જીવનશૈલી દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

છોકરીઓ લગ્ન પછી પણ શા માટે પ્રેમીને નથી ભૂલતી, ચોંકાવનારું કારણ આવ્યું સામે

લગ્ન પછી કેમ સંસ્કારી પરિણીત સ્ત્રીઓ પોતાના પ્રેમીને ભૂલી નથી સકતી? ખુલી ગયું રહસ્ય

પ્રેમ એ જીવનની એવી ક્ષણો છે જેને દરેક વ્યક્તિ જીવવા માંગે છે. કારણ કે પ્રેમમાં એક આનંદ હોય છે. એવું નથી હોતું કે પ્રેમ એક જ પ્રકારનો હોય પ્રેમના પણ ઘણા પ્રકારો છે છતાં પણ ગમતા વ્યક્તિ સાથેના પ્રેમની અનુભૂતિ જ કંઈક નોખી હોય છે.

પ્રેમ માણસને જીવંત રાખે છે એવું કહીએ તો પણ નવાઈ નથી. પરંતુ ક્યારેક ઘણા લોકોના જીવનમાં બનતું હોય છે કે પ્રેમ દુઃખનું પણ કારણ બને છે, કેટલીકવાર ઘણા લોકોને આપણે પ્રેમમાં જીવને પણ કુરબાન કરતા જોયા હશે.

Image Source

વાત આપણે કુરબાનીની નથી કરવી પણ વાત આજે આપણે કરીએ લગ્ન પછી પણ યાદ રહેતા એ પ્રેમની. કહેવાય છે કે જેની સાથે પ્રેમ થાય અને એની જ સાથે લગ્ન થાય તો એ વ્યક્તિ બહુ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.

પરંતુ આપણે એક સમાજમાં બંધાયેલા છીએ અને તેના કારણે જ સમાજના બંધનોથી પર જઈને આપણે આપનો પ્રેમ ઘણીવાર મેળવી શકતા નથી. પ્રેમ ત્યારે અધૂરો રહી ગયો એમ તો ના જ કહી શકાય છતાં પણ પ્રેમ પૂરો પણ નથી જ થઇ શક્યો એવું ચોક્કસ મનાય.

Image Source

સમાજના બંધનોને માન આપીને આપણે પછી પરિવારની કોઈ ગમતી વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિ સામે આંગળી ચીંધે અને એ વ્યક્તિ સાથે આપણે લગ્ન કરી લેતા હોઈએ છીએ, પરંતુ જેની સાથે પ્રેમ હતો એ વ્યક્તિ તો જીવનભર યાદ રહેતું હોય છે ખરું ને?

ભલે એ વ્યક્તિ પછી ક્યારેય કોઈ દિવસ મળે ના મળે! ભલે ક્યારેય કોઈ દિવસ એની સાથે વાત થાય ના થાય! પરંતુ એ વ્યક્તિની સ્મૃતિ, એ વ્યક્તિ સાથે વિતાવેલો સમય, એ વ્યક્તિ સાથે થયેલા રીસામણા, મનામણાં, ખાટા મીઠા ઝગડા બધું જ આપણા દિલમાં કેદ થયેલું હોય છે અને પ્રસંગોપાત એ બહાર પણ ડોકાતું હોય છે. તે વ્યક્તિ યાદ રહેવાના કારણો તો ઘણા હોય છે,

જે વ્યક્તિ એ વ્યક્તિને આજે પણ યાદ કરે છે એ વ્યક્તિ જાણતું જ હોય છે કે પોતાને ગમતી વ્યક્તિ ક્યાં કારણોથી તેને આજે પણ ગમે છે તે છતાં પણ હું કેટલાક કારણો તારવી રહ્યો છું જે મોટાભાગના લોકોના જીવન સાથે નિસબત રાખે છે.

