દેશી જુગાડ: શાકમાર્કેટમાં વ્યક્તિએ રૉબોટની જેમ કર્યું કામ તો વિદેશી વ્યક્તિએ કહ્યું એવું કે ચારે બાજુ થઇ રહી છે ચર્ચા

જ્યારે પણ કોઈ કામ ખુબ જ ઝડપી કરવું હોય તો ભારતીય લોકો દેશી જુગાડ શોધી જ લે છે. પછી તે ઘરનું કામ હોય કે પછી અન્ય કોઈ કામ હોય, તેને જલ્દી ખતમ કરવા માટે કોઈને કોઈ ઉપાય ચોક્ક્સ શોધી લેવામાં આવે છે. એવામાં તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એવા જ એક દેશી જુગાડના ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા પછી લોકો હેરાન રહી ગયા છે. જેમાં ત્રણ લોકોએ મળીને કલાકોના કામ અમુક જ મિનિટોમાં પૂર્ણ કરી લીધા.

વીડિયોમાં જોઈ શકાય છે કે અમુક લોકો શાકભાજીની મંડીમાં ઉભેલા છે અને એક મોટા કોથળામાં કોબીના ખરાબ પાનને કાપીને તેમાં ભરી રહ્યા છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે વીડિયોમાં જોવા મળતા દરેક લોકો મશીનની જેમ કામ કરી રહ્યા છે.જમીન પર બેઠેલો એક વ્યક્તિ કોબીને ઉઠાવે છે અને અન્ય વ્યક્તિને આપે છે જે કોબીના ખરાબ પાનને કાપે છે અને તે ત્રીજા વ્યક્તિના હાથમાં આપે છે, આ ત્રીજો વ્યક્તિ કોબીને કોથળામાં ભરે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણથી ચાર લોકો મળીને અનેક કોબીને ઉઠાવી, કાપી અને પેક પણ કરે છે. આ વીડિયોને @ErikSolheim નામના ટ્વીટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે.એવામાં એક વિદેશી વ્યક્તિએ પણ આ વીડિયો શેર કરતા લખ્યું કે,”આટલા માટે જ ભારતને રોબોટિક ઓટોમેશનની જરૂર નથી”.અન્ય એક યુઝરે ટ્વીટ કરતા કહ્યું કે,”ભારત પ્રતિભાઓનો દેશ છે.આપણે માત્ર એક યોગ્ય નેતા ઇચ્છીએ છીએ જે દેશના મધ્યમવર્ગના લોકોને માધ્યમની સફળતા તરફ લઇ જઈ શકે, ના કે 5-10 અરબપતિઓના માધ્યમથી”.સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 1.3 મિલિયનથી વધારે વ્યૂઝ અને 82 હાજરીથી પણ વધારે લાઇક્સ મળી ચુકી છે.

Krishna Patel