શિયાળાની ઋતુમાં ઘરે ‘વસાણું મેથી પાક’ બનાવવાની પરફેક્ટ રીત, નોંધી લો રેસિપી

0

શિયાળાની શરૂઆત થતાંજ લોકો અનોખા વસાણાં ખાવા લાગે છે. શિયાળાની ઋતુમાં લોકો અડદિયા, ખજૂર પાક, મેથી પાક અને નિતનવા વસાણાં ખાતા હોય છે. શિયાળાની ઋતુમાં આ વસાણાંનું સેવન કરવાથી શરીરમાં સ્ફ્રુતિ આવે છે સાથે જ ઠંડીથી રક્ષણ પણ મળી શકે છે.

આપણે બધાએ સાંભળ્યું જ હશે કે મેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મેથી એક એવી વસ્તુ છે જે શરીરને રોગ મુક્ત કરે છે. મેથી ખાવામાં કડવી હોય છે પરંતુ તેના ગુણ મીઠા હોય છે. મેથીનો પાક બનવાવામાં આવે તો તેને સ્વાદ કંઈક અલગ જ હોય છે.

મેથી પાક બનાવવાની સામગ્રી અને રીત:

સામગ્રી:

  • ઘી 250 ગ્રામ
  • ગુંદર 50 ગ્રામ
  • ઘઉં નો લોટ 50 ગ્રામ
  • બેસન 50 ગ્રામ
  • અડદનો લોટ 2 ચમચી
  • મેથીનો લોટ 100 ગ્રામ
  • ગોળ 350 ગ્રામ
  • નારિયેળનું છીણ 100 ગ્રામ
  • બત્રીસું પાવડર 2 ચમચી
  • સુંઠ પાવડર 2 ચમચી
  • ગંઠોડા પાવડર 2 ચમચી
  • ડ્રાય ફ્રૂટ 1/2 કપ

રીત:
સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો.

ઘી ગરમ થઇ જાય એટલે તેમાં ગુંદર તળી લો. ગુંદરને એક પ્લેટમાં રાખી દો.

ત્યારબાદ આ ગરમ ઘીમાં ઘઉંનો લોટ શેકી લો. ઘઉંનો લોટ શેકાઈ જાય ત્યારબાદ તેમાં બેસન અને અડદનો લોટ મિક્સ કરો.

ત્યારબાદ આ ગરમ ઘીમાં ઘઉંનો લોટ શેકી લો.ઘઉંનો લોટ શેકાઈ જાય ત્યારબાદ તેમાં બેસન અને અડદનો લોટ મિક્સ કરો.

ફરી એક પેનમાં ઘી ગરમ કરી ગોળ મિક્સ કરી તેમાં મેથીનો લોટ મિક્સ કરો. આ બાદ તેમાં બધા લોટવાળું મિશ્રણ એડ  કરો.

આ બાદ તેમાં બધા લોટવાળું મિશ્રણ એડ  કરો. આ બાદ તેમાં નારિયેળનું છીણ વસાણું ગંઠોડા પાવડર મિક્સ કરો.

બધું બરાબર મિક્સ થઇ જાય એટલે થાળીમાં ઘી લગાડો.

ઘી લગાડી આ મિશ્રણને તેમાં પાથરી દો. ત્યારબાદ તેમાં ડ્રાયફ્રુટ છાંટી ઠંડુ કરવા માટે મૂકી દો. ત્યારબાદ સર્વ કરો.
તો તૈયાર છે શિયાળાની સિઝનનો ‘મેથી પાક.’

મેથી પાક બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.