જુલાઈમાં 3 વખત રાશિ બદલશે બુધ, આ 4 રાશિના લોકોના આવશે અચ્છે દિન

Budh Gochar 2022: જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દરેક ગ્રહ એક નિશ્ચિત સમયે પોતાની રાશિ બદલે છે. દરેક ગ્રહનું રાશિ ગોચર અલગ અલગ હોય છે. બુદ્ધિ, ધન,વેપારના કારક ગ્રહ બુધ 27 દિવસમાં રાશિ બદલે છે, પરંતુ કેટલીક વિશેષ પરિસ્થિતિમાં તેમા વધ ઘટ થાય છે. જુલાઈ 2022માં બુધ ગ્રહ 3 વખત રાશિ બદલવા જઈ રહ્યો છે. એક જ મહિનામાં ત્રણ વખત બુધનું ગોચર બધી 12 રાશિઓ પર અસર કરશે. પરંતુ 4 રાશિઓ પર તેની શુભ અશર પડશે. તો આવો જાણીએ એ કઈ 4 રાશિ છે જેને બુધના ગોચરથી ફાયદો થશે.

એક જ મહિનામાં 3 વખત બુધ ગોચર: બે જુલાઈના રોજ બુધ રાશિ પરિવર્તન કરી ચુક્યો છે અને અત્યારે મિથુન રાશિમાં છે. આવનારી 17 જુલાઈના રોજ બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 31 જુલાઈના રોજ કર્ક રાશિમાંથી નિકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે.

1.વૃષભ રાશિ: જુલાઈમાં 3 વખત બુધનું રાશિ ગોચર વૃષભ રાશિના જાતકોને ખુબ ફાયદો કરાવશે. તેમને નવી નોકરી મળશે અને ચાલું નોકરીમાં ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન પણ મળશે. આ જાતકોની આર્થિક સ્થિતિ સુધરશે. તે પોતાની બુદ્ધિ ક્ષમતાથી મોટા મોટા કાર્યોને સિદ્ધ કરી શકશે.

2.સિંહ રાશિ: સિંહ રાશિના જાતકોને બુધનું રાશિ પરિવર્તન અનેક રીતે લાભકારી સાબિત થશે. નવી નોકરીની ઓફર મળશે. ઘરના સભ્યોનો સાથ મળતા તમે નવા આયામો સર કરી શકશો. વેપાર ધંધામાં સારો નફો મળશે. નવા પ્રોજેક્ટ હાથમાં આવશે. અજાણ્યા સ્ત્રોત પાસેથી રૂપિયા મળશે.

3.કન્યા રાશિ: કન્યા રાશિના લોકોને બુધનું ગોચર સારા દિવસો લઈને આવશે. લાંબા સમયથી અટકી પડેલા કામો પૂર્ણ થશે. આ ઉપરાંત ફસાયેલા પૈસા પણ પરત મળશે. રોકાણ કરવા માટે સારો સમય છે. નોકરિયાત લોકો માટે પણ સારી તકો રહેલી છે. નોકરીમાં પ્રમોશન મળશે અને કામ અર્થે વિદેશ ગમન પણ થશે.

4.મકર રાશિ: મકર રાશિના લોકોના અચ્છે દિન આવવાના છે. બુધના રાશિ પરિવર્તનથી નોકરી અને વેપાર ધંધામાં લાભ થશે. શરીર સ્વાસ્થ્ય સારુ રહેશે. લાંબા સમયથી રહેલી બિમારી દૂર થશે. પૈસાની આવક વધતા મન સ્થિર રહેશે. લાંબી યાત્રાએ જવાનો યોગ બનશે. સમાજમાં તમારૂ માન સન્માન વધશે. વિદ્યાર્થીઓ માટે પણ આ રાશિ પરિવર્તન શુભ સાબિત થશે. લગ્ન જીવનમાં રહેલી અડચણો દૂર થશે. પત્નીનો સાથ મળશે.

YC