ખબર

કોરોનાથી બચવા માટે આ દવાનું સેવન કરવાનું કહી રહ્યા છે તબીબો, જાણો વિગત

કોરોના વાયરસથી બચાવવા અનેક દવાઓ અને ઈન્જેક્શન માર્કેટમાં આવી ગયા છે. અનેક કંપનીઓ રિસર્ચ કરે છે. આ વચ્ચે અનેક દવા કોરોના સામે માણસોનું રક્ષણ કરે છે. સુરત શહેરમાં કોરોના કેસ વધતા ડોક્ટરો દ્વારા લોકોને ખાસ દવા લેવા અપીલ કરી છે.

પ્રતિકાત્મક તસવીર

વર્ષો જૂની આ દવાને WHOએ સુરક્ષિત દવાઓની શ્રેણીમાં મૂકી છે. એટલું જ નહીં, અનેક જગ્યાએ આ દવાની ફર્સ્ટ ટ્રાયલ પણ થઈ ગયું છે. મોઢામાં માત્ર 1 મિનિટ સુધી દવા રાખી ગળી જાવાની હોય છે. બીપી, ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે. આ દવા છે મેથિલિન બ્લૂ. કોરોનાની બીજી લહેરમાં જે રીતે સંક્રમણ ઘાતક બન્યું છે એને ધ્યાનમાં રાખી ડૉક્ટરો દર્દીઓના જીવ બચાવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. આ વચ્ચે સુરતમાં જ્યારે સંક્રમણ વધ્યું ત્યારે હવે સુરતના સિનિયર ડૉક્ટર પોતાના દર્દીઓને એક ખાસ દવા આપી રહ્યા છે. કોરોના દર્દીને આ દવાથી ઓક્સિજન લેવલ વધે છે અને બીજી બાજુ, જેને કોરોના નથી તેમને પણ આ દવા પ્રિવેન્શનરૂપે કામ કરે છે. ગુજરાતના અનેક ડૉક્ટરો મેથિલિન બ્લુને રામબાણ ઈલાજ હોવાનો દાવો કરી રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

આ દવાની ખાસિયત એ છે કે, આ ખૂબ જ સસ્તી દવા છે, માટે ઓછા રૂપિયામાં લોકો આ દવાનો ઉપયોગ મોઢાથી કરી શકે છે. અનેક જગ્યાએ આ દવાનુ ફર્સ્ટ ટ્રાયલ પણ થઈ ગયું છે. બીપી, ડાયાબિટીસના દર્દીઓ પણ આ દવા લઈ શકે છે.

ડૉ. ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું કે હાલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ દવા આપવા માટેની શરૂઆત થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ કેમ્પ પણ લગાવવામાં આવી રહ્યા છે, જેને કોરોના થયો હોય અથવા જે સામાન્ય હોય તેમને અમે આ દવા લેવા માટે અપીલ કરી રહ્યા છે. આ ખૂબ જ સસ્તી દવા છે, માટે ઓછા રૂપિયામાં લોકો આ દવાનો ઉપયોગ મોઢાથી કરી શકે છે.