ન્યુયોર્કમાં આયોજિત વિશ્વની સૌથી મોટી ફેશન ઇવેન્ટ Met Gala 2019માં બોલિવૂડની અભિનેત્રીઓ પણ સામેલ થઇ છે, જેમાં પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. આ બંને અભિનેત્રીઓના ડ્રેસ ખૂબ જ અલગ હતા. આ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરાએ તેના પતિ નિક જોનાસ સાથે સ્ટાઈલિશ એન્ટ્રી મારી હતી, જયારે દીપિકા પિન્ક ગાઉનમાં ડિઝની પ્રિન્સેસ જેવી લાગતી હતી.

પ્રિયંકા ચોપરાએ આ ત્રીજી વાર મેટ ગાલામાં હાજરી આપી છે, પણ પતિ નિક જોનાસ સાથે હાથમાં હાથ નાખીને પહેલી વાર મેટ ગાલામાં એન્ટ્રી મારી હતી. આ કપલે લક્ઝરી બ્રાન્ડ ડિયોરની ડ્રેસ પહેરી હતી. પ્રિયંકાએ ફેધર ડ્રેસ પહેરી હતી, જયારે નિકે સફેદ સૂટ પહેર્યો હતી. પ્રિયંકાની હેરસ્ટાઇલિસ્ટએ પ્રિયંકાને એફ્રો કર્લ્સ લૂક આપ્યો હતો, સાથે જ ક્રાઉન ટચ પણ આપ્યો.

જયારે દીપિકા આ ઇવેન્ટમાં મેટાલિક પિન્ક કલરના ગાઉનમાં ખૂબ જ ગ્લેમરસ દેખાતી હતી. દીપિકાએ હાઈ-પફ્ડ પોનીટેલ હેરસ્ટાઇલ કરી હતી. તેના ડ્રેસ સાથે કમ્પ્લીટ લૂક માટે હેરબેન્ડ અને હાથમાં સ્ટડેડ બેન્ડ પહેર્યો હતો. તેના સિવાય લેડી ગાગા અને બીલી પોર્ટરના અંદાજને પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.
Met Gala 2019ની પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણની તસ્વીરો ઈન્ટરનેટ પર ખૂબ જ ધમાલ મચાવી રહી છે. રેડ કાર્પેટની આ તસવીરો વિશ્વભરમાં બહુચર્ચિત છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હંમેશા ધમાલ મચાવતા જોવા મળે છે. થોડા દિવસો પહેલા પણ તેઓ બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સમાં ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. જ્યા તેમની સાથે આખો જોનાસ પરિવાર પણ હાજર રહ્યો હતો.

દીપિકા પાદુકોણ વિશે વાત કરીએ તો અહેવાલો અનુસાર, દીપિકા માટે મેટ ગાલા ઇવેન્ટમાં આવવું ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે તે હાલ મેઘના ગુલઝારની આગામી ફિલ્મ છપાકનું શૂટિંગ કરી રહી છે. જેમાં દીપિકા એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની ભૂમિકા ભજવવાની છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks