બિકિનીમાં આગ લગાવે છે લિયોનેલ મેસ્સીની પત્ની, ફિટનેસ પર ફિદા છે લોકો, આવી રીતે શરૂ થયુ હતુ મેસ્સી સાથેનું સફર

5 વર્ષની ઉંમરમાં મિત્રતા, પછી પ્રેમ…ક્યારેય લિયોનેલ મેસ્સીથી અલગ ન થઇ મોડલ એન્ટોનેલા, બિકીની પહેરવાની છે શોખીન જુઓ તસવીરો

લિયોનેલ મેસ્સીએ FIFA વર્લ્ડ કપ 2022માં પોતાની ઐતિહાસિક જીતથી લોકોના દિલ જીતી લીધા હતા. ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં મેસ્સીએ પોતાની રમતથી એવો જાદુ ફેલાવ્યો કે દુનિયા તેની દિવાના થઈ ગઇ. લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિનાએ ફ્રાંસને હરાવીને ફિફા વર્લ્ડ કપ જીતી લીધો. લિયોનેલ મેસ્સીની હાલ ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે તેની જીતથી તેની પત્ની એન્ટોનેલા રોકુઝો સૌથી વધુ ખુશ છે.

લિયોનેલ મેસ્સી દુનિયાભરના લોકોના દિલમાં વસે છે. પરંતુ તેની પત્ની પણ કોઈ સ્ટારથી કમ નથી. લિયોનેલ મેસ્સીની પત્ની એન્ટોનેલા રોકુઝો પ્રખ્યાત મોડલ છે. મેસ્સીની પત્નીએ ડેન્ટિસ્ટનો અભ્યાસ કર્યો છે, પરંતુ મેસ્સીને ટેકો આપવા માટે તે પોતાનો અભ્યાસ છોડીને તેની સાથે રહેવા બાર્સેલોના શિફ્ટ થઈ ગઈ હતી. એન્ટોનેલા રોકુઝો અધવચ્ચે અભ્યાસ છોડી દેવાના કારણે ડેન્ટિસ્ટ ન બની શકી, પરંતુ પછી મોડલિંગમાં તેણે પોતાનું નસીબ અજમાવ્યું અને તેમાં તેને સફળતા પણ મળી.

એન્ટોનેલા અને મેસ્સી 5 વર્ષની ઉંમરથી એકબીજાની સાથે છે. બંનેએ વર્ષ 2017માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. મેસ્સી અને તેની પત્ની એન્ટોનેલા ત્રણ બાળકોના માતા-પિતા છે. પરંતુ ફિટનેસ અને સુંદરતાની બાબતમાં મેસ્સીની પત્ની એન્ટોનેલા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. એન્ટોનેલા રોકુઝોની પત્ની વાસ્તવિક જીવનમાં સુપર ગ્લેમરસ અને બોલ્ડ છે. એન્ટોનેલા રોકુઝો સોશિયલ મીડિયા પર રાજ કરે છે.

ફૂટબોલ જગતના મહાન ખેલાડીઓમાંથી એક લિયોનેલ મેસ્સીની પ્રેમ કહાની પણ કોઇ ફિલ્મની સ્ટોરીથી ઓછી અનોખી નથી. બાળપણમાં ખૂબ જ શરમાળ સ્વભાવ ધરાવતા મેસ્સીએ પાંચ વર્ષની ઉંમરે એન્ટોનેલા રોકુઝોને પહેલીવાર જોઇ હતી. મેસ્સીએ તેના જીવનના 34 વર્ષમાંથી 29 વર્ષ તેના પ્રેમમાં વિતાવ્યા છે. મેસ્સીએ તેને પ્રથમ વખત તેના પિતરાઈ ભાઈ લુકાસના ત્યાં જોઇ હતી. લુકાસ અને મેસ્સી બેસ્ટ ફ્રેન્ડ હતા. નવ વર્ષની ઉંમરે મેસ્સી સંપૂર્ણપણે એન્ટોનેલાના પ્રેમમાં ડૂબી ગયો હતો.