Image Source

આકર્ષણથી થયેલો પ્રેમ:
જયારે આપણને પહેલીવાર પ્રેમ થયો એ ક્યારેય સાચો પ્રેમ હોતો જ નથી એ તો માત્ર આકર્ષણ હોય છે. હા પરંતુ એજ આકર્ષણ આગળ જતા પ્રેમમાં પરિણમે છે. શરૂઆતમાં આપણે કોઈ વ્યક્તિને તેના દેખાવ કે સ્વભાવને જોઈને જ તેનાથી આકર્ષાયા હોઈએ છીએ અને

પછી પ્રેમ સંબંધ બંધાતા અવાર નવાર મળવાનું થાય છે જેમાં આપણને ખબર પડે છે કે આ વ્યક્તિ સાચે આપણી ચિંતા પણ કરે છે, કાળજી પણ રાખે છે જેના કારણે શરૂઆતમાં થયેલું આકર્ષણ પ્રેમમાં બદલાઈ જાય છે. પરંતુ જયારે એક સમયે એવો આવે છે કે પ્રેમને પામવા માટે લગ્ન કરવા જરૂરી હોય છે

અને ત્યારે સમાજના કેટલાક બંધનો વચ્ચે આવવાના કારણે આપણને એ વ્યક્તિથી દૂર થવું પડે છે પછી જીવનમાં આવેલી નવી વ્યક્તિ આપણને ના બરાબર ઓળખી શકે છે કે ના એને આપણી સાથે એટલો સમય વિતાવ્યો હોય છે જેના કારણે આપણે જેને પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ યાદ આવતી હોય છે.

Image Source

પૂરતો સમય એકબીજાને આપવો:
જયારે આપણી પ્રેમ કરવાની ઉંમર હોય છે ત્યારે આપણી પાસે સમય પણ પૂરતો હોય છે. કોલેજ કે બીજા કોઈ બહાને બહાર નીકળી આપણે એકબીજાને મળીએ છીએ, એકબીજા સાથે સમય વિતાવીએ છીએ, ના એ સમય દરમિયાન માથા ઉપર કોઈ જવાબદારી હોય છે, ના કોઈ બીજી ચિંતા.

રૂબરૂ ના મળવાનું થાય ત્યારે પણ આપણી પાસે એટલો સમય તો ચોક્કસ હોય છે કે આપણે એકબીજા સાથે ફોન ઉપર પણ કલાકોના કલાકો સુધી વાતો કરી શકીએ છીએ, જે વાતો ના કારણ જ આપણા પ્રેમનો સંચાર થતો હોય છે. જીવનમાં બનેલી નાની મોટી તમામ ઘટનાઓ અને જીવન સાથે જોડાયેલી તમામ બાબતો એકબીજા સાથે વહેચેલી હોય છે,

એકબીજા વિશે જાણતા હોઈએ છીએ. પરંતુ જીવનસાથીના રૂપમાં જયારે બીજું વ્યક્તિ જીવનમાં આવે છે ત્યારે એ વ્યક્તિ પાસે આપણા માટે પૂરતો સમય નથી હોતો, વળી પરિવારની જવાબદારી પણ માથે હોય છે જેના કારણે વાત કરવામાં અને પાસે બેસવામાં એ પૂરતો સમય નથી આપી શકતા જેના કારણે પોતાના પ્રેમ સાથે વિતાવેલો સમય, એની કાળજી, એની ચિંતા, એની વાતો બધું જ યાદ આવતું હોય છે.

સ્ત્રીઓ માટે પણ એકરીતે એમ જ હોય છે તે પણ પરિવારને સાચવવામાં એટલી વ્યસ્ત થઇ જાય છે કે તે પણ પોતાના જીવનસાથીને પૂરતો સમય નથી આપી શકતી, સમય જતા જવાબદારીઓ પણ વધે છે જેના કારણે પણ સામેના પક્ષને પોતાના પ્રિયપાત્ર સાથે વિતાવેલી એ ક્ષણો યાદ આવે છે.

Image Source

એકબીજાની ખામીઓ:
જે વ્યક્તિ સાથે આપણે પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ સાથે પણ આપણે ભરપૂર સમય વિતાવ્યો જ હોય છે વાતોમાં, મુલાકાતોમાં! છતાંપણ એકબીજાની ખામીઓથી પરિચિત આપણે નથી થઇ શકતા કારણ કે ગમતા વ્યક્તિની પસંદ ના પસંદને આપણે આપણી જ પસંદ ના પસંદ બનાવી લીધી હોય છે.

