જીવનશૈલી રસપ્રદ વાતો

પુરુષ આ વાતો મહિલાઓને ક્યારેય નથી જણાવતા, જાણો તે રોમાંચક સિક્રેટ જે પુરુષો માટે છે ખુબ જ ખાસ

સ્ત્રી અને પુરુષ સમાજના બે અભિન્ન અંગ છે. એકબીજા વગર બંને અધૂરા છે. પરંતુ ઘણીવાર આપણે જોઈએ છીએ કે સ્ત્રી અને પુરુષમાં ઘણા ભેદ જોવા મળે છે. આપણે અહીંયા શારીરિક ભેદની વાત નથી કરતા, પરંતુ કેટલીય એવી વાતો છે જે પુરુષને એક સ્ત્રીથી અલગ પાડે છે.

Image Source

ઘણા કિસ્સાઓમાં આપણે જોયું છે કે એક સ્ત્રી રડી અને પોતાની જાતને હળવી કરી શકે છે જયારે એક પુરુષ ખુલીને રડી પણ નથી શકતો. પોતાની અંદરના દુઃખ પોતાની તકલીફો બધું જ પોતાના દિલના કોઈ ખૂણામાં દબાવીને બેસી રહે છે. એટલે જ એક સર્વેમાં સામે આવ્યું હતું કે હૃદયરોગના હુમલા સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધારે જોવા મળે છે તેનું કારણ પણ એક જ છે એક પુરુષ ખુલીને અભિવ્યક્ત નથી થઇ શકતો.

Image Source

એક સ્ત્રી જયારે પોતાની મિત્રને કે જેના ઉપર તે વિશ્વાસ કરે છે તેને પોતાના દિલની બધી જ વાત કહી દે છે. એવું પણ કહેવામાં આવે છે કે સ્ત્રીના પેટમાં કોઈ વાત ટકતી નથી ત્યારે એની સામે પુરુષ એવી ઘણી વાતો હોય છે જે કોઈને જણાવી નથી શકતો. એક સર્વે દ્વારા આ વાત સામે આવી છે જેમાંની કેટલીક વાતો આજે અમે તમને જણાવીશું જે એક પુરુષ સ્ત્રી સામે ક્યારેય વ્યક્ત નથી કરી શકતો.

Image Source

પોતાની ઉંમર:
આમ તો એવું કહેવાય છે કે સ્ત્રી પોતાની સાચી ઉમર ક્યારેય કોઈને નથી કહેતી પરંતુ પુરુષ પણ ઘણા કિસ્સાઓમાં પોતાની સાચી ઉંમર જણાવતો નથી. પોતાની વધતી ઉંમર સાથે પોતાનો દેખાવ પણ તે બદલતો રહે છે જેના કારણે તેન ઉંમર વધુ ના દેખાઈ શકે. પુરુષ ભલે પાર્લરમાં જઈને પોતાના ચહેરાને ચમકાવતો નથી પરંતુ તે ઘરે એવા કેટલાય કીમિયા કરે છે જેનાથી તેની વધતી ઉંમર બહાર ના આવે.

Image Source

પોતાની કમાણી:
એવું પણ કહેવાય છે કે પુરુષ પોતાનો પગાર ક્યારેય નથી જણાવતો. આ વાત સાચી જ છે. ઘણા પુરુષો પોતાની કમાણી એક સ્ત્રીથી છુપાવતા હોય છે કારણ કે સ્ત્રી હિસાબની પાક્કી હોય છે અને પુરુષ કેટલાક એવા ખર્ચ પણ કરે છે જેના કારણે સ્ત્રીને નથી ગમતું. કેટલાક વ્યસનો પાછળ ખર્ચ થતા હોય છે તો કોઈને મદદ કરવા માટે પણ પુરુષ હંમેશા તૈયાર રહે છે એ બધા ખર્ચનો હિસાબ ના આપવો પડે એ માટે પણ પોતાની આવક છુપાવે છે. કેટલીકવાર કોઈને ઈમ્પ્રેસ કરવા માટે પણ પોતાની પાસે કઈ ના હોવા છતાં પણ તે પોતે ધનવાન છે એવું બતાવે છે.

Image Source

પોતાની પસંદ:
ખાસ કરીને જોઈએ તો પુરુષ હંમેશા પોતાની પસંદને છુપાવતો હોય છે. પોતાની ગમતી વ્યક્તિને ખુશ રાખવા માટે તે પોતાની સાચી પસંદ બતાવતો નથી અને તેના પાર્ટનરની જ પસંદને પોતાની પસંદ બતાવી તેને ખુશ રાખવા માંગે છે. પરંતુ સમય જતા પુરુષની સાચી પસંદો સામે આવવા લાગે છે અને તેના પાર્ટનર સાથે મનમેળ તૂટવા પણ લાગે છે.

Image Source

ભૂતકાળને છુપાવવો:
સ્ત્રી પોતાના ભૂતકાળને ઘણીવાર પોતાના પાર્ટનર સામે વ્યક્ત કરતી હોય છે પરંતુ પુરુષ કેટલીક વાતો પોતાના પાર્ટનરને જણાવી શકતો નથી. કારણ કે તેને મનમાં ડર હોય છે કે જો આ વાત તે તેને જણાવશે તો એ છોડીને જઈ શકે છે. જેના કારણે તે કેટલીક વાતોને ના કહેવામાં જ ભલાઈ સમજે છે પરંતુ એક વાત તે ભૂલી જાય છે કે ખોટું ક્યારેય છૂપું રહેતું નથી. એક દિવસ તેના પાર્ટનરને તેના ભૂતકાળ વિશે સાચી ખબર પડતા ભયાનક પરિણામ પણ આવે છે.

Image Source

ભાવનાઓ છુપાવવી:
સ્ત્રી પોતાની ભાવનાઓને કોઈ નજીકના વ્યક્તિ સામે વ્યક્ત કરી શકે છે જયારે પુરુષ પોતાની ભાવનાઓને વ્યક્ત નથી કરી શકતો, તેની ઈચ્છાઓ તેની ભાવનાઓ દિલના કોઈ ખૂણામાં દબાયેલી રહે છે. સ્ત્રી પણ તેની ભાવનાને સમજી નથી શકતી. ઘણીવાર પુરુષ એમ વિચારે છે કે સ્ત્રી તેને સામે ચાલીને સમજે પરંતુ એવું ક્યારેય બનતું નથી અને પુરુષને પોતાની ભાવના છુપાવવી પડે છે.

Image Source

મિત્રતાને પ્રેમમાં અભિવ્યક્ત કરવું:
ઘણા પુરુષો પોતાની મહિલા મિત્ર સાથેની મિત્રતા ટકાવી રાખવા માટે તે વ્યક્તિને પ્રેમ કરતા હોવા છતાં પણ જણાવી નથી શકતા અને એ વાત પોતાના દિલમાં જ દબાવીને રાખે છે. તે તેની સ્ત્રી મિત્રનો સાથ છોડવા નથી માંગતો અને તેના મનમાં એમ હોય છે કે જો તે પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરશે તો એ સ્ત્રી તેને ખોટો સમજી સાથ છોડી દેશે જેના કારણે તે પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરતા ડરતા હોય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.