ખબર

Breaking: કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે નિયમ

લાગે છે ભારતમાં કોરોનાએ ભરડો લીધો છે. કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે. ભારતમાં કોરોના સંક્રમિતની સંખ્યા 9,222,216 પર પહોંચી ગઈ છે. તહેવાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે એક નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી લાગુ કરવામાં આવશે.

Image Source

કેન્દ્ર સરકારે તેની ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે, રાજ્યો દ્વારા કોરોનાની સ્થિતિને લઈને નિયંત્રણ લાગુ કરી શકે છે.ખાસ કરીને સાવધાની, દેખરેખ અને કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમનું ચુસ્ત પાલન કરાવવું પડશે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ફક્ત જરૂરી વસ્તુ અને ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે.

Image source

વહીવટી તંત્ર દ્વારા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. તો કન્ટેનમેન્ટ ઝોનની યાદી વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયને પણ જાણકારી આપવાની રહેશે. કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવેલા લોકોને તુરંત જ ટ્રેક કરીને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. કોરોના સંક્રમિત વ્યક્તિની તુરંત જ સારવાર કરવામાં આવે.

આ સાથે જ નવી ગાઈડલાઇનમાં સિનેમા હોલ 50 ટકા કેપેસીટી સાથે, સ્વિમિંગ પુલમાં જે નિયમો હતા તે નિયમ યથાવત રહેશે. સ્વિમિંગ પુલનો ઉપયોગ સ્પોર્ટ્સ પર્સનની ટ્રેનિંગ માટે જ કરી શકશો. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, 200 થી વધુ લોકો કોઈપણ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. પછી ભલે તે ધાર્મિક, સામાજિક, રમતગમત, મનોરંજન અથવા શૈક્ષણિક હોય. હા, રાજ્ય સરકારો ઇચ્છે તો આ સંખ્યા 100 અથવા તેથી ઓછી મર્યાદિત કરી શકે છે.

રાજ્યોને પરિસ્થિતિ અનુસાર નાઇટ કર્ફ્યુ જેવા નિર્ણયો લેવાની છૂટ છે. એવા શહેરોમાં કે જ્યાં સાપ્તાહિક કેસનો પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ હશે, ત્યાં ઓફિસો, ફેક્ટરીઓ, દુકાનો વગેરેમાં જુદા જુદા સમયે કામ કરવાની ભલામણ કરવામાં આવે છે જેથી એક સાથે ઘણા બધા કર્મચારીઓ ન હોય.

એક રાજ્યથી બીજા રાજ્યમાં કે કોઈ પણ રાજ્યમાં લોકો અને માલની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. અવવ-જવા માટે કોઈ અલગ પરમિટ / ઇ-પરમિટની જરૂર રહેશે નહીં.