ખામીઓના ઉજાગર થવાનું બીજું પણ એક કારણ છે કે આપણે આપણી ગમતી વ્યક્તિને ખોવા નથી માંગતા, આપણે એવું ઇચ્છીએ છીએ કે એ આપણી સાથે જોડાયેલું રહે માટે કેટલીક ખામીઓ આપણે જાણતા હોવા છતાં પણ આપણે જણાવી નથી શકતા,

પરંતુ જયારે લગ્ન કોઈ બીજી વ્યક્તિ સાથે થાય છે ત્યારે આપણને એક તો પ્રેમ ખોયાનો અફસોસ હોય છે સાથે જ પસંદ કરેલી વ્યક્તિ પરિવારને ગમતી હોય છે અને તે આપણને કદાચ ના પણ ગમતી હોવા છતાં પણ આપણે પરિવારના કારણે લગ્ન માટે રાજી થયા હોઈએ છીએ અને આપણે એ વ્યક્તિમાં પહેલેથી જ ખામીઓ શોધવાના પ્રયત્નો કરવા લાગીએ છીએ,

ભલે એ વ્યક્તિમાં ઘણી સારી બાબતો પણ હશે છતાં પણ આપણું ધ્યાન તો એની ખામીઓ ઉપર જ જવાનું છે. ત્યારે આપણે સાથે રહેલી વ્યક્તિને અને આપણી ગમતી વ્યક્તિની તુલના કરતા હોઈએ છીએ ત્યારે એકની ખામીઓ દેખાય છે અને બીજાની ખૂબીઓ ત્યારે પણ પ્રેમ યાદ આવે છે. લગ્નજીવનનો લાંબો સમય વિતાવ્યા બાદ પણ જીવનસાથીની ઘણી ખામીઓ ઉજાગર થતી હોય છે જેના કારણે જે વ્યક્તિ સાથે પ્રેમ થયો હોય તેને ભૂલી શકાતી નથી.

Image Source

એકબીજાને ખુશ રાખવા:
જયારે આપણે પ્રેમમાં હોઈએ ત્યારે આપણે માત્ર એકબીજાને જ ખુશ રાખવાના હોય છે, કોઈ ત્રીજી વ્યક્તિ એવી નથી હોતી જેને સારું લગાડવાનું હોય, ખુશ કરવાનું હોય, તેના ગમતું કરવાનું હોય. પરંતુ લગ્નબાદ બે વ્યક્તિ સિવાય બીજી કેટલીક વ્યક્તિઓને પણ ખુશ રાખવાની જવાબદારી આવતી હોય છે. સૌ પ્રથમ તો પરિવારના સભ્યોથી જ શરૂઆત થાય અને તેના કારણે ખુશી વધારે લોકોમાં વહેંચાય છે. આવા સમયે પણ પ્રેમ ભૂલવો મુશ્કેલ બને છે. ત્યારે બસ એમ જ થાય કે “એ વ્યક્તિ કેટલી સારી હતી, જે મને ખુશ રાખતી હતી.”

Image Source

બીજા પણ નાના નાના કારણો તપાસવા જઈએ તો ઘણા બધા કારણો મળી આવે. પરંતુ એક વાત મુખ્ય છે, પ્રેમ કરીએ ત્યારે આપણે ઘણા અંશે મુક્ત જીવન જીવતા હોઈએ છે, પરંતુ લગ્નબાદ જવાબદારી ભર્યું જીવન જીવવાની શરૂઆત થઇ જાય છે.

માટે દરેક પત્ની અને દરેક પતિ માટે પ્રેમી બનીને રહેવું ખુબ જ મુશ્કેલીભર્યું છે. એવું નથી કે તકલીફ કોઈ એકપક્ષે જ થતી હોય છે. બંને પક્ષ બસ આવા ઘણા વિચારોમાં પોતાના પતિ અને પત્નીને ખુશ નથી રાખી શકતા, બંને વચ્ચે ઘણીવાર આ બાબતોને લઈને જ મતભેદો થતા હોય છે, ઘણા સંબંધો પણ તૂટતાં હોય છે.

પરંતુ એકવાત સમજવા જેવી છે કે જો તમે તમારા પતિ અથવા પત્નીને પ્રેમી બનીને પ્રેમ કરશો તો કોઈ સમસ્યા ભવિષ્યમાં આવશે નહિ આને આવશે તો પણ તેનું નિરાકરણ બંનેની વાતોમાં જ નીકળી જશે. જે જીવન જીવવાનું હતું એ જીવી લીધું છે, પરંતુ જે જીવન જીવી રહ્યા છો એમાં ભૂતકાળના પડઘા ના પડે એનું પણ પોતાની જાતે જ ધ્યાન રાખવું પડે છે.

આ વાતનું તમે તમારી રીતે ચિંતન કરજો, અને પછી કોમેન્ટમાં તમારા પ્રતિભાવ પણ આપજો. સામાન્ય લાગતો આ વિષય જીવનમાં ખુબ જ મહત્વનો છે.

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team