મેઘા ગોકાણી લેખકની કલમે

પ્રેમ ને કેવો સમજાવો ? – વાંચો એક એવી સ્ટોરી જેમાં પ્રેમમાં પણ છે પ્રશ્નાર્થ …..

સુહાના ઘર છોડી ને જતી હતી , રોહન એ તેનો હાથ પકડ્યો અને જતા રોકી. “રોહન પ્લીઝ હવે નહીં, આ વખતે હું નહીં માનું.” સુહાના હાથ છોડાવતા બોલી. “પણ સુહાના મારી વાત તો સાંભળ.” રોહન કરગરી ને બોલ્યો.
“ના ,મારે કાંઈ નથી સાંભળવું. દર વખતે ની જેમ તું કંઈક બહાનું બનાવી દઈશ અને હું તારી મીઠી વાતો પર ભરોસો કરી લેવા મજબૂર બની જઈશ ,એના કરતાં મારે કાંઈ સાંભળવું જ નથી. તું તારી લાઈફ એન્જોય કર અને હું મારી.” સુહાના બેગ લઈ અને બહાર તરફ ચાલતી થઈ પડી.

રોહન દોડતો તેની પાછળ ગયો ફરી હાથ પકડી ને બોલી પડ્યો ” યાર મારા અને માયા વચ્ચે એવું કંઈ છે જ નહીં જે તું વિચારે છે. એ બસ મારી સેક્રેટરી છે.”

“અને કોલેજ ની તારી ફ્રેન્ડ ,ઓહ સોરી તારો કોલેજ નો પહેલો ક્રશ.” સુહાના ઉભી રહેતા બોલી.

“બેબી એ બધી વાતો જૂની થઈ ગઈ, અને મસ્તી માં મેં તને કહી હતી. તું અંદર ચાલ હું તને બધું સમજાવું.”

“રોહન પ્લીઝ , મારે કાંઈ સમજવું કે સાંભળવું નથી. એ દિવસે મારે જે જોવું હતું તે મેં તારી ઓફીસ ની કેબીન માં જોઈ લીધું. તારી ઈમ્પોર્ટન્ટ મિટિંગ ચાલતી હતી અને તે ઓફીસ ના બધા વર્કર્સ ને મિટિંગ રૂમ માં આવવા ની મનાઈ કરી હતી.
અને તને લંચ સાથે એક સરપ્રાઈઝ દેવા પહોંચી અને તું અને તારી સેક્રેટરી એક ચેઇર પર બેસી ને બાહો માં બાહો પરોવી ને એકબીજા ની નજીક આવી આંખો બંધ કરી અને કામ કરતા હતા એ મેં જોઈ લીધું.” સુહાના એ રોહન ના પંજા ની પકડ માંથી પોતાના હાથ છોડાવ્યો.

“સુહાના …. બેબી મને એક્સ્પ્લેનેશન નો ચાન્સ તો આપ યાર.” રોહન સુહાના નો રસ્તો રોકતા બોલ્યો.

“આપણી સગાઈ ને બે મહિના થયા હતા અને તું કોઈક પ્રિયા નામ ની છોકરી સાથે પ્રેમ ભરી વાત કરતો હતો અને મેં તને પકડી પાડ્યો હતો. લગ્ન ના એક અઠવાડિયા પેહલા મને મીરા નામ ની એક છોકરી નો મેસેજ આવ્યો કે મારે કારણે તે એની સાથે બ્રેકઅપ કરી લીધું. સ્ક્રીન શોટ્સ પાડી એને મને તારી અને તેની ચેટિંગ્સ વાંચવી. અને તારીખ આપણા લગ્ન ના 10 દિવસ પહેલા ની.

રોહન આપણા લગ્ન ને હજુ છ મહિના પણ નથી થયા. અને તું માયા સાથે……” સુહાના બોલતા રડવા લાગી.

“બેબી ડોન્ટ ક્રાય પ્લીઝ. એ બધી જૂની વાતો છે પ્લીઝ ભૂલી જા એ બધું.”

“ભૂલી જ ગઈ હતી રોહન , પણ તારા અને માયા ના રિલેશન ને કેવી રીતે સ્વીકારું ?”

“લુક સુહાના , એ બધું…. ખોટુ નહીં બોલું. એ દિવસે એ અપસેટ હતી. એના બોયફ્રેન્ડ સાથે તેનો ઝઘડો થયો હતો. તો એ વધુ પડતી અપસેટ હતી , રડવા લાગી અને સ્યુસાઇડ કરી લઈશ એવી નાદાની ભરી વાતો કરવા લાગી. હું બસ એને શાંત રખાવતો હતો. અને ક્યારે અમે એક બીજા ની નજીક આવી ગયા ખબર જ ન પડી.” રોહન આંખો ઝુકાવી ને બોલ્યો ” મને બસ તારા સાથે જ પ્રેમ છે.”

“પણ અટરેક્શન ઘણી પ્રત્યે. આમ આંખો ઝુકાવી ને બોલીશ એનો મતલબ એમ નહીં કે તને તારા કરેલ કામ પર શરમ છે. એક વખત થાય તેને ભૂલ કહેવાય ઘણી વખત થાય એને આદત રોહન.”સુહાના ઊંચા અવાજ માં બોલી.

“સુહાના ગુસ્સે થા ,હક છે તારો બસ આમ ઘર છોડી ને ન જા પ્લીઝ.” રોહન હાથ જોડતા કરગરતો બોલ્યો.

“ના રોહન હવે નહીં , ઘણું કરી લીધું તે અને ઘણું માફ કરી દીધું મેં. તને હું પસંદ જ નહતી તો મારી સાથે લગ્ન જ શા માટે કર્યા તે ? ”

“પણ બેબી એવું નથી.” રોહન ને બોલતા અટકાવી ને સુહાના બોલી પડી.
” ઇટ્સ ઓકે રોહન હું સમજુ છું કે ભુલ થઈ જાય બધા થી થાય. તારા થી પણ થઈ ગઈ.
મારી સાથે લગ્ન કરી ને. ” સુહાના આટલું કહી રોહન ને ધક્કો મારતી ચાલતી થઈ પડી.

“સુહાના ….. સુહાના પ્લીઝ યાર , આ માયા મારી ભૂલ હતી , મેં મારા બધા રિલેશન તેની સાથે કટ કરી નાખ્યા. મેં એને કહ્યું કે કોલેજ ની વાત અલગ હતી ત્યારે બધા માં છોકરમત હોય. અત્યાર એ મારા લગ્ન થઈ ગયા અને મને પ્રેમ કરતી પત્ની છે તો મારે એના પ્રેમ ની જરૂર નહીં.” રોહન તેની સફાઈ આપતો તેની પાછળ ચાલવા લાગ્યો.

“રોહન આટલું એક્સ્પ્લેનેશન ન આપ. તારી લાઈફ છે. તારે જેની સાથે રેહવું હોય રે. હવે તને કોઈ નહીં ટોકે.” સુહાના એ હાથ ઊંચો કરી ને ટેક્સી રોકી.

રોહન ટેક્સી ના ડોર પાસે આડો ઉભી ગયો “હું નહીં જવા દઉં તને.” “તારી સાથે રહેવા નો હવે કાંઈ મતલબ જ નથી , એક સાથે એક ઘર માં રહી હું અને તું બંને અલગ અલગ જીવન જીવીએ એના કરતાં અલગ જ થઈ જઇએ. જેને એક દિલ અલગ અલગ છોકરીઓ ને આપવું છે , મોજ થી રેહવું છે એ માણસ સાથે હું ના રહી શકું. મારી પાસે એક જ દિલ છે અને જે મેં તને આપ્યું છે. અને એ મારી ભૂલ કે મેં તને દિલ આપ્યું.

પણ શું કરું આપી દીધું ને હવે તો. સાથે રહી ને તું દરરોજ એ દિલ ને ધીરે ધીરે તોડે અને જોડી ને પાછું તોડે એના કરતાં એક વાર અલગ થઈ ને હંમેશા માટે તોડી નાખીએ.

રોહન પ્રેમ માં આવો દગો ભૂલ થી નથી થતો , એમાં તમારી મંજૂરી શામેલ હોય છે. અને જેમાં મંજૂરી શામેલ હોય ને એને ભૂલ ન કેહવાય.

તું હટી જા સામે થી પ્લીઝ. ઘણું વિચાર્યા બાદ જ મેં આ નિર્ણય લીધો છે.” સુહાના એ તેની આંખો માં આવેલ આંસુ લૂંછ્યા અને રોહન ને સામે થી હાથ દ્વારા દૂર કરતા બોલી.

રોહન બસ સુહાના સામે જોતો રહ્યો. સુહાના એ બેગ્સ અંદર મુક્યા અને પોતે પણ ટેક્સી માં બેસી ગઈ.

રોહન દુઃખી ચેહરે સુહાના સામે જોતો રહ્યો. અને ત્યાં જ સુહાના એ ટેક્સી ચલાવવા કહ્યું.

