વેપારના દાતા બુધનું પાપી ગ્રહ કેતુના નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, આકસ્મિક ધન લાભના યોગ

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બુધને સૌથી શક્તિશાળી ગ્રહોમાંના એક ગણવામાં આવે છે, જે લગભગ 15 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. આ સાથે સાથે એક અવધિ પછી નક્ષત્ર પરિવર્તન પણ કરે છે જેની અસર 12 રાશિઓ પર જોવા મળે છે. ઓગસ્ટ મહિનાના અંતમાં એટલે કે 30 ઓગસ્ટે બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને આ જ દિવસે તે મઘા નક્ષત્રમાં પણ ગોચર કરશે. બુધના કેતુના નક્ષત્રમાં જવાથી બૌદ્ધિક અને આધ્યાત્મિક પાસાઓ પર સૌથી વધુ પ્રભાવ જોવા મળવાનો છે. બુધના મઘા નક્ષત્રમાં જવાથી કયા રાશિના જાતકોની ચમકી શકે છે કિસ્મત…વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ, બુધ 30 ઓગસ્ટે સાંજે 4 વાગીને 48 મિનિટે મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 6 સપ્ટેમ્બર સુધી આ જ નક્ષત્રમાં રહેશે. આ પછી પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે.

વૃષભ રાશિ
આ રાશિના જાતકો માટે બુધનું મઘા નક્ષત્રમાં જવું લાભકારી બની શકે છે. આ રાશિના જાતકોને કિસ્મતનો સાથ મળી શકે છે. તમે તમારી અંદર કોઈ પ્રત્યે છુપાયેલી લાગણીઓને લઈને ખુલીને વાત કરી શકશો. તમારામાં હિંમતની વૃદ્ધિ થશે. આ સાથે જ તમે ખુલીને વાતચીત કરી શકવામાં સક્ષમ બનશો, જેનાથી તમને નોંધપાત્ર લાભ મળી શકે છે. તમે લાગણીશીલ રીતે થોડું હળવું અનુભવી શકશો.

સિંહ રાશિ
આ રાશિના જાતકો માટે બુધનું મઘા નક્ષત્રમાં જવું અનેક ક્ષેત્રોમાં સારા ફળ આપી શકે છે. આ રાશિના જાતકોની બૌદ્ધિક ક્ષમતામાં ઝડપથી વૃદ્ધિ થઈ શકે છે. આ સાથે જ તમે નવી નવી બાબતો શીખશો. તમારી વાણી ખૂબ જ પ્રભાવશાળી થશે. તમે વાતચીત દ્વારા કરિયર અને બિઝનેસમાં મોટો સુધારો કરી શકશો. સમાજમાં પણ માન સન્માનની ઝડપથી વૃદ્ધિ થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેવાની છે. તબિયત સારી રહેવાની છે. પરંતુ નકામા તણાવથી બચીને રહેજો. આવા સમયે તમે ચાહો તો યોગ, કસરતની મદદ લઈ શકો છો.

વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને બેહદ લાભ મળી શકે છે. બુધના કેતુના નક્ષત્ર મઘામાં જવાના કારણે આ રાશિના જાતકોને કિસ્મતનો સાથ મળી શકે છે. બૌદ્ધિક ક્ષમતામાં ઝડપથી વૃદ્ધિ થઈ શકે છે. તમે તમારી તર્ક વિતર્ક કરવાની ક્ષમતાના કારણે અનેક ક્ષેત્રોમાં સફળ બની શકશો. લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીનો હવે હલ મળી શકે છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેવાની છે. કરિયરના ક્ષેત્રમાં મોટો લાભ મળી શકે છે. ભવિષ્યને લઈને અનેક યોજનાઓ બનાવી શકશો. આ સાથે જ મિત્રો અને પરિવાર સાથે સારો વખત પસાર થઈ શકે છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Shah Jina
error: Unable To Copy Protected Content!