મહેંદી લઇ રહયા છો તો તેમાં 5 ગ્રામ ઈન્ડિગો પાઉડર મિક્સ કરી લો અને 100 ગ્રામ મહેંદીમાં 10 ગ્રામ ઈન્ડિગો પાઉડર મિક્સ કરો. હવે આ મહેંદીને અડધા કલાક સુધી એમ જ રહેવા દો, અને પછી વાળમાં લગાવો.

તેને વાળમાં લગાવ્યા પછી 45 મિનિટ સુધી લગાવીને રાખો. સુકાયા પછી નોર્મલ પાણીથી ધોઈ લો. ધ્યાન રાખો કે તેના પછી શેમ્પુ ના કરો. 1 દિવસ પછી જ શેમ્પુ લગાવો.
ઓઈલી કે ચીપચીપા વાળમાં આ પેક ન લગાવો. આ પેકને લગાવતા પહેલા શેમ્પુ કરી લો જેથી પેકની ખુબ સારી રીતે અસર થઇ શકે. પહેલી વારમાં જ આ પેકની ખુબ જ શાનદાર અસર જોવા મળે છે, અને સફેદ વાળ કાળા થવા લાગે છે.
આ પેકને અઠવાડિયામાં બે વાર લગાવી શકાય છે, 4 થી 5 વાર તેના પ્રયોગથી વાળ કાળા થવા લાગે છે. પણ આ ઉપાય કરવાથી વાળ થોડા સૂકા અને રુક્ષ થઇ જાય છે એટલે આ પ્રયોગ કરવાની સાથે જ વાળમાં તેલ પણ સારી રીતે નાખવું જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks