જ્યોતિષ શાસ્ત્ર

કોરોના મહામારીમાં બુધ રાશિ કરશે ગોચર, જાણો કઈ રાશિને થવા જઈ રહ્યો છે લાભ અને ગેરલાભ

ચાર દિવસ પછી સવારે 2 વાગેને 31 મિનિટ ઉપર બુધ ગ્રહ મીન રાશિમાંથી નીકળી અને મેષ રાશિમાં ગોચર કરશે, મેષ રાશિની અંદર સૂર્ય પહેલાથી જ રહેલો છે અને બુધના આવવાથી સૂર્ય-બુધ આદિત્ય યોગનું પણ નિર્ણયમાં થવા જઈ રહ્યું છે, જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને શુભ યોગ માનવામાં આવ્યો છે તો જોઈએ આ સમય દરમિયાન કઈ કઈ રાશિઓ ઉપર તેનો સારો અને ખરાબ પ્રભાવ પાડવાનો છે.

Image Source

મેષ: આ રાશિના જાતકોને બુધ રાશિના આ પરિભ્રમણથી ફાયદો થશે, જે વિધાર્થીઓ પસ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવામાં લાગ્યા છે એમને સારા પરિણામ મળશે, સારી નોકરી પણ મળી શકે છે, વ્યાપાર ધંધામાં પણ આ પરિવર્તન લાભકારક થશે.

વૃષભ: આ રાશિના જાતકોને આ પપરિભ્રમણમાં તણાવની સ્થિતિ રહી શકે છે, આ સમયે તમારે કકળાટથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ, તમારી બચત પણ ખર્ચ થવાનો સંભવ રહેલો છે. લોકડાઉન દરમિયાન ઘરે રહીને વ્યાપાર કરવા વાળાને ફાયદો થશે.

મિથુન: ધન અને વ્યાપારના ક્ષેત્રમાં આ જાતકોને લાભ થઇ શકે છે, આ સમય દરમિયાન તમને તમારા સંબધોથી લાભ થશે, એટલા માટે સંબંધ ખરાબ ના કરવા, સમાજમાં તમારા કામની પ્રસંશા થશે.

Image Source

કર્ક: આ રાશિના જાતકોને વાણિજ્યથી જોડાયેલા કામમાં લાભ થશે, માન સન્માનમાં પણ વધારો થશે, ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ બનશે, પરિવાર સાથે સારો સમય વીતશે.

સિંહ: ઘરથી જો તમે ઓફિસના કામ કરી રહ્યા હશો તો લાભ થશે, લોકો તમારા કામની પ્રસંશા કરશે, પેટની તકલીફ તમને આ સમય દરમિયાન તરહી શકે છે, અચાનક યાત્રા કરવાનો પણ સંયોગ બને છે. બહુ જ જરૂરી હોય તો જ યાત્રા કરવી, પત્ની સાથે પણ સારો સમય વીતશે.

કન્યા: આ સમય દરમિયાન આ જાતકોને વાણી દોષની સ્થિતિ બની શકે છે, તેનું ધ્યાન તમારે રાખવું પડશે, કોઈપણ પરિસ્થિતિમાં તમારી ભાષાને ખરાબ ના થવા દેવી, તમારા શત્રુઓ નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે, સાવહદન રહેવાની જરૂર છે.

Image Source

તુલા: આ સમય દરમિયાન નવા સંબંધો બનશે, લગ્ન સંબંધી તકલીફો દૂર થઇ શકશે, ધંધામાં લાભ થશે, સારો સમય પણ પસાર થશે, ધર્મ- કર્મ પણ તમારી રુચિ રહેશે, બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિતા રહેશે.

વૃશ્ચિક: નવી યોજનાઓને પુરી કરવામાં સફળતા મળશે, ધનના મામલામાં સાવધાની રાખવી, ખર્ચ કરતા પહેલા તેની ઉપયોગિતાનો પણ ખ્યાલ રાખવો, લોકો સાથે સંબંધો ખરાબ ના કરવા, સંભધિઓને લઈને ચિંતા રહેશે, વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું.

ધન: જો તમે આ સમય દરમિયાન કોઈ નોકરીની શોધમાં છો તો તમને લાભ થશે, શિક્ષણ સાથે જોડાયેલા લોકોને આ સમય સારો રહશે, લાંબા સમયથી રોકાયેલું કોઈ કામ પૂર્ણ થશે. પૈસાની લેવડ દેવળ માં સબંધની રાખવી.

મકર: ઘરમાં કોઈ વાતને લઈને તણાવની સ્થિતિ બની શકે છે. એટલા માટે વિવવાદથી બચવા માટે સંવાદની પરકીયા ચાલુ રાખવી, બાળકો સાથે સારો સમય વીતશે, પત્નીની તબિયતને લઈને ચિંતા રહી શકે છે.

Image Source

કુંભ: નવી જવાદારીઓ મળી શકે છે, લોકોનો સહયોગ તમને પ્રાપ્ત થશે, ધનના કિસ્સામાં તમને સારી સફળતા મળશે, કોઈ સાથે વિવાદ ના કરવો, ખાણીપીણીમાં નિયંત્રણ રાખવું, મિત્રો સાથે સારો સમય પસાર થશે.

મીન: આ સમય દરમિયાન તમારું મન સારું રહેશે, ફસાયેલું ધન પાછું મળી શકે છે. લોકો તમારા કામની રીતને પસંદ કરશે, ધંધાને લઈને ચિંતા ના કરવી, કોઈપણ નિર્ણય વિચારીને લેવો, સફળતા માટે નવા રસ્ટાર્સ બની રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.