ખબર

ઉપરવાળાએ આપ્યું ત્યારે છપ્પર ફાડીને આપી દીધું આ વ્યક્તિને, રાત્રે ઘરમાં છત તોડીને એવી વસ્તુ પડી કે કંગાળ બની ગયો કરોડપતિ

આપણે એક કહેવત નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે ઉપરવાળો જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આ કહેવત ભલે બીજા અનુસંધાનમાં લેવામાં આવી પરંતુ આ હકીકત બની છે. એક વ્યક્તિના ઘરે રાત્રે છત તોડી અને એક વસ્તુ પડી અને કંગાળ પરિવાર એ વસ્તુના કારણે રાતોરાત કરોડપતિ બની ગયો.

Image Source

આ ઘટના બની છે ઇન્ડોનેશિયાના એક યુવક જોસુઆ હુતાગલંગુની સાથે જે શબપેટી બનાવવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ આ વસ્તુ તેના ઘરની અંદર પડવાના કારણે તે થોડી જ મિનિટોમાં કરોડપતિ બની ગયો.

Image Source

જોસુઆ તેના ઘરની અંદર કામ કરી રહ્યો હતો તે દરમિયાન જ આકાશમાંથી ઘરની અંદર ખુબ જ દુર્લભ ઉલ્કાપિંડનો ટુકડો આવીને પડ્યો. આ ઉલ્કાપિંડનો ટુકડો લગભગ 4 અરબ વર્ષ જૂનો હતો. જેના  કારણે  તેની કિંમત 10 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

Image Source

ઉલ્કાપિંડ પડવાના કારણે જોસુઆના કોલાંગ સ્થિત ઘરમાં કાણું પડી ગયું. જે સમયે આ ઉલ્કાપિંડ પડ્યું ત્યારે તે ઘરની અંદર શબપેટી બનાવવાનું કામ જ કરી રહ્યો હતો. ઉલ્કાપિંડનું વજન 2 કિલોથી પણ વધારે છે અને જ્યારે તે છત તોડી અને પડ્યું ત્યારે તે 15  સેન્ટિમીટર સુધી જમીનમાં ઉતરી ગયું.

Image Source

આ ઉલ્કાપિંડના બદલામાં જોસુઆને લગભગ 14 લાખ પાઉન્ડ (10 કરોડ રૂપિયા) મળ્યા. આ ખુબ જ દુર્લભ પ્રજાતિ ગપાનાનો જણાવવામાં આવી રહ્યો છે જેના કારણે તેની કિંમત 857 ડોલર પ્રતી ગ્રામ છે. જોસુઆએ જણાવ્યું કે પથ્થર જ્યારે પડ્યો ત્યારે તે ખુબ જ ગરમ હતો, પરંતુ પછીથી તે ઠંડો થઇ ગયો.