રસોઈ

સૌ ગુજરાતીઓનાં બ્રેકફાસ્ટમાં માનીતા મેથીના સ્વાદિષ્ટ થેપલાં આજે જ બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ..

ગુજરાતી ઘરોમાં ખમણ, થેપલાં ને ઢોકળાની અલગ અલગ કેટલીય વેરાયટીઓ બનતી જ હોય છે. એમાય થેપલાં તો બારેમાસ બનતાં હશે. સવારનો નાસ્તો હોય કે સાંજનું જમવાનું કે પછી કોઈ પીકનીક પેલેસની મુલાકાત થેપલાં તો સાથે જ હોય. તો ચાલો આજે મેથીનાં થેપલાં કેમ બનાવવા એની ફોટો સાથેની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈએ એ પણ વિડીયો સાથેની.

સામગ્રી

 • ઘઉં નો લોટ ૧ બાઉલ
 • મેથી ની ભાજી ૧ બાઉલ
 • તેલ ૩ મોટી ચમચી
 • ગરમ મસાલા પાવડર ૧ ચમચી
 • લાલ મરચું પાવડર ૧ ચમચી
 • હળદર પાવડર ૧ ચમચી
 • ઝીરું ૧ ચમચી
 • ધાણા ઝીરું પાવડર ૧ ચમચી
 • લસણ લીલું મરચું ની પેસ્ટ ૧ ચમચી
 • મીઠું સ્વાદ મુજબ
 • ખાંડ ૧/૫ ચમચી
 • પાણી જરૂર મુજબ

રીત:
લોટ બાંધવા માટે:

• ઘઉં નો લોટ અને બધા મસાલા મિક્સ કરી ને એક કઠણ લોટ બાંધી દો• જો તમને ગળ્યું તીખું પસંદ હોઈ એવી જ રીતે વધારે ઓછું કરી શકો છો.  લોટ બંધાય જાય એટલે એમાં ઉપર થી તેલ અડદ કરી ને ગુંદી નાખો અને ૧૦મિનિટ ઢાંકીને તૈયાર લોટને રેસ્ટ આપો. • પછી પાટલી વેલણની મદદથી બહુ પાતળાં પણ નહી એમઇ બહુ જાડા પણ નહી. એવાં મીડિયમ થેપલાં વણી લો.

હવે વણેલા થપેલાને ગેસ પર લોઢી મૂકી શેકી લો. થેપનાની કિનારી પર 2 સીએચએએમએસીએચઇઇ તેલ મૂકવું જેથી થેપલાં લાંબા સમય સુધી કુણા રહે.• થોડો લાલ થવા દેવો તો સરસ સ્વાદ આવશે ખાવા માં• તો ગરમ ગરમ મેથી ના થેપલા તૈયાર છે તમે એને દહીં ,ચા ,ટોમોટો સોસ ,લીલી ચટણી ,સાથે સર્વ કરી શકો છો

સંપૂર્ણ રેસીપીનો વિડીયો જોવાં માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો !!

Subscribe to our channel for more: https://youtu.be/zsI6hvpukNA

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…