પ્રસિદ્ધિની ઊંચાઈએ પહોંચવા છતાં મેસ્સી તેના બાળપણના પ્રેમને ભૂલ્યો નહિ. વર્ષ 2009માં આ ખેલાડીએ દુનિયાને પહેલીવાર પોતાની ગર્લફ્રેન્ડનું નામ જણાવ્યું હતું. વર્ષ 2009માં બાર્સેલોનાએ ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો હતો. એક ઇન્ટરવ્યુમાં મેસ્સીને પૂછવામાં આવ્યું કે શું તેની કોઈ ગર્લફ્રેન્ડ છે? મેસ્સીએ હા પાડી અને કહ્યુ કે, તે આર્જેન્ટિનામાં રહે છે. મેસ્સીના સંબંધોનો ખુલાસો થયા બાદ એન્ટોનેલા તેની સાથે સ્પેનમાં રહેવા લાગી હતી. 2 જૂન 2012ના રોજ, મેસ્સીએ એક્વાડોર સામે ગોલ કર્યા બાદ બોલ તેની જર્સીની અંદર નાખ્યો.

તેણે દુનિયાને આ સંદેશ આપ્યો કે તે જલ્દી પિતા બનવાના છે. તે જ વર્ષે, એન્ટોનેલાએ મેસ્સીના પ્રથમ પુત્રને જન્મ આપ્યો. મેસ્સીના બીજા પુત્રનો જન્મ વર્ષ 2015માં થયો હતો. રસપ્રદ વાત એ છે કે પોર્ટુગલના સ્ટાર ખેલાડી રોનાલ્ડોએ પણ પોતાના બાળકનું નામ એ જ રાખ્યું છે. બે બાળકોના જન્મ પછી, મેસ્સીએ 30 જૂન 2017ના રોજ એન્ટોનેલા સાથે લગ્ન કર્યા. લગ્નના બીજા જ વર્ષે મેસ્સી ત્રીજી વખત પિતા બન્યો.

મેસ્સી અને એન્ટોનેલા રોકુઝોના ત્રણ બાળકોનું નામ THIAGO MESSI, MATEO MESSI, CIRO MESSI છે. મેસ્સીની પત્ની એન્ટોનેલા એક મોડેલ હોવાની સાથે સાથે બિઝનેસવુમન પણ છે. વર્ષ 2016માં તેણે Ricky Sarkanyની સાથે મોડેલિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા. જ્યારે વર્ષ 2017માં તેણે પોતાની બુટિક ચેઈન શરૂ કરી હતી. એન્ટોનેલા રોકુઝો લગભગ દરેક મેચમાં લિયોનેલ મેસ્સીને સપોર્ટ કરતી જોવા મળે છે. કતારમાં રમાયેલા વર્લ્ડ કપ દરમિયાન પણ આર્જેન્ટીનાની દરેક મેચમાં એન્ટોનેલા હાજર રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Antonela Roccuzzo (@antonelaroccuzzo)

મેસ્સીની પત્ની સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 25 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. Antonella Roccuzzo 34 વર્ષની છે. તે હંમેશા તેની ફિટનેસ અને ટોન ફિગર જાળવી રાખે છે. એન્ટોનેલા ફિટ રહેવા માટે સખત વર્કઆઉટ કરે છે અને ઘણીવાર જીમમાંથી તેની તસવીરો શેર કરે છે. તે ઘણીવાર બિકીમાં તેની કિલર તસવીરો શેર કરીને ચાહકોને ક્લીન બોલ્ડ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Antonela Roccuzzo (@antonelaroccuzzo)

બિકીમાં તેનું ટોન્ડ ફિગર જોઇ કોઈપણ તેના પ્રેમમાં પડી શકે છે. એન્ટોનેલા સોશિયલ મીડિયા પર ઘણીવાર લિયોનેલ મેસ્સી સાથે બિકીનીમાં રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. લિયોનેલ મેસ્સી અને એન્ટોનેલા રોકુઝોની સિઝલિંગ કેમેસ્ટ્રી ચાહકોના દિલ જીતી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Antonela Roccuzzo (@antonelaroccuzzo)

Shah Jina