રોહન ને સમજ માં ન આવ્યું કે એ પરિસ્થિતિમાં કેવી રીતે રીએક્ટ કરવું. એ ચાલતો ઘર માં આવ્યો. સુહાના ની દરેક વાત એના મગજ માં ઘૂમતી હતી. એને સુહાના ને આટલી તૂટેલ ક્યારેય નહતી જોઈ.
ગુસ્સે થતી પણ આજ વખતે સુહાના ગુસ્સે નહીં પણ દુઃખી હતી. ડીસઅપોઇન્ટ હતી રોહન ની કરતુતો થી.

રોહન તેના રૂમ માં પહોંચ્યો ત્યાં દીવાલ પર લાગેલ તેના અને સુહાના ના ફોટોસ જોવા લાગ્યો. અને એક એક મોમેન્ટ જે એની સાથે દિલ ખોલી ને જીવી હતી , હસ્યો હતો દુઃખી થયો હતો. એને મનાવી હતી એ બધી મોમેન્ટસ યાદ કરતા રોહન ની આંખો માં પાણી આવી ગયા.

રોહન એ સુહાના ને ફોન કર્યો. સુહાના એ ફોન રિસીવ જ ન કર્યો.
એ દિવસ બસ એમ જ નીકળી ગયો. રોહન ને અંદર થી ગિલ્ટી ફિલ થવા લાગ્યું. એક દિવસ માં એને સુહાના ની યાદો સતાવવા લાગી.

બીજે દિવસે ફરી સુહાના નો કોન્ટેકટ કરવા ની કોશિશ કરી ત્યારે ખબર પડી કે સુહાના તેની ફ્રેન્ડ સાથે હાલ માં રહે છે. રોહન તેના ઘરે પહોંચ્યો.
ડોરબેલ નો અવાજ આવતા સુહાના એ દરવાજો ખોલ્યો. અને સામે જ રોહન ઉભો હતો.

સુહાના કાંઈ બોલ્યા વિના દરવાજો બંધ કરી દીધો. રોહન કાંઈ ન બોલી શક્યો.
એ પછી ના દિવસે રોહન ફરી ત્યાં પહોંચ્યો. સુહાના એ જ દરવાજો ખોલ્યો. રોહન ચેહરા પર પશ્ચયતાપ ના ભાવ અને આંખો માં દર્દ ભરી ને બેહાલ બની ને ઉભો હતો.

“રોહન પ્લીઝ અહીંયા આવવા નું બંધ કરી દે.” સુહાના બોલી પડી.

“તને ભૂલવી મારી માટે શક્ય નથી. સાચે સુહાના દિલ થી માફી માંગુ છું. મને ખબર છે બૌ મોટી મિસ્ટેક કરી મેં. અને હા જાણી જોઈ ને જ કરી. પણ ત્યારે એ નહતી ખબર ને કે એ ભૂલ ની સજા આવી મળશે . તું મારા થી દુર થઇ જઈશ.

સુહાના તું બીજી કોઈ પણ સજા આપી દે. હું તૈયાર છું એ ભોગવવા. તારે સમય જોઈએ છે ,બસ તું લઈ લે પણ કેટલો એ કહી દે. આમ તારા વિના જિંદગી છોડ જીવન પણ નથી વિત્તતું.
હું એ જ ફિલ કરું છું અત્યારે જે મને અને માયા ને સાથે જોઈ તે કર્યું હતું.

હું સજા ને લાયક છું પણ પ્લીઝ આવી સજા ન આપ. રોહન ની આંખો માં આંસુ આવી ગયા એ સુહાનો નો હાથ પકડી અને રડવા લાગ્યો. “પ્લીઝ મને છોડી ને ન જા. પ્લીઝ.”

રોહન ની આવી હાલત જોઈ સુહાના પણ પીગળી. અને રોહન ને ગળે લગાવી લીધો અને એ પણ રડવા લાગી. અને બોલી ” આ પ્રેમ એવો નફ્ફટ છે ને જેની સાથે થઈ ગયો ને એક વખત પછી ક્યારેય એને દુઃખી નથી જોઈ શકતો. ગમે એમ કરી ને દિલ ને મનાવી લે છે.”

સુહાના એ રોહન ને માફ કરી દીધો. અને રોહન એ પણ પોતાનું દિલ હંમેશા હંમેશા માટે સુહાના ને સોંપી દીધું.

નોટ – જ્યારે કોઈ તમને સાચો પ્રેમ કરતા હોય ને ત્યારે એ પ્રેમ નો ખોટો ફાયદો ક્યારેય ન ઉઠાવવો. પ્રેમ નો પહેલો પાયો ભરોસો છે. ક્યારેય કોઈ નો ભરોસો ન તોડવો. એ પછી છોકરી હોય કે છોકરો. બંને ને આ વાત લાગુ પડે છે.

લેખિકા : મેઘા ગોકાણી 

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.