સુરતમાં અદાણી કંપનીના મેનેજર પતિએ બેરહેમીથી પત્નીની હત્યા કરી નાખી, બધાને એવી રીતે ઉલ્લુ બનાવ્યા કે પોલીસ પણ હેરાન રહી ગઈ, જુઓ

સુરતમાં અદાણી કંપનીના મેનેજર પતિ દિનેશે પત્ની વૈશાલીની બહુ જ ખરાબ રીતે હત્યા કરી પછી બધાને એવા ઉલ્લુ બનાવ્યા કે જોતા જ રહી જશો…હકીકત આવી સામે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના મામલાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઈની અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે, તો ઘણીવાર પ્રેમ પ્રસંગોના કારણે પણ કોઈનો જીવ લઇ લેવામાં આવતો હોય છે. ઘણીવાર પતિ પત્નીના સંબંધોમાં આવેલી કડવાશ પણ બંનેમાંથી કોઈની હત્યાનું કારણ બનતી હોય છે. ત્યારે હાલ એક એવો જ મામલો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં પતિએ જ પત્નીની હત્યા કરી અને આ મામલાને આપઘાતમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સોમેશ્વર સોસાયટીમાં રહેતા વૈશાલી પટેલ નામની મહિલા ગત બુધવારના રોજ મૃત હાલતમાં તેના ઘરેથી મળી આવી હતી. આ ઘટનાની જાણ વૈશાલીના પતિ દિનેશ પટેલે પોલીસને ફોન કરીને આપી હતી. દિનેશે પોલીસને જણાવ્યું હતું કે વૈશાલીએ ઝેર પી અને આપઘાત કરી લીધો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી.

દિનેશ પટેલે પોલીસને શરૂઆતમાં જણાવ્યું હતું કે, “હું અદાણી કંપનીના મેન્ટેનન્સ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર છું. હું ઘરમાં સૂતો હતો ત્યારે પત્ની વૈશાલી દીકરીની સ્કૂલમાં પ્રિન્સિપાલને મળવા ગઈ હતી.” દિનેશે વધુમાં જણાવ્યું હતું કે, “પ્રિન્સિપાલને મળ્યા બાદ તે ઘરે આવી હતી અને તેણે પછી ઘરનું કામ કર્યું હતું. તે પછી તે હોલમાં જ સૂઈ ગઈ હતી. જ્યારે તે રાત્રે 8 વાગ્યા સુધી જાગી ન હતી, ત્યારે તેણે તેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે મૃત હાલતમાં મળી આવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

પતિના નિવેદન બાદ પોલીસને લાગ્યું કે મહિલાએ ઝેર પીને આત્મહત્યા કરી છે. તપાસ દરમિયાન તેના ગળા પર અનેક નિશાન મળી આવ્યા હતા. આ પછી પોલીસ અને પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરોને પતિના દાવા પર શંકા થવા લાગી. ગુરુવારે મૃતક મહિલાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં બહાર આવ્યું કે તેણે આત્મહત્યા કરી ન હતી, પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં પોલીસે દિનેશ પટેલની કડક પૂછપરછ કરી હતી અને આ દરમિયાન આરોપી પતિએ પોતાનો ગુનો કબૂલી લીધો.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસે જ્યારે આરોપીને હત્યાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું, “પત્ની છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે બીમાર હતી. પત્નીની બિમારીથી તે પરેશાન હતો. તે દરેક બાબતે ઝઘડા કરતી હતી. હું છેલ્લા 3 વર્ષથી પત્નીથી છુટકારો મેળવવા માંગતો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, “પત્ની તેને છૂટાછેડા આપવા માટે પણ તૈયાર ન હતી. બુધવારે દીકરી શાળાએથી પાછી ફર્યા પછી, પત્નીએ છોકરીના ભણતરને લઈને ઝઘડો શરૂ કર્યો. વૈશાલીએ તેની દીકરીની સ્કૂલ બેગ ફેંકી દીધી હતી. જેના બાદ ગુસ્સામાં તેણે દુપટ્ટા વડે તેની હત્યા કરી નાખી..

Niraj Patel