ખબર

લોકડાઉનની અંદર શરીર સુખની પાર્ટી માણતો પકડાયો સાંસદ, ધરપકડ બાદ આપ્યું રાજીનામુ

સાંસદોના મોજ શોખ અને વિઅભાવી જીવન વિશે આપણે સૌ પરિચિત જ છીએ, ત્યારે આ દરમિયાન જ હંગરી યુરોપિયન સાંસદ જોસેફ જાજેર બેલ્જીયમની રાજધાની બ્રુસેલ્સની અંદર જાતીય સમાગમ મણતી પાર્ટીમાંથી ઝડપાયો છે.

Image Source

એક ન્યુઝ મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. કોરોના ગાઇડ લાઇનના ઉલ્લંઘન કરવા માટે પોલીસે પાર્ટીની અંદર છાપામારી કરી હતી. જોસફે આ ઘટના બાદ પર્સનલ કારણોને લઈને પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છે.

Image Source

રિપોર્ટ પ્રમાણે જયારે પોલીસે આ પાર્ટીની અંદર છાપામારી કરી ત્યારે તે પહેલા માળની બારીએથી કૂદી ગયો હતો. તેને થોડું વાગ્યું પણ હતું. આ પાર્ટીની અંદરથી 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી કેટલાક યુરોપિયન ડિપ્લોમેટ્સ પણ હતા અને બધા ઉપર લગભગ 23 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.

Image Source

જાજેર દ્વારા આ પાર્ટીની અંદર કોઈપણ પ્રકારના ડ્રગ્સ લેવાથી ઇન્કાર કરવામાં આવ્યો છે અને તેને દાવો કર્યો છે કે તે કોઈપણ પ્રકારની કામલીલાઓની ગતિવિધિઓમાં પણ સામેલ નહોતો અને તે ફક્ત એક હાઉસ પાર્ટીની અંદર સામેલ થવા ગયો હતો. જોકે તેને પોતાના પરિવાર તરફથી કોરોના ગાઇડલાઇન તોડવાને લઈને માફી પણ માંગી છે.

Image Source

જાજેરે પોતાના નિવેદનમાં કહ્યું કે “પોલીસે મારી આઈડી માટે પૂછ્યું પરંતુ મારી પાસે તે સમયે કોઈ આઈડી નહોતું, તો મેં તેમને જણાવ્યું કે હું લોકસભાનો મેમ્બર છું. પોલીસે મને એક અધિકારીક ચેતવણી આપી અને ઘરે જવા દીધો. હું કોરોના ગાઇડલાઇન તોડવા માટે શર્મિંદા છું. આ મારી ગેરજવાબદારી હતી અને હું સજા ભોગવવા તૈયાર છું.”

Image Source

31 ડિસેમ્બરના રોજ જાજેરે રાજીનામુ આપી દીધું છે. અને તેમના રાજીનામાં માટે તેમને પોતાના અંગત કારણોને જવાબદાર ગણાવ્યા છે.