...
   

દુનિયાનો એ દેશ જ્યાં લગ્ન માટે તરસી જાય છે મહિલાઓ, શોધવા છત્તાં પણ નથી મળતા પુરુષો; જુઓ ફોટોસ

જો દુનિયાની વાત કરીએ તો પુરુષોની વસ્તી સ્ત્રીઓ કરતા વધુ છે. દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં મહિલાઓ પુરૂષો કરતા ઘણી ઓછી છે. એક સમય એવો હતો જ્યારે ભારતમાં પણ લિંગ અનુપાતમાં ઘણી અસમાનતા હતી. હરિયાણામાં છોકરાઓ કરતાં છોકરીઓ ઘણી ઓછી હતી પરંતુ હવે સ્થિતિ થોડી સારી બની છે. જ્યારે કતાર, યુનાઈટેડ આરબ અમીરાત અને ઓમાન જેવા દેશોમાં પુરુષોની વસ્તી મહિલાઓ કરતા વધુ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક દેશ એવા છે જ્યાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતા વધુ છે. અહીં પુરૂષોની સંખ્યા ઓછી હોવાને કારણે કેટલીકવાર મહિલાઓને લગ્ન કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આર્મેનિયામાં પુરૂષોની અછત મુખ્યત્વે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછી થયેલ આર્મેનિયન નરસંહાર બાદના પ્રભાવોને કારણે છે. તુર્કી-ઓટોમન શાસન દરમિયાન 1.5 મિલિયન આર્મેનિયાઇ લોકોને સામૂહિક હત્યાઓમાં મારી દેવામાં આવ્યા હતા કે સીરિયાઇ રેગિસ્તાનમાં મોતના જૂલુસો પર લઇ જવામાં આવ્યા હતા. આર્મેનિયામાં દુનિયામાં સૌથી વધુ મહિલાઓ 55 ટકા છે. પરંતુ જન્મદર હજુ પણ છોકરાઓની તરફેણમાં છે.દર વર્ષે અહીં 100 છોકરીઓ સામે 110 છોકરાઓ જન્મે છે. અહીં પુરુષોની અછતના ઘણા કારણો છે.

20મી સદીમાં આર્મેનિયાને ઘણુ ઝેલવું પડ્યુ હતુ. રૂસ સાથે હાલ તો જંગ લડી રહેલા યુક્રેનમાં 54.40 ટકા મહિલાઓ છે. પરંતુ યુદ્ધના કારણે અહીં ઘણા પુરુષોએ જીવ ગુમાવ્યા છે. એટલે બંને વચ્ચેનું અંતર વધવાનું નક્કી છે. બીજા વિશ્વયુદ્ધને કારણે યુક્રેનની પુરૂષોની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને અત્યાર સુધી તે 1941ના લેવલ સુધી પહોંચી નથી. બેલારુસમાં પણ મહિલાઓની વસ્તી 53.99 ટકા છે. પૂર્વ યુરોપના આ દેશનો ઈતિહાસ અંધકારમય રહ્યો છે. બીજા વિશ્વયુદ્ધમાં આ દેશ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.

લડાઈ દરમિયાન બેલારુસની સમગ્ર વસ્તીના એક ચતુર્થથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. સંઘર્ષમાં માથાદીઠ જાનહાનિની ​​સંખ્યા સૌથી વધુ હતી. બેલારુસ એ યુરોપના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. અહીં જીવનધોરણ નીચું છે અને આર્થિક સંભાવનાઓ ઓછી છે. આ કારણોસર અહીંના યુવાનોને યુરોપના બાકી ભાગોમાં ભાગી જવાની ફરજ પડી છે અહીં મહિલાઓની વસ્તી 53.57 ટકા છે. બાલ્ટિક સમુદ્રના કિનારે આવેલો આ એક નાનો દેશ છે.

અહીંના પુરૂષોને ધૂમ્રપાન કરવાની અને વધુ પડતો દારૂ પીવાની ટેવ છે. તેથી, અહીંના પુરુષોમાં ઘણા પ્રકારના કેન્સર અને હૃદય રોગ ખૂબ સામાન્ય છે. લૈટવિયા પુરૂષોનું જીવન આયુષ્ય 68 વર્ષ છે, જ્યારે સ્ત્રીઓનું આયુષ્ય 10 વર્ષ વધુ છે એટલે કે 78. અહીં પુરુષોમાં આત્મહત્યાનો દર પણ ઘણો ઊંચો છે. ભારતના નજીકના મિત્ર રશિયામાં 53.55 ટકા મહિલાઓ છે. બીજા વિશ્વયુદ્ધની અસર રશિયા પર પણ જોવા મળી રહી છે.

સોવિયેત યુનિયનને બીજા વિશ્વ યુદ્ધમાં અન્ય કોઈપણ દેશની તુલનામાં સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું. અહીં 27 મિલિયન લોકો માર્યા ગયા. પરંતુ અહીં વસ્તી ઓછી છે કારણ કે પુરુષોમાં દારૂ પીવાનું વ્યસન ખૂબ વધારે છે. રશિયાની પુરૂષ વસ્તીને ધૂમ્રપાન અને આલ્કોહોલના કારણે ઘણી આડઅસરોનો સામનો કરવો પડ્યો છે. અહીં મહિલાઓની વસ્તી લગભગ 53.02 ટકા છે. લૈટવિયાની જેમ અહીં પણ પુરુષોને આ જ સમસ્યા છે. ધૂમ્રપાન અને આલ્કોહોલની લત એ પુરુષોનું જીવન બરબાદ કરી નાખ્યું છે.

અહીંના પુરૂષો વધુને વધુ સારા જીવનની શોધમાં જર્મની અથવા ઈંગ્લેન્ડ તરફ જઈ રહ્યા છે, તે 3.7 મિલિયનની વસ્તી ધરાવતો નાનો દેશ છે. અહીં મહિલાઓની વસ્તી 52.98 ટકા અને પુરુષોની વસ્તી 47.02 ટકા છે. પરંતુ અહીંની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે, તેથી પુરુષો અહીંથી દુનિયાના અન્ય દેશોમાં ભાગી જાય છે. જેના કારણે મહિલાઓ અને પુરૂષો વચ્ચે વસ્તીનું અંતર ઝડપથી વધી રહ્યું છે.

Shah Jina