મેટ્રોને લીધે મોતને ભેટેલા મા-દીકરાના નિધનથી પરિવાર થયો હતાહત, રડી રડીને હાલ થયા બેહાલ, વીડિયો તમારું કાળજું પણ કંપાવી દેશે… જુઓ

ચેતી જજો મેટ્રોની બાજુમાંથી નીકળતા પહેલા, આ મા-દીકરાનું દર્દનાક મોત, એક ભૂલ થઇ ગઈ અને જીવ ગયો

અમદાવાદમાં હાલ મેટ્રોનું કામ ખુબ જ જોરશોરથી ચાલી રહ્યું છે, મેટ્રોનો એક રૂટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ ઉપરાંત કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પણ મેટ્રોનું કામ તેજગતીએ ચાલી રહ્યું છે. ત્યારે જ આ દરમિયાન એક દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. મેટ્રોનો એક નિર્માણાધીન પિલર અચાનક ધરાશાયી થઇ ગયો. જેમાં એક બાઈક સવાર પરિવાર તેની ચપેટમાં આવી ગયો.

આ દુઃખદ ઘટનામાં બાઈક પર સવાર પતિ પત્ની અને બે બાળકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન મહિલા અને બાળકનું મોત નીપજ્યું હતું. મેટ્રોનો પિલર પડવાની ખબર સાથે જ મેટ્રોના એમડી અને એડિશનલ સીપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટના કલ્યાણ નગરના એચઆરબીઆર લેઆઉટના રસ્તામાં નગવારામાં ઘટી હતી.

બેંગલુરુ ઇસ્ટના ડીસીપી ડો. ભીમશંકર ગુલડે જણાવ્યું કે દંપતી પોતાના દીકરા અને દીકરી સાથે બેંગલુરુ હેબ્બલની તરફ જઈ રહ્યા હતા. ત્યારે જ મેટ્રોનો પિલર ઓવરલોડ થઈને બાઈક પર પડ્યો હતો. બાઈકની પાછળની સીટ પર સવાર  મા-દીકરો આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘયલ થયા હતા. તેમને આલટીસ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. જ્યાં માં અને દીકરાએ દમ તોડી દીધો. મૃતકની ઓળખ તેજસ્વીની અને તેમના અઢી વર્ષના દીકરા વિહાનના રૂપમાં કરવામાં આવી છે.

ડીસીપીના જણાવ્યા પ્રમાણે આ ઘટના સવારે 10.45 વાગ્યે થઇ હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી, વિપક્ષ દ્વારા પણ સરકાર પર નિશાન સાધવામાં આવ્યું અને રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. તો ઘટના બાદ પરિવાર માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું છે, મહિલા અને માસુમના મોત પર પરિવારજનોના પણ રડી રડીને હાલ બેહાલ થઇ રહ્યા છે.

Niraj Patel