Meteorological expert Ambalal Patel’s : છેલ્લા 3-4 દિવસથી ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, આ દરમિયાન ઘણા બધા વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. ત્યારે હજુ આગામી સમયમાં પણ ગુજરાતની અંદર ભારે વરસાદ થવાની આગાહીઓ પણ સામે આવી રહી છે. આ બધા વચ્ચે જ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને એક ભયાનક આગાહી કરી છે, વરસાદની સાથે તેમને વાવાઝોડાને લઈને પણ આગાહી કરી છે.
આ તારીખે આવશે વરસાદ :
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવે ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાનું છે પરંતુ ઝાપટા હજુ પણ જોવા મળી શકે છે. અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ લાવશે. આ નવી વરસાદી સિસ્ટમના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 27-28 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. ”
વાવાઝોડાની આગાહી :
વધુમાં અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે “પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. સાથે જ ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, તેની અસર રાજસ્થાન સુધી થઈ શકે છે. ઓક્ટોબર માસમાં બંગાળમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. 4થી 12 ઓક્ટોબોર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું થઈ શકે છે.”
વરસાદના કારણે ખેડૂતો પરેશાન :
અંબાલાલે એમ પણ જણાવ્યું કે, “દક્ષિણ પૂર્વિય તટો ઉપર 150 કિ.મીની ઝડપે વાવાઝોડુ આવશે. ગુજરાતમાં આ સિસ્ટમ વરસાદ લાવી શકે છે. અરબી સમુદ્રમાં પણ આ દરમિયાન વાવાઝોડાની અસર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસમાં થયેલા વરસાદના કારણે ખેડૂતોને પણ ભારે નુકશાન સહન કરવું પડ્યું છે. કચ્છમાં પણ આ ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે. કેટલીક નદીઓ પણ બંને કાંઠે વહેવા લાગી છે. નદીઓના પાણી ખેતરમાં ઘુસી જવાના કારણે ખેડૂતો પણ પરેશાન છે.