આખરે શા કારણે મેક્સિકન મેયરે ધામધૂમથી મગર સાથે કર્યા હતા લગ્ન ? કારણ છે ખુબ જ હેરાન કરી દેનારુ, જાણો સમગ્ર મામલો

લગ્ન એ દરેક માનવીના જીવનમાં એક એવી ક્ષણ હોય છે જેને દરેક ખાસ બનાવવાનો પ્રયાસ કરે છે. આ માટે લોકો જુદી જુદી રીતે પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા પર આને લગતા ઘણા વીડિયો અને તસવીરો પણ વાયરલ થતી રહે છે. ઘણી વખત લોકો પોતાના લગ્નમાં એવું કંઈક કરે છે કે જેને જોયા બાદ લોકો ખૂબ જ આશ્ચર્યમાં મૂકાઇ જાય છે.

હાલ એક એવા જ લગ્ન ખુબ જ ચર્ચામાં છે. આ લગ્નની સૌથી વિચિત્ર વાત એ છે કે વરરાજાએ કન્યાને બદલે મગર સાથે લગ્ન કર્યા. જ્યારે આ લગ્નનો કિસ્સો અને વીડિયો ઈન્ટરનેટની દુનિયામાં આવ્યો ત્યારે લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. મામલો મેક્સિકોનો છે, જ્યાં સાન પેડ્રો હ્યુઆમેલુલાના મેયર સેટર હ્યુગોએ એક મગર સાથે સંપૂર્ણ વિધિથી લગ્ન કર્યા હતા.

આ લગ્નમાં હજારો લોકોએ હાજરી આપી હતી અને તમામ વિધિઓ વરરાજાના સંબંધીઓ દ્વારા કરવામાં આવી. આ લગ્ન પર્યાવરણ, મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેના સંબંધ વિશે જણાવે છે. કહેવાય છે કે મેક્સિકોમાં મગર સાથે લગ્ન કરવાનો જૂનો રિવાજ છે. વર્ષ 1789થી દેશમાં આ થઈ રહ્યું છે કારણ કે આમ કરવાથી તે શહેરમાં ક્યારેય ખરાબ નથી થતું અને તે વિસ્તાર હંમેશા વસ્તીવાળો રહે છે.

એવી માન્યતા છે કે આ પ્રકારના લગ્ન દ્વારા ભગવાન પાસેથી ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે. આ સિવાય મોટાભાગના લોકો સારા વરસાદ અને વધુ માછલીઓ મેળવવા માટે જ આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. મેયરે પણ આ જ હેતુથી આ લગ્ન કર્યા હતા. આ અંતર્ગત મગરનું પહેલું નામ રાખવામાં આવે છે. આ પછી લગ્નની તારીખ કાઢવામાં આવે છે અને દરેકને આ લગ્નનું આમંત્રણ મોકલવામાં આવે છે. આ પછી લગ્ન બધાની સામે કરવામાં આવે છે.

આ લગ્ન દરમિયાન મગરને દુલ્હનની જેમ સફેદ વેડિંગ ડ્રેસ તેમજ અન્ય રંગીન કપડાં પહેરવામાં આવે છે. જે પછી સ્થાનિક નેતાઓ તેની સાથે લગ્ન કરે છે અને પોતાને દિવ્ય પુરુષ માને છે. આ દરમિયાન તે માદા મગરને પણ ચુંબન કરે છે, જોકે આ સમયે મગરનું મોં કપડાથી બાંધી દેવામાં  આવે છે જેથી તે વરરાજાને કોઈપણ રીતે નુકસાન ન પહોંચાડી શકે.

Niraj Patel