...
   

ગુજરાતમાં જામ્યો ફરી વરસાદ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છે, ઘણા જિલ્લાઓમાં ઝાપટા તો ઘણા જિલ્લામાં હળવાથી લઇને ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવવાની શરૂ કરી છે. આ વચ્ચે હવામાન વિભાગની આગામી દિવસોની આગાહી સામે આવી છે.

છ સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની જ્યારે ગાંધીનગર, અમદાવાદ, સુરત, કચ્છ, મહેસાણા, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, પાટણ, આણંદ, ખેડા, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આવતી કાલે એટલે કે સાત સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની જ્યારે ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આઠમી સપ્ટેમ્બરે મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની અને ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

જ્યારે નવ સપ્ટેમ્બરે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભારેથી હળવા વરસાદની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મહેસાણા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે રાજ્યમાં હવે ધીમે ધીમે વરસાદની ગતિમાં ચોક્ક્સ ઘટાડો થશે.

Shah Jina