મેઘા ગોકાણી લેખકની કલમે

સાઇકો (પાગલ) – સોશ્યલ નેટવર્કિંગ ના યુગની આ લવ સ્ટોરી વાંચી તમને પણ રોહન ના નિર્દોષ પ્રેમ પર દયા આવશે…..વાંચો આ અદભૂત રહસ્યમયી લવ સ્ટોરી…

અને આપણે પહોંચી ગયા.” રોહન એ કાર ઉભી રાખી , હેન્ડબ્રેક મારી. નીચે ઉતર્યો અને દોડતો બીજા ડોર પાસે પહોંચી અને એ સાઈડ નો ડોર ખોલ્યો અને હાથ લંબાવતા બોલ્યો ,

“કમ આઉટ બ્યુટી.”

અને તેના ની હથેળી પર પોતાની હથેળી મૂકી અને બ્લેક શોર્ટ્સ અને યેલો ઓફ શોલ્ડર ક્રોપ ટોપ પહેરેલ માયા બહાર આવી.

તેને પહેરેલ હિલ્સ ને કારણે એ રોહન થી થોડી હાઈટ માં ઊંચી લાગતી હતી. ઘઉંવર્ણી ચામડી , લાંબા પગ , પતલી કમર , ગોળ ચેહરો અને તેમાં આકર્ષિત તેની એ આંખો. કોઈ પણ તેને જોઈ અને પેહલી નજરે જોઈતું રહી જાય.

માયા એ રોહન સામે સ્માઇલ કરી. રોહન એ કાર નો ડોર બંધ કર્યો અને બંને હાથ માં હાથ પરોવી અને ચાલતા થઈ પડ્યા.
રોહન એ ફાર્મ હાઉસ નો ડોર અનલોક કર્યો. અને સાથે જ બોલ્યો “બેબી આઈ એમ સ્યોર તને આ પ્લેસ ખૂબ જ પસંદ પડશે.”

“એમ …અને ડોન્ટ કોલ ધીસ ચિઝી વર્ડ્સ લાઈક બેબી એન્ડ બાબુ.” માયા થોડું મોઢું બગાડતા બોલી.

“ઓકે ઓકે તો શું કહું તમને ?” રોહન થોડો નજીક આવતા બોલ્યો.

માયા એ તેને હાથ દ્વારા થોડો દૂર કર્યો અને બોલી , “માયા …. મારું નામ જે મારી ઓળખ છે તું મને માયા જ કહી શકે છે.” અનોખા એટીટ્યુડ સાથે માયા બોલી.

“હાય…..” રોહન એ તેનો જમણો હાથ છાતી ની ડાબી સાઈડ હૃદય પર મુકતા બોલ્યો.
“તારા આ જ એટીટ્યુડ પર તો હું ફિદા છું.”
અને એની સાથે જ દરવાજા ને ધક્કો મારી અંદર ની તરફ ચાલ્યો અને લાઇટ્સ ઓન કરી.
માયા દરવાજા પાસે ઉભી રહી અને રોહન ને જોતી રહી.
રોહન કમરે થી અડધો ઝુંક્યો અને તેના બંને હાથ વડે અંદર આવવા માટે ઈશારો કર્યો .

માયા અંદર આવી પણ તેની નજર રોહન પર અટકી ગઈ હોય જાણે એમ તેને જ નિહાળતી હતી.

“ કેવું લાગ્યું ?” રોહન બંને હાથ ફેલાવતા ફાર્મ હાઉસ વિસે પૂછ્યું.

“ આંખ ને ગમી જાય તેવું.” રોહન પર થી નજર હટાવ્યા વિના માયા બોલી.
“અચ્છા.” રોહન એ તેની આંખો માયા પર ટેકવી તેની નજીક આવ્યો હાથ પકડી તેને પોતાની નજીક ખેંચી ને બોલ્યો “ જોયા વિના કેવી રીતે ખબર પડી ?”

“જોઉં તો છું જ.” માયા એ ટૂંક માં ઉત્તર આપ્યો. અને બંને વચ્ચે થોડી ક્ષણો ની શાંતિ છવાય ગઈ. બંને એક બીજા ની આંખો માં ડૂબી ગયા.
રોહન ના હાથ એ માયા નો હાથ છોડ્યો અને એક હાથ તેની કમર પર રાખી અને બીજો હાથ ખભા અને ગાલ પાસે થી પસાર કરી અને તેના માથા પર પાછળ ના છુટા વાળ પર ફેરવવા લાગ્યો. અને માયા ની વધુ નજીક આવી ગયો. એટલો નજીક કે બંને ને એક બીજા શ્વાસ ઉચ્છવાસ મહેસુસ થવા લાગ્યા.
માયા ચૂપ ચાપ ઉભી રહી અને બધું જોતી રહી. રોહન તેના હોઠો માયા ના હોઠો પર મુકવા જતો જ હતો ત્યાં માયા એ તેને તેના હાથ દ્વારા થોડો પાછળ ધકેલ્યો અને બોલી , “મને ભૂખ લાગી છે પેહલા ડિનર કરી લઈએ.”

રોહન એ હલકો નિસાસો નાખ્યો અને બોલ્યો , “ જેમ તમે કહો એમ મોહતરમા .”

રોહન એ માયા નો હાથ પકડ્યો અને આગળ કોરીડર તરફ વધ્યો . ત્યાં બહાર નાનું સ્વિમિંગ પુલ હતું અને તેની બિલકુલ પાસે જ ડિનર માટે ટેબલ સજાવ્યું હતું.
ફૂલ અને કેંડલ્સ થી એ વધુ અટ્રેકટિવ લાગતું હતું.

“wow” પહોંચતા ની સાથે જ માયા એ ઉદગાર કાઢ્યો.

માયા ને ઈમ્પ્રેસ થતા જોઈ રોહન થોડો મલકાયો. અને માયા નો હાથ છોડી અને સાઈડ માં રાખેલ મ્યુઝિક સિસ્ટમ પર રોમેન્ટિક સોન્ગ પ્લે કરી આવ્યો.
અને માયા પાસે દોડતો પહોંચ્યો અને પહોંચતા ની સાથે જ એને ડાન્સ કરવા માટે માયા તરફ હાથ લંબાવ્યો. અને માયા એ ખુશી ખુશી હામી ભરી.

માયા અને રોહન એ કપલ ડાન્સ શરૂ કર્યો અને સાથે સાથે તેના સ્ટેપ કરવા માં થયેલ ગડબડ પર થોડી સ્માઇલ પણ બંને ના ચેહરા પર આવી.

શહેર થી 40-50 કિલોમીટર દૂર , એક ફાર્મ હાઉસ પર રોમેન્ટિક ડેટ માટે આવેલ માયા અને રોહન.
એ બંને મળ્યા ક્યાં અને કેવી રીતે ?
**
26 વર્ષ નો રોહન એમબીએ કર્યા બાદ એક મલ્ટીનેશનલ કંપની માં જોબ કરે છે. માતાપિતા બીજા શહેર માં રહે છે . પિતા ની ગવર્મેન્ટ જોબ છે એટલા માટે રોહન પર ઘર ની કોઈ જીમેદરીઓ નથી. રોહન માતાપિતા થી અલગ રહી અને સારી એવી બેચલર લાઈફ જીવે છે.

પરમેન્ટ જોબ અને સારી એવી સેલેરી એટલે કરિઅર થી સંતુષ્ટિ મેળવી હવે રોહન એ તેની લવલાઈફ પર ફોકસ કરવા નું વિચાર્યું .

અને એ વિચાર ને અમલ માં લાવી તેણે એક ડેટિંગ સાઈટ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું. અને ત્યાં જ તેની મુલાકાત માયા સાથે થઈ.

માયા ની પ્રોફાઈલ માં લખ્યું હતું “ રાઇટર – જિંદગી ની વાર્તા લખવા નો શોખ ધરાવતી.”
અને પ્રોફાઈલ પિક્ચર માં તેના ગરદન પર કરેલ ટેટુ નો ફોટો હતો. રોહન અને માયા ની વાતો ત્યાં એ ડેટિંગ સાઈટ પર થી સ્ટાર્ટ થઈ. અને એ વાતો માં માયા એ જણાવ્યું કે તે તેની નેક્સ્ટ સ્ટોરી માટે શહેર શહેર ફરે છે અને નવા નવા લોકો ને મળે છે . બંને વચ્ચે વાતો શરૂ થઈ , નંબર એક્સચેન્જ થયા , અને વાતો વાતો માં એક અટરેક્શન થયું અને બંને એ મળવા નું નક્કી કર્યું.
**
બંને એકબીજા માં ખોવાઈ અને ડાન્સ કરતા હતા. રોહન એ ડાન્સ કરતા કરતા તેનો હાથ માયા ની ગરદન પર બનાવેલ એ ટેટુ પર ફેરવ્યો.

“આ શું લખ્યું છે ?” રોહન બોલી પડ્યો.

“તને શું લાગે છે ?” માયા એ તેને વળતો પ્રશ્ન પૂછ્યો.
“અમમ મેય બી તારા એક્સ બોયફ્રેન્ડ નું નામ ચાઈનીઝ લેન્ગવેજ માં લખ્યું હશે.” તુક્કો લગાડતા રોહન બોલ્યો.

“ના ….” માયા એ રોહન ને ટૂંક માં જવાબ આપ્યો.
“તો ?” રોહન એ તેની આંખ જિણી કરી અને પૂછ્યું .
“તું જ વિચાર.” માયા એ પહેલી બનાવતા કહ્યું. “ચાલ તને હું કંઈક ક્લુ આપું. આ ટેટુ મારી પર્સનાલીટી ને દર્શાવે છે.”

“ઓહ આઈ ગોટ ઇટ.” તેની ગરદન ના ટેટુ પર હાથ ફેરવતા રોહન બોલ્યો , “સેક્સી. લખ્યું છે ને.”

માયા થોડી હસી અને તેના ખભા વડે રોહન ના હાથ ને ધક્કો મારતા બોલી , “ના , ટેક અનધર ચાન્સ.”
“તો ,હોટ લખ્યું છે ?” રોહન તુરંત બોલ્યો.
માયા એ મોઢું હલાવી અને ના પાડી અને બોલી “લાસ્ટ ચાન્સ .” “તો પછી રાઇટર લખ્યું છે ?”
માયા રોહન તરફ આગળ વધી અને તેનો હાથ તેની છાતી પર રાખી રોહન ને પાછળ ધકેલવા લાગી.
“કિલર પણ હોય શકે , કારણકે તારી અદા કાતીલાના છે.” રોહન ઊંધો ચાલતા ચાલતા બોલ્યો.
“પનીશમેન્ટ ટાઈમ.” બોલતા જ માયા એ રોહન ને ધક્કો માર્યો અને રોહન પાછળ આવેલ સ્વિમિંગ પુલ માં પડ્યો.
માયા હસવા લાગી.

રોહન અચાનક પાણી માં પડ્યા હોવા ને કારણે થોડો હેબતાયો.

પાણી માંથી મોઢું બહાર કાઢ્યું , અને થોડી ક્ષણો બાદ નોર્મલ થયા પછી બોલ્યો , “પાગલ છે તું યાર.”

“હવે પહોંચ્યો સાચા જવાબ ની નજીક તું.” માયા બોલી.

“મતલબ ?” કાન માં પાણી ગયું હોવા ને કારણે કાન સાફ કરતા બોલ્યો.

માયા કશુ ન બોલી એને બસ તેની ગરદન પર ના એ ટેટુ પર આંગળી ફેરવી.

રોહન થોડો હસ્યો અને બોલ્યો , “ હજુ જવાબ ની નજીક પહોંચ્યો છું ? તો સાચો જવાબ શું છે એ તું કહી દે.”

માયા એ રોહન ને ઇશારો કરી પુલ માંથી જ નજીક બોલાવ્યો. અને તે પણ થોડી આગળ ગઈ અને ત્યાં નીચે બેસી અને રોહન ના કાન માં બોલી “સાઇકો”.

રોહન એ માયા સામે જોયું અને માયા એ તેના ડાબા ગાલ તરફ તેના બંને હોઠ ખેંચ્યા અને એકતરફી સ્માઇલ કરી.
એટલા માં જ રોહન એ તેના હાથ ને પુલ ની અંદર થી પકડી અને તેને પુલ ની અંદર ખેંચી.

માયા અચાનક ના આ ખેંચાણ સામે ટકી ન શકી અને તે પણ પુલ ની અંદર પડી. રોહન માયા ને અંદર ખેંચ્યા બાદ બોલ્યો, “થોડો સાઇકો હું પણ છું.” અને ત્યાર બાદ મસ્તી માં હસવા લાગ્યો.

માયા પણ ગુસ્સે થવા ને બદલે હસવા લાગી. અને તેને હસતા જોઈ રોહન તેની નજીક આવ્યો તેના ગાલ પર આવેલ તેના ભીના વાળ ને તેના કાન પાછળ જવા દીધા અને તેના ગાલ પર તેનો હાથ ફેરવવા લાગ્યો.
ધીરે ધીરે રોહન એ તેની આંગળીઓ ગાલ પર થી તેના હોઠો પર ફેરવવી.

માયા કશું ન બોલી એ બસ રોહન સામે જોતી રહી. ધીરે ધીરે રોહન તેની વધુ નજીક આવ્યો. અચાનક એ સમયે માયા એ રોહન નો હાથ પકડ્યો અને એ રોહન નો હાથ તેને પાણી ની અંદર પોતા ની કમર પર રાખ્યો.

રોહન આશ્ચર્ય માં તેની સામે જોવા લાગ્યો.

“તને મારી ગરદન પર નું ટેટુ આટલું પસંદ આવ્યું તો મારી કમર પર નું ટેટુ જોઈ ને કહે એનો મતલબ શું થાય છે?” માયા સ્થિર અવાજ માં રોહન સામે નશીલી આંખો ની સાથે બોલી.

“ઓહઃહ” રોહન નોટી અંદાજ માં બોલ્યો.

રોહન થોડો નીચો ઝુંક્યો અને માયા ને પગ અને કમર એ થી ઉઠાવવા જઈ રહ્યો હતો. ત્યાં માયા એ તેને રોક્યો અને બોલી.

“ટેટુ તારે જોવું છે ને તો મને શા માટે ઉઠાવે છે ?”

“તો શું કરું ?” રોહન ફરી ટટ્ટાર ઉભતા બોલ્યો.

“તું ખુદ નીચે ઝુંકી ને જોઈ લે.” બોલતા જ માયા એ તે બ્લુ સ્વચ્છ પાણી ની અંદર જ પોતાના હાથ દ્વારા કમર ની નીચે આવેલ એ ટોપ થોડું ઊંચું કર્યું. પણ હજુ તેની કમર દેખાતી નહતી.

રોહન મન માં જ હસ્યો અને કંઈ બોલ્યા વિના પાણી ની અંદર ઝુંક્યો. પળભર માં એ સ્વિમિંગપુલ માં ફક્ત માયા નો જ ચેહરો દેખાતો હતો. રોહન પાણી ની અંદર હતો.

અને એ પળભર માં જ માયા નો હસતો એ ચહેરો સિરિયસ થઈ ગયો અને તેની એ નશીલી આંખો માં એક ચમક આવી ગઈ.

તેને પોતાના બંને હાથ પાણી ની બહાર કાઢ્યા અને એક ઊંડો શ્વાસ લઈ અને તે બંને હાથો માં એના પુરા શરીર નું જોર લાવી અને પાણી ની અંદર ગયેલ રોહન ના ગરદન ના પાછળ ના વાળા વાર ભાગ પર વજન આપ્યો અને તેને નીચે ની તરફ ધકેલવા લાગી.
રોહન વધુ ને વધુ પાણી ની અંદર જવા લાગ્યો. ઝટપટાવવા લાગ્યો. આમ તેમ હાથ પગ મારવા લાગ્યો. પરંતુ અચાનક થયેલ આ વાક્ય ને સમજવા માં નિષ્ફળ ગયો અને તેની જિંદગી ખોઈ બેસવા માં સફળ નીવડ્યો.

એટલે કે અહીંયા માયા તેનો જીવ લેવા માં સફળ નીવડી.

ધીરે ધીરે રોહન એ ઝટપટાવવા નું બંધ કરી નાખ્યું. તેના હાથ પગ સ્થિર બની ગયા.

થોડી ક્ષણો પછી માયા એ તેની પકડ ઢીલી કરી. અને રોહન પાણી ની અંદર થી બહાર આવ્યો. પણ બહાર આવી એ તેની લાશ હતી.

રોહન ની બોડી પાણી માં તરતી હતી.

એ જોઈ માયા હસી.

ચારેતરફ શાંતિ હતી. એવા માં સ્વિમિંગપુલ ની અંદર માયા અને રોહન ની લાશ.
થોડી ક્ષણો પૂરતી માયા રોહન ની લાશ જોઈ અને હસતી રહી.

ત્યાર બાદ રોહન સામે જોતા જ માયા ઇમોશનલ થઈ અને બોલી , “સોરી બેબી , પણ મારે આ કરવું પડ્યું. તે જે ……” બોલતા માયા અટકી.
અને માયા ફરી હસવા લાગી. “તે કંઈ નથી કર્યું , મારો જ સ્વાર્થ હતો આ કરવા માં , તારા અને મારા વચ્ચે કોઈ એવી દુશમની નથી. હું તો તને જાણતી પણ નથી.
તને જ મને જાણવા ની ઉતાવળ હતી. તે જ મને પેલી ડેટિંગ સાઈટ પર રિકવેસ્ટ મોકલી.

એટલે જ હું મારી દરેક પુસ્તક માં લખું છું કે લસ્ટ એટલે કે હવસ સારી વસ્તુ નથી. એને કારણે જ તે જીવન ગુમાવ્યું ને જો.”
માયા એ રોહન ના વાળ પર હાથ ફેરવવ્યો અને બોલી , “સોરી બેબી.”

અને સ્વિમિંગપુલ ની બહાર આવવા લાગી. ત્યાં અટકી અને પાછળ ફરી તે બોલી , “ થોડી વાર પેહલા મેં જ તને કહ્યું હતું ને કે મને બેબી કે બાબુ કહી ને ન બોલાવ. મારુ જે નામ છે એ જ મારી ઓળખ છે તો એ જ કહી ને બોલાવ.
રોહન કોઈ નું નામ એની ઓળખ કેવી રીતે બની શકે વિચાર તું ?

હું લેખક છું દરરોજ કેટલા કેરેકટર ને જીવું છું. દરરોજ કેટલાય નવા નામ સાથે જીવું છું. તો એ બધા નામ મારી ઓળખ કેવી રીતે બની શકે.
મારુ કોઈ નામ જ નથી , હું અનામિકા છું.

પણ રોહન તને હું એક નાની ભેટ આપીશ તે મારી માટે જીવ આપ્યો તો હું તેને એક ભેટ તો આપી શકું ને. મારી નેક્સ્ટ નોવેલ નો મેઈન કેરેકટર તું છે. એ નોવેલ માં હું માયા અને રોહન ની લવસ્ટોરી દર્શાવિશ.

તારા નામ અને તારા કેરેકટર ને આખી દુનિયા માં ફેમસ કરી દઈશ. આઈ પ્રોમિસ.”

કેહતા માયા હસી અને એ સ્વિમિંગપુલ માંથી બહાર નીકળી ગઈ. અને ફાર્મ હાઉસ ના દરવાજા થી નહીં ,એની દીવાલ પાર કરી અને પાછળ પાર્ક કરેલ કાર માં બેસી અને નીકળી પડી.

અને રોહન ની લાશ ત્યાં જ સ્વિમિંગપુલ માં તરતી રહી.

રોહન ના મિત્રો પાસે માયા ના ડેટિંગ સાઈટ ના એકાઉન્ટ અને તેના ફોટા સિવાય બીજા કોઈ પ્રુફ નહતા. ના તો રોહન ના ફોન માં માયા વિસે કોઈ ખાસ જાણકારી હતી.

અને આજ કાલ ના આ સોશ્યલ નેટવર્કિંગ ના યુગ માં ફેક એકાઉન્ટ અને એમાં ગમે તે વ્યક્તિ નો ફોટો ગૂગલ માંથી સર્ચ કરી અને બીજા નામ થી એકાઉન્ટ બનાવવું શું મોટી વાત છે.

આ વાત નો ફાયદો ઉઠાવી અને અનામિકા પોલીસ કેસ થી બચી શકી. અને એ સાબિત કરી દીધું કે માયા કોઈ છે જ નહીં.

શું તમને આ વાર્તા પસંદ આવી ?

શું તમે આ વાર્તા ને આગળ વાંચવા માંગો છો ? તો મને કોમેન્ટ માં જણાવો. કે પછી Gokanimegha19@gmail.com પર મેઈલ કરી અને તમારા રીવ્યુ જણાવો. તમે મને ફેસબુક પર megha gokani અને ઇન્સ્ટાગ્રામ પર Megha_g. ફોલો કરી શકો છો.

લેખિકા : મેઘાગોકાણી 